બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / In this village of Gujarat, there is no rakshabandhan, only fourteen sisters tie rakhi.

પરંપરા / ગુજરાતનાં આ ગામમાં રક્ષાબંધન નહીં, ચૌદશે જ રાખડી બાંધે છે બહેનો, 300 વર્ષથી ચાલી આવે છે પરંપરા

Vishal Khamar

Last Updated: 07:16 PM, 29 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતનું એક એવું ગામ જ્યાં રક્ષાબંધનની ઉજવણી એક દિવસ અગાઉ થાય છે. એટલે કે શ્રાવણ સુદ પૂનમને બદલે શ્રાવણ સુદ ચૌદસના દિવસે બળેવની ઉજવણી થાય છે. ગામની જે દીકરીઓ હોય તેઓ પોતાના ભાઈને આજે રાખડી બાંધી અને તેની રક્ષા થાય તેવી ભગવાનને પ્રાર્થના કરે છે.

  • પાલનપુરનાં ચડોતર ગામનો અનોખો રિવાજ
  • રક્ષાબંધનનાં એક દિવસ પહેલા થાય છે બળેવની ઉજવણી
  • વર્ષોથી ચાલી આવતી પરંપરા હજુ પણ અકબંધ

 ભારતભરમાં શ્રાવણ સુદ પૂનમના દિવસે બળેવ ની ઉજવણી થાય છે. આ દિવસે બહેનો પોતાના ભાઈને રાખડી બાંધી અને ભાઈ ની રક્ષા માટે પ્રાર્થના કરે છે.  ત્યારે પાલનપુર તાલુકાનું ચડોતર એક એવું ગામ છે કે, જ્યાં બળેવની ઉજવણી શ્રાવણ સુદ ચૌદસના દિવસે થાય છે. એટલે કે રક્ષાબંધનનાં એક દિવસ પહેલા રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવે છે. બહેનો પોતાના ભાઈઓને રક્ષાબંધનનાં એક દિવસ પહેલા રાખડી બાંધી અને દીર્ઘાયુની પ્રાર્થના કરે છે. ચડોતર ગામની જે દીકરીઓનાં લગ્ન થયેલા હોય તે દીકરીઓ પણ તેમના ઘરેથી રક્ષાબંધનનાં એક દિવસ પહેલા ચડોતર ગામમાં આવી અને પોતાના ભાઈને રાખડી બાંધતી હોય છે અને રક્ષાબંધન પર્વની હર્ષો ઉલ્લાસભેર ઉજવણી કરે છે.

વર્ષો પહેલાંની પરંપરા આજે પણ અકબંધ
સમગ્ર દેશમાં આવતી કાલે રક્ષાબંધન ઉજવાશે. પરંતુ ચડોતર ગામમાં આજે રક્ષા બંધન ઉજવાઈ રહ્યું છે. વર્ષો પહેલાંની પરંપરા આજે પણ ચાલી આવી રહી છે.  ચડોતર ગામમાં આજથી 200 300 વર્ષ પહેલા ગામમાં રોગચાળો ફેલાયો હતો. આ રોગચાળો કાબુમાં આવતો ન હતો. જેના લીધે લોકોના મોત પણ થયા હતા. ત્યારે ગામના દરેક ઘરમાં બીમારીના ખાટલા હતા અને રોગચાળો ભયંકર  પ્રસરી ગયો હતો અને ગ્રામજનો પરેશાન થઈ ગયા હતા. 

રક્ષાબંધનનાં એક દિવસ અગાઉ બહેન ભાઈને રાખડી બાંધે છે

પૂજારીએ રક્ષાબંધનની ઉજવણી શ્રાવણ સુદ ચૌદસનાં દિવસે કરવા વડીલોને સૂચન કર્યું
ચામુંડા માતાજીના મંદિરના પૂજારીએ ચડોતર ગામના વડીલોને રક્ષાબંધનની ઉજવણી શ્રાવણ સુદ ચૌદસના દિવસે કરવાનું કહ્યું હતું.  વડીલોનું માનવું છે કે પૂજારીને માતાજીએ કહ્યું હતું કે આ રક્ષાબંધનની ઉજવણી શ્રાવણ સુદ ચૌદસના દિવસે કરવામાં આવે તો રોગચાળો દૂર થશે. ત્યારે  પૂજારીએ ગામના વડીલોને આ સૂચન કર્યું હતું. જેમના સૂચન પ્રમાણે વડીલોએ રક્ષાબંધન પર્વની ઉજવણી શ્રાવણ સુદ પૂનમને બદલે શ્રાવણ સુદ ચૌદસે ઉજવવાનું નક્કી કર્યું. ત્યારે રોગચાળો દૂર થતાં  આજ સુધી આ પ્રથા અકબંધ છે. જોકે શ્રાવણ સુદ ચૌદસના દિવસે ઉજવણી કરવાથી ગામમાંથી રોગચાળો નાબૂદ થયો અને ગામ રોગમુક્ત થયું અને ત્યારથી વર્ષોથી આ પ્રથા ચાલી આવે છે  કે રક્ષાબંનની ઉજવણી એક  દિવસ પહેલા એટલે કે શ્રાવણ સુદ ચૌદસના દિવસે થાય છે. ચડોતર ગામની  દરેક સમાજની દીકરીઓ એક દિવસ પહેલા પોતાના ભાઈને રાખડી બાંધી ઉજવણી કરે છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ