બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / income tax return itr filing has been missed now you have these options

તમારા કામનું / IT રિટર્ન ફાઇલ કરવાની અંતિમ ડેડલાઇન તો ગઇ, છતાં જો નોટિસથી બચવું હોય તો હજુય છે વિકલ્પ, જાણો શું

Arohi

Last Updated: 02:15 PM, 1 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ITR filing: આવકવેરા વિભાગે કાલે ટ્વીટ કર્યું છે કે 31 જુલાઈની સાંજ સુધી નાણાકીય વર્ષ 2022-23 માટે 6.50 કરોડથી વધારે ટેક્સ રિટર્ન દાખલ કરવામાં આવ્યા છે. અમુક મીડિયા રિપોર્ટ્સ અનુસાર બધા ટેક્સ પેયર્સમાંથી લગભગ 14 ટકાએ પોતાનું ITR 31 જુલાઈ સુધી નથી ભર્યું. આવો જાણીએ તેમની પાસે શું વિકલ્પો છે.

  • ITR ભરવાની કાલે હતી છેલ્લી તારીખ 
  • 31 જુલાઈ સુધી 14 ટકા લોકોએ ન હતું ભર્યું ITR
  • જાણો હવે આવા લોકો પાસે શું વિકલ્પ છે 

આવકવેરા વિભાગે કાલે ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી કે નાણાકીય વર્ષ 2022-23 માટે 31 જુલાઈની સાંજ સુધી 6.50 કરોડથી વધારે ઈનકમ ટેક્સ રિટર્ન દાખલ કરવામાં આવ્યા. અમુક મીડિયા રિપોર્ટ અનુસાર કુલ ટેક્સપેયર્સમાંથી લગભગ 14 ટકાએ છેલ્લી તારીખ એટલે કે 31 જુલાઈ સુધી પોતાનું ITR દાખલ નથી કર્યું. 

 

ટેક્સપેયર્સ પાસે છે શું વિકલ્પ? 
જો તમે પણ આવા ટેક્સપેયર્સમાંથી એક છો જેમણે 31 જુલાઈ સુધી પોતાનું રિટર્ન ફાઈલ નથી કર્યું તો હવે તમારે પોતાનું ITR ફાઈલ કરવા માટે લેટ ફી આપવી પડશે. તેના ઉપરાંત તમને વ્યાજ દંડની પણ ચુકવણી કરવી પડશે. તમે લેટ ફી અને વ્યાજનો દંડ ભરીને 31 ડિસેમ્બર સુધી પોતાનું ITR ફાઈલ કરી શકો છો. 

કેટલો લાગશે દંડ? 
જો તમે પોતાનું ITR ફાઈલ નહીં કરી શક્યા તો હવે તમે દંડની સાથે કલમ 234એફ હેઠળ ITR ફાઈલ કરી શકો છો. જો તમારી ઈનકમ વાર્ષિક 5 લાખ રૂપિયાથી ઓછી છે તો તમારે 1000 રૂપિયાનો દંડ આપવોન પડી શકે છે અને જો તમારી આવક 5 લાખ રૂપિયાથી વધારે છે તો તમારે 5000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે. 

કેટલું લાગશે વ્યાજ? 
ટેક્સ વખતે ચુકવણી પર આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 234એ, બી અને સી હેઠળ વ્યાજ દંડ પણ લગાવવામાં આવશે. જોકે જો તમે શૂન્ય ITR દાખલ કર્યું છે તો તમે તેને લેટ ફી કે દંડ વગર 31 ડિસેમ્બર સુધી સંશોધિત કરી શકો છો. લેટ ફી ટેક્સ ચુકવણી માટે વ્યાજદર 1 ટકા દર મહિનાના હિસાબથી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ