In this way the parents can claim the right if the children leave
VTV વિશેષ /
સંતાનોએ તમને તરછોડી દીધા છે! તો માતા-પિતા હવે આ રીતે માંગી શકે છે પોતાના હક્ક અને ખાધાખોરાકી, જાણો સ્ટેપ બાય સ્ટેપ રીત
Team VTV07:06 PM, 16 Feb 23
| Updated: 01:57 PM, 20 Feb 23
સંતાનો માતા-પિતાને તરછોડે તો માતા-પિતા તેમના વિરુદ્ધ ડેપ્યુટી કલેક્ટર/પ્રાંત અધિકારીને અરજી કરી શકે છે. અરજી કર્યાના 6-8 મહિનામાં માતા-પિતાને ન્યાય મળી શકે છે.
વૃદ્ધ માતા-પિતાની મિલકત પચાવી પાડતા સંતાનો સામે તંત્રની લાલઆંખ
રખડતું અને ઓશિયાળું જીવન જીવતા રાજકોટના વૃદ્ધાને મળ્યો ન્યાય
સંતાનો તરછોડે તો આ રીતે માતા-પિતા માંગી શકે છે હક્ક
સંતાનો પોતાના વયો વૃદ્ધ માતા પિતાને પોતાની સાથે નથી રાખતા તેવા અનેક કિસ્સાઓ...
વૃદ્ધ માતા-પિતાની મિલકત પચાવી પાડતા સંતાનો સામે તંત્રની લાલઆંખ
રખડતું અને ઓશિયાળું જીવન જીવતા રાજકોટના વૃદ્ધાને મળ્યો ન્યાય
સંતાનો તરછોડે તો આ રીતે માતા-પિતા માંગી શકે છે હક્ક
સંતાનો પોતાના વયો વૃદ્ધ માતા પિતાને પોતાની સાથે નથી રાખતા તેવા અનેક કિસ્સાઓ વારંવાર આપણા સમાજમાંથી સામે આવતા હોય છે. આપણે ત્યાં દંપતીઓ શેર માટીની ખોટ પૂરી કરવા માટે પથ્થર એટલા દેવને પૂજતા હોય છે. ત્યારે તેમને ત્યાં પારણું બંધાતા તેઓ તેમને ત્યાં જન્મનાર સંતાનને લાડકોડથી ઉછેરતા હોય છે. તો તેમની પાસે માત્ર એક જ અપેક્ષા રાખતા હોય છે કે ઘડપણમાં દીકરો તેમની લાકડી બને. પરંતુ કેટલાક સંતાનો એવા પણ હોય છે કે જે પોતાના આ ઘરડા માં-બાપને તરછોડી દે છે. સામાન્ય રીતે આ સમયે વૃદ્ધ માતા-પિતાની હાલત દયનીય બની જતી હોય છે. આવો જ એક કિસ્સો રાજકોટના ખંઢેરી ગામમાંથી સામે આવ્યો છે.
દીકરાએ માતાને ઘરેથી કાઢી મૂકી
વાત જાણે એમ છે કે, રાજકોટના ખંઢેરી ગામે રહેતા રાઈબને કાનાભાઈ સોનારાને તેમના દીકરા વિક્રમ સોનારાએ છેતરપિંડીથી જમીન પોતાના નામે કરાવીને ઘરની બહાર કાઢી મૂક્યા હતા. પુત્રએ ઘરેથી કાઢી મૂક્યા બાદ રખડતું અને ઓશિયાળું જીવન જીવતા વૃદ્ધ માતાએ ગ્રામ્ય પ્રાંત અધિકારીની કચેરીમાં દીકરા વિક્રમ વિરુદ્ધ અરજી કરી હતી.
માતાએ અરજી કરતા પ્રાંત અધિકારીએ કર્યો આ આદેશ
જે બાદમાં હવે ગ્રામ્ય પ્રાંત અધિકારીએ સંપત્તિ ફરી વૃદ્ધ માતાને નામે કરી દાખલારૂપ ચુકાદો આપ્યો છે. રાજકોટ ગ્રામ્યના પ્રાંત અધિકારી દ્વારા માતા પિતા અને વરિષ્ઠ નાગરિકોનું ભરણપોષણ અને કલ્યાણ અધિનિયમ 2007 ની કલમ 23 (1)મુજબ વિધવા વૃદ્ધાને મકાન તેમજ પાંચ એકર જમીનની સાથે જ પ્રતિમાસ રૂપિયા 8,000નું ભરણ પોષણ ચૂકવવાનો આદેશ કર્યો છે.
વિવેક ટાંક (પ્રાંત અધિકારી, રાજકોટ ગ્રામ્ય)
આ મામલે vtvgujarati.com દ્વારા રાજકોટ ગ્રામ્યના પ્રાંત અધિકારી વિવેક ટાંક સાથે વાતચીત કરી હતી. જેમાં આવા કિસ્સામાં માતા-પિતા શું કરી શકે છે તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ જણાવ્યું હતું.
- આવા કિસ્સામાં માતા-પિતાએ 'વરીષ્ઠ નાગરિક ભરણપોષણ અધિનિયમ 2007' હેઠળ અરજી કરવાની રહેશે.
- માતા-પિતાએ ડેપ્યુટી કલેક્ટર/પ્રાંત અધિકારીને આ મામલે અરજી કરવાની રહેશે.
- આ અરજી કર્યા બાદ સમાજ કલ્યાણ અધિકારી દ્વારા માતા-પિતાના દીકરાને બોલાવવામાં આવશે. દીકરાનું નિવેદન લેવામાં આવશે.
- જો તેમની વચ્ચે સમાધાન થઈ શકે અને દીકરો ભરણપોષણ આપવા તૈયાર હોય તો સમાજ કલ્યાણ અધિકારી ડેપ્યુટી કલેક્ટર/પ્રાંત અધિકારીને રિપોર્ટ કરશે.
- જો દીકરો ભરણપોષણ આપવા તૈયાર ન હોય તો આ કાયદા હેઠળ કોર્ટમાં કેસ ચાલશે.
પ્રતિકાત્મક તસવીર
આ કાયદામાં કેવી છે સજાની જોગવાઈ?
પ્રાંત અધિકારી વિવેક ટાંકે જણાવ્યું કે, આ કાયદો ઇન્ડિયન પીનલ કોડ હેઠળ આવતો નથી. આ કાયદા હેઠળ માતા-પિતા દીકરાને આપેલી સંપત્તિ પરત મેળવી શકે છે. અરજી કર્યાના 6 મહિનામાં માતા-પિતાને ન્યાય મળી શકે છે.