બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / In Rajkot Romeo molested the girl by saying nasty words

નફફટાઈની હદ / "I @#$% *#@..રાજકોટમાં સડક છાપ રોમિયોની કરતૂત, યુવતીઓને બીભત્સ શબ્દો કહી પજવી, જુઓ વીડિયો

Kishor

Last Updated: 07:33 PM, 5 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં રોડ રોમિયોનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. જેના બોલતા પુરાવારૂપ એક વીડિયો સામે આવ્યો છે.

  • રાજકોટમાં ચાલુ વાહનમાં યુવતીઓની છેડતી
  • યુવતીઓની છેડતી કરતા શખ્સનો વીડિયો વાયરલ
  • ચાલુ વાહનમાં યુવતીઓને બોલે છે બીભત્સ શબ્દો

એક સમયનું શાંત ગણાતું રાજકોટ શહેર હવે ક્રાઈમની ઘટનાઓનું ઘર બની ગયું હોય તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. દિવસેને દિવસે લુખ્ખા તત્વોને જાણે પોલીસનો કોઈ ડર જ ન રહ્યો હોય તેમ ભરબજારે ક્રાઈમની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. જેમાં પણ અમુક વિસ્તારોમાં રોમોયોના ત્રાસથી મહિલાઓ, યુવતીઓ તંગ આવી ગઈ છે. જેના બોલતા પુરાવારૂપ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં રાજકોટમાં ચાલુ વાહનમાં યુવતીઓની છેડતી કરવામાં આવી હોવાથી સભ્ય સમાજમા આક્રોશનો જ્વાળા ભભૂકી ઉઠ્યો છે. સાથે જ સડકછાપ હેવાનના આ કરતૂતને પગલે રાજ્યમાં મહિલા સુરક્ષાઓના કરાતા દાવાનો પણ પરપોટો ફૂટી ગયો છે.

યુવતીઓની છેડતી કરતા શખ્સનો વીડિયો વાયરલ 

રાજકોટમાં રોડ રોમિયોનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. તેવામાં રાજકોટમાં એક યુવકે ટુ-વ્હીલર પર બેફામ ડ્રાઈવ કરી માર્ગ પરથી પસાર થતી એક સગીરા અને એક યુવતીની છેડતી કરી હતી. અસંસ્કારી આરોપીને જાણે કોઈનો ડર જ ન હોય તેમ યુવતીને બિભત્સ શબ્દો પણ બોલી દીધા હતાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થયો છે.

પોલીસે વાયરલ વીડિયો અંગે તપાસ હાથ ધરી 

આ વીડિયો સોશિયલ મીડિયામાં ધોમ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો સામે આવતાની સાથે જ પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠ્યા છે અને તેમણે તાબડતોબ હરકતમાં આવી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં આરોપીને ઝડપી લેવામાં પણ પોલીસને સફળતા સાંડપી છે. પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને દબોચી લીધા બાદ તેનું જાહેરમાં સરઘસ કાઢીને કાયદાના પાઠ ભણાવ્યાં હતા. પોલીસની આ તાત્કાલિક પગલાં લેવાની કામગીરી બેશક આવકારદાયક છે. પરંતુ ખુલ્લેઆમ છેડતી કરવા સહિતની લુખ્ખા તત્વો આટલી મોટી હિંમત કરે તે પોલીસની આબરૂ ધૂળધાણી થવા માફક છે. આવી ઘટનાઓ વારંવાર ન બને અને પોલીસના અસ્તિત્વ સામે સવાલો ન ઊભા થાય તે માટે અધિકારીઓએ આવા ગુન્હાઓમાં આકરી કાર્યવાહીની દિશામાં આગળ વધવું જોઈએ તેવી લોકો માંગ કરી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ