બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અમદાવાદ / In Ramol area a young man killed himself on the advice of an old man

ચકચાર / ખોટું કામ ન કરાય...' જિંદગીની સાચી સલાહ આપવી ભારે પડી વડીલને, યુવકે છરીના ઘા ઝીંકી કાસળ કાઢી નાંખ્યું

Kishor

Last Updated: 06:54 PM, 3 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'જેલમાં જવું પડે તેવું ખોટુ કામ નહીં કરવાનું' વૃદ્ધની આ સલાહ ન ગમતા આરોપીએ વૃદ્ધને છરીના ઘા મારી રહેંસી નાખ્યા હતા. હાલ આ મામલે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

  • અમદાવાદમાં હત્યાનો ચોંકાવનારો કિસ્સો
  • સલાહ આપવા જતા યુવકે ઉશ્કેરાઈને વૃદ્ધને ઉતાર્યા મોતને ઘાટ
  • પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી

વડીલોની સલાહને સોના જેવી માનવામાં આવે છે. પરંતુ અમદાવાદમાં જિંદગી જીવવાની સાચી સલાહ આપવી વૃદ્ધને ભારે પડી ગઈ છે. સલાહ આપવા જતા એક યુવકે ઉશ્કેરાઈને વૃદ્ધને છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દેતા અરેરાટી મચી જવા પામી છે. આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી હતી.

મારે આવવું છે...' કોઈ હાથ ઉંચો કરે તો વડોદરા એક્સપ્રેસ હાઈવે પર વાહન ઉભું ન  રાખતા, બની ચોંકાવનારી ઘટના | If someone raised his hand the vehicle would  not stop shocking incident


60 વર્ષના મુઝફફરખાન પઠાણએ મોઇનખાનને આપી હતી સલાહ 

વૃદ્ધ વડીલોએ હવે યુવાનોને જિંદગીની રાહ બતાવી પણ જોખમી બની રહી છે. કારણ કે રામોલ વિસ્તારમાં એક યુવાને વૃદ્ધની સલાહથી ઉશ્કેરાઈ તેની હત્યા કરી નાખી હતી. ઘટના એવી છે કે રામોલ વિસ્તારમાં કથિત માસના ટુકડા ફેંકવા બાબતે પોલીસે ટેમ્પા ચાલક વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. આ ટેમ્પો ચાલક મોઇનખાન પઠાણ નામનો યુવક હતો. જેને ટેમ્પામાંથી માસના ટુકડા નીચે પડતા CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા. આ મામલે 60 વર્ષના મુઝફફરખાન પઠાણએ મોઇનખાનને સલાહ આપી કે જેલમાં જવું પડે તેવું ખોટુ કામ નહીં કરવાનું! બાદમાં વૃદ્ધની આ સલાહ ન ગમતા મોઇનખાને પિત્તો ગુમાવી દીધો હતો અને છરીના ઘા ઝીંકી મુઝફફરખાન પઠાણને પરલોક પહોંચાડી દીધા હતા. આ ઘટનાને લઈને સમગ્ર પંથકવાસીઓમાં ચકચાર મચી ગઈ હતી.


જિંદગીની સાચી શીખ આપવાથી નિર્દોષ વૃદ્ધને મોતની સજા મળી
મહત્વનું છે કે કથિત માસના ટુકડા કેસમાં આરોપી મોઇનખાન પઠાણની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં જામીન પર છુટકારો થયો હતો અને તે રામોલ વિસ્તારમાં ફરી રહ્યો હતો ત્યારે વૃદ્ધ મુઝફ્ફરખાને તેને બોલાવીને જેલમાં જવા જેવું કામ નહીં કરવાની સલાહ આપી હતી. આ દરમિયાન કથિત માસના ટુકડાના કેસના વિવાદો વચ્ચે આરોપી વૃદ્ધની હત્યા કરી ફરાર થઇ ગયો હતો.જે મામલે.જાણ થતાં રામોલ પોલીસે મોઇનખાન વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આરોપી મોઇનખાનના પગેરું દબાવવા પોલીસે જુદી જુદી ટીમો બનાવીને શોધખોળ શરૂ કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ