બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / In order to drive away the lover Radhika, he burnt the old woman, collected the bones and declared his lover a mortal. terrible incident of Kutch

કુદરત નહીં છોડે / પ્રેમી રાધીકાને ભગાડવા વૃદ્ધાને સળગાવ્યા, હાડકાં એકત્ર કરી પ્રેમિકાને મરેલી જાહેર કરવાનો કારસો. કચ્છની ભયંકર ઘટના

Vishal Khamar

Last Updated: 12:04 AM, 6 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કચ્છના ભચાઉમાં માંડવીવાસમાં એક દુકાનમાંથી મળેલા 80 વર્ષીય વૃદ્ધાના મૃતદેહ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે.. જેમાં પ્રેમી યુગલે વૃદ્ધાની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે હત્યાને અંજામ આપનાર પ્રેમી યુગલ રાજુ છાંગા અને રાધિકા છાંગાની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

  • કચ્છના ભચાઉમાં દુકાનમાંથી મળેલા મૃતદેહનો ભેદ ઉકેલાયો
  • પ્રેમી યુગલે 80 વર્ષીય વૃદ્ધાની હત્યા કરી હોવાનો ખુલાસો
  • હત્યા કરનારા પ્રેમી યુગલનીપોલીસે અટકાયત કરી 

ભચાઉના માંડવીવાસ વિસ્તારમાં એકલી રહેતી વૃધ્ધના ભેદી રીતે ગુમ થવાનો મામલે ગઇકાલે તેનો મૃત્દેહ મળ્યા બાદ આજે હત્યા કરનાર બે વ્યક્તિને પોલીસે શોધી લીધા છે. મહિલાની ઠંડા કલેજે હત્યા કરી નાંખનાર ભચાઉના વોંધડા ગામના યુવક-યુવતી પોલીસની ગીરફ્તમાં આવી ગયા છે. અને તેઓએ જ હત્યા કરી હોવાની કબુલાત કરી છે.જો કે હત્યાનુ કારણ જાણી તમે ચોંકી જશો કેમકે હત્યાનુ આખુ કાવત્રુ કોઇ થ્રીલર વેબસીરીઝ કરતા ઓછુ ઉતરે તેવુ નથી પરંતુ સમગ્ર કિસ્સો સમાજને વિચારતો કરી દે તેવો છે.  

ભચાઉમાં દુકાનમાંથી મળેલા મૃતદેહનો ભેદ ઉકેલાયો

ભચાઉના માંડવીવાસ વિસ્તારમાં એકલા રહેતા જેઠીબેન આંણદજી ગાલા શુક્રવારે અચાનક ગુમ થઇ જાય છે. પડોશમાં રહેતા ધરમસી સતરા આ અંગે પોલીસને જાણ કરે છે. અને ત્યારથી જ પોલીસ અજુગતુ થયુ હોવાની દિશામાં તપાસ શરૂ કરી દે છે. સમાજના આગેવાનો અને સ્થાનિક લોકો પોલીસને ઝડપી તપાસ કરવાની માંગ કરે છે. અને તે દરમ્યાન જ વૃધ્ધના ઘર નજીકના સી.સી.ટી.વીમાં શંકાસ્પદ ગતીવીધી દેખાય છે. જેથી પોલીસે ગંભીર રીતે મામલો ઉકેલવા ચક્રો ગતિમાન કરે છે. શનિવારે 80 વર્ષીય વૃધ્ધાની લાશ ભચાઉની એક બંધ દુકાનમાં સુટકેસમાં મળી આવી હતી. જે ઓળખ થયા બાદ તપાસ કરી પોલીસે ગણતરીની કલાકોમાં હત્યા કરનાર એક યુવક-યુવતીને પકડી પાડ્યા છે. ભચાઉના વોંધડા ગામના એક યુવક-યુવતી કૌટુંબીક સંબધી થાય છે. અને તેણેજ વૃધ્ધાની હત્યા કર્યાની કબુલાત કરી છે.

સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ

હત્યા કરનારા પ્રેમી યુગલનીપોલીસે અટકાયત કરી 

હત્યા કરનાર યુવક- યુવતી પકડાઇ તો ગયા પરંતુ હત્યાનુ કારણ ચોંકવનારૂ છે. પકડાયેલ યુવક રાજુ ગણેશ છાંગા તથા રાધીકા વેરશી છાંગા કૌટુબીંક સગા થાય છે. પરંતુ બન્ને એકબીજાના પ્રેમમાં હતા. પરંતુ ભાગી જાય તો પરિવાર શોધી લે. જેથી યુવક-યુવતીએ સાથે મળી યુવતી મરી જાય તેવુ સાબિત કરવા પ્લાન કર્યો અને ભચાઉના માંડવી વિસ્તારમાં જેઠીબેન એકલા રહે છે. જેથી તેની લાશને બાળી યુવતી તરીકે ખપાવી ભાગી જવાનો પ્લાન બનાવ્યો. પરંતુ જે દુકાનમાં લાશ રાખી હતી. ત્યાંની ખબર પોલીસને પડતા આખો પ્લાન ફેલ થઇ ગયો હતો. પોલીસે બન્નેની ધરપકડ કરી આગળની તપાસ આરંભી છે. જો કે ફિલ્મી સ્ટોરી જેવી આ મર્ડર મિસ્ટ્રી અહી પુર્ણ થતી નથી પ્રેમને પામવા માટે વૃધ્ધાની હત્યા પહેલા પણ યુગલે એક પ્લાન બનાવ્યો હતો. જેમાં સામખીયાળી નજીક એક કબ્રસ્તાનમાંથી હાડકા એકત્ર કરવાનો પ્રયત્ન કરી તે યુવતીના હોવાનો દર્શાવવા માટે પ્રયત્ન કરાયો હતો. જેથી કૌટુબીંક સંબધી યુવતીને મૃત જાહેર કરી બન્ને ભાગી શકે.

જેઠીબેન ગાલા (મૃતક)

સીસીટીવીએ સમગ્ર ભેદ ઉકેલ્યો

આ હત્યા કેસનો ભેદ ઉકેલવામાં પણ પોલીસને સી.સી.ટી.વી ખુબ મદદરૂપ રહ્યા છે.  પહેલા મૃતક વૃધ્ધાના ઘર નજીક લાગેલા જાગૃત નાગરીકના સી.સી.ટી.વીમાં આખી ઘટના કેદ થઇ અને ત્યાર બાદ પોલીસે તપાસ દરમ્યાન સી.સી.ટી.વી રેકોર્ડીંગ ચેક કર્યા હતા. અને 10 ટીમ બનાવી ટેક્નિકલ તેમજ હ્યુમન સર્વેલન્સની મદદથી બનાવનો ભેદ ઉકેલ્યો હતો. ગઇકાલે પણ પોલીસે રાપર-ભચાઉમાં લોકભાગીદારીથી અલગ-અલગ સી.સી.ટી.વી લગાવી સર્વેલન્સ મજબુત કરવાનો એક ઉમદા પ્રયાસ કર્યો હતો.ત્યારે આજે હત્યાનો ભેદ ઉકેલનાર પોલીસ ટીમને પોલીસવડાએ ઇનામ જાહેર કરી પ્રોત્સાહીત કર્યા હતા. સાથે સી.સી.ટી.વી કેમેરા લગાવનાર જાગૃત નાગરીકને પણ પોલીસે ઇનામ આપી પ્રોત્સાહીત કર્યા હતા. જેથી પોલીસ-પ્રજા વચ્ચે સંકલન વધુ મજબુત બને. જૈન સમાજની મહિલાના મોતને કારણે સમગ્ર કચ્છ સહિત મુંબઇમાં પણ ઘટનાના ધેરા પ્રત્યાધાત પડ્યા હતા. જો કે પોલીસે ગણતરીના સમયમાં હત્યાનો ભેદ ઉકેલી નાંખ્યો છે. ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી આ મર્ડર મિસ્ટ્રીના આરોપી તો પકડાઇ ગયા છે.પરંતુ હત્યાનુ કારણ ચોંકવનારૂ છે. સમાજના ડરે લગ્ન ન કરી શકનાર કૌટુબીંક સબંધીએ સાથે રહેવા પ્લાન તો બનાવ્યો. પરંતુ તેમાં એક વૃધ્ધાને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ