બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / સુરત / In Surat, youths organized a party of alcohol, placed bottles on their heads and put thumkas on them

વાયરલ / સુરતમાં યુવકોએ GIDCમાં જમાવી દારૂની મહેફિલ, માથે બોટલ મૂકીને લગાવ્યા ઠુમકા, કાયદો-વ્યવસ્થા પર ઉઠ્યા સવાલ

Priyakant

Last Updated: 02:59 PM, 22 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat Viral Video Latest News: સુરતના પાંડેસરા GIDC વિસ્તારમાં દારૂબંધીના લીરેલીરા ઉડાડતા દ્રશ્યો, દારૂડિયાઓએ ‘એનિમલ’ ફિલ્મના ફેમસ સોંગ ‘જમાલ કુડુ’ પર સ્ટેપ લઈ ડાન્સ કર્યો

  • પાંડેસરા GIDCમાં ખુલ્લેઆમ યુવકોની દારૂની મહેફિલ   
  • યુવકોએ જાહેરમાં ખુલ્લેઆમ દારૂની છોળો ઉડાડી 
  • નશામાં ધૂત યુવકોએ ફિલ્મી ગીતો પર લગાવ્યાં ઠુમકા
  • માથા પર અને હાથમાં દારૂની બોટલ લઈ લગાવ્યાં ઠુમકા 
  • ફિલ્મી ગીતો પર ઠુમકા લગાવતા યુવકોનો વીડિયો વાયરલ
  • દારૂબંધીની ઐસીતૈસી કરનાર યુવકો સામે થશે કાર્યવાહી ?

સુરતના પાંડેસરા GIDC વિસ્તારમાં દારૂ પીને ઝૂમતા યુવકનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં 8થી 10 યુવાનોએ જાહેરમાં ખુલ્લેઆમ દારૂની છોળો ઉડાડી  હોવાનું સામે આવ્યું છે. આ લોકોએ ‘એનિમલ’ ફિલ્મના ફેમસ સોંગ ‘જમાલ કુડુ’ પર સ્ટેપ લઈ ડાન્સ કર્યો હતો. અહીં સવાલ એ થાય છે કે, ઇંગ્લિશ દારૂ પીને નશામાં ચૂર યુવાનોને પોલીસનો કોઇ ડર હોય તેમ લાગતુ નથી. આ સાથે ખુલ્લેઆમ દારૂ પીને છાકટા બનેલા યુવાનો વિરુદ્ધ કાર્યવાહી થશે ખરા ?

જાહેરમાં દારૂની મહેફિલ, ફિલ્મી ગીતો પર હાથમાં બોટલ લઈ ઠુમકા, આ બધા દ્રશ્યો તમે ફિલ્મો કે પછી ગુજરાત સિવાયના રાજ્યમાં જોયા હશે. પરંતુ એક એવા દ્રશ્યો સામે આવ્યાં છે જે જોઈને તમે ચોંકી જશો કે શું આ ગાંધીના ગુજરાતના જ દ્રશ્યો છે.સુરતના પાંડેસરા વિસ્તારમાં દારૂબંધીના ધજાગરા ઉડાડતા દ્રશ્યો સામે આવ્યાં છે, જેમાં આપ જોઈ શકો છો કે GIDCમાં ખુલ્લેઆમ યુવકો દારૂની મહેફિલ કરી રહ્યાં છે. 

સુરતના પાંડેસરા વિસ્તારમાં ઇસમો જાહેરમાં ખુલ્લેઆમ દારૂની છોળો ઉડાડી રહ્યાં છે. નશામાં ધૂત યુવકોએ કાયદા કે પોલીસનો ડર ન હોય તેમ જાહેરમાં ફિલ્મી ગીતો પર ઠુમકા લગાવી રહ્યાં છે. કેટલાક યુવકો તો હાથ અને માથા પર દારૂની બોટલ મુકી ઠુમકા લગાવી રહ્યાં છે. a તરફ હવે દારૂ પાર્ટીનો વીડિયો વાયરલ થયા બાદ અનેક સવાલ ઉભા થયા છે કે શું ખરેખર ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે ? શું યુવકોને પોલીસ કે કાયદાનો ડર નથી લાગતો ?

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ