બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ધર્મ / In November, Saturn will change course, one after the other 5 planets will open the doors of fortune for the natives of this zodiac sign, there will be benefits only benefits.

ધર્મ / નવેમ્બરમાં શનિ બદલશે ચાલ, એક બાદ એક 5 ગ્રહોના ગોચરથી આ રાશિના જાતકોના ખૂલી જશે ભાગ્યના કપાટ, થશે લાભ જ લાભ

Dinesh

Last Updated: 07:56 PM, 30 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Grah Gochar 2023 : નવેમ્બરમાં શનિ મહારાજ સીધી દિશામાં આગળ વધવાના છે અને જ્યારે સીધી દિશામાં આગળ વધે ત્યારે શનિદેવને પ્રત્યક્ષ માર્ગી કહેવાય છે

  • નવેમ્બર મહિનો તહેવારો અને ગ્રહ ગોચરની દષ્ટીએ ખાસ
  • આ મહિનામાં શનિ સહિત 5 મોટા ગ્રહો ચાલ બદશે
  • બુધ, મંગળ અને સૂર્યનો સંયોગ થશે અને જેનાથી ત્રિગ્રહી યોગ બનશે


Grah Gochar 2023 : આ વર્ષનો નવેમ્બર મહિનો ઉપવાસ, તહેવારો અને ગ્રહ તેમજ ગોચરની દ્રષ્ટિએ ખાસ છે. આપને જણાવી દઈએ કે, આ મહિનામાં શનિ સહિત 5 મોટા ગ્રહો પોતાની ચાલ અને ગતિ બદલશે. જેના કારણે 12 રાશિઓ પર તેની શુભ અને અશુભ અસર પડવાની છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ તમામ ગ્રહોનું પોત-પોતાનું અલગ અલગ મહત્વ રહેલું છે ત્યારે નવેમ્બરમાં થઈ રહેલો ગ્રહોની અદલા બદલી ઘણી રાશિઓ માટે ફાયદાકારક રહેશે. નવેમ્બરમાં શનિ મહારાજ સીધી દિશામાં આગળ વધવાના છે અને જ્યારે સીધી દિશામાં આગળ વધે ત્યારે શનિદેવને પ્રત્યક્ષ માર્ગી કહેવાય છે. તો ચાલો જાણીએ રાશિ પરિવર્તનથી કઇ રાશિના લોકોને ફાયદો થશે.

નવેમ્બર ગ્રહ ગોચર 2023 
નવેમ્બર 2023માં સૂર્ય, શનિ, શુક્ર, બુધ અને મંગળ ગ્રહો ગોચરમાં રહેશે. આ મહિનામાં વૃશ્ચિક રાશિમાં બુધ, મંગળ અને સૂર્યનો સંયોગ થશે અને જેનાથી ત્રિગ્રહી યોગ બનશે.

શુક્ર ગોચર 2023- 3 નવેમ્બર 2023 
નવેમ્બરમાં ગ્રહોના ગોચરની શરૂઆત અને અંત બંને સુંદરતા, વૈભવ, સંપત્તિ અને સુખના કારક શુક્રથી થશે. 3 નવેમ્બર 2023ના રોજ સવારે 05:24 વાગ્યે શુક્ર કન્યા રાશિમાં પ્રવેશ કરશે. તેમજ આ મહિનામાં 30 નવેમ્બર 2023 ના રોજ તે 1:14 વાગ્યે તુલા રાશિમાં પ્રવેશ કરશે.

શનિ માર્ગી 2023 - 4 નવેમ્બર 2023 
કર્મનો ફળદાતા ગણાતા શનિ પ્રત્યક્ષ ભ્રમણ કરવા જઈ રહ્યો છે એટલે કે 4 નવેમ્બર 2023ના રોજ બપોરે 12:31 કલાકે શનિ કુંભ રાશિમાં પ્રત્યક્ષ ભ્રમણ કરશે.

બુધ ગોચર 2023 - 6 નવેમ્બર 
ગ્રહોનો રાજકુમાર ગણાતો બુધ 6 નવેમ્બર 2023ના રોજ બપોરે 04:32 વાગ્યે વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. ત્યારબાદ બુધનું બીજું ગૌચર 27 નવેમ્બર 2023ના રોજ સવારે 06:02 વાગ્યે ધન રાશિમાં પ્રવેશ થશે.

મંગળ સંક્રમણ 2023 - 16 નવેમ્બર 2023
ગ્રહોનો સેનાપતિ અને હિંમતનો ગ્રહ ગણાતો મંગળ 16 નવેમ્બર 2023ના રોજ સવારે 11:04 કલાકે વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે.

સૂર્ય ગોચર 2023 - 17 નવેમ્બર 
ગ્રહોનો રાજા સૂર્ય 17 નવેમ્બર 2023ના રોજ સવારે 1:30 કલાકે વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. અહીં પહેલાથી જ હાજર બુધ અને મંગળના સંયોગથી ત્રિગ્રહી યોગ બનશે.

આ રાશિના જાતકોને નવેમ્બર 2023ના ગ્રહ ગૌચરથી લાભ થશે
નવેમ્બરમાં ગ્રહોનું ગોચર મેષ, વૃષભ, તુલા, કર્ક અને કુંભ રાશિના લોકોને વિશેષ લાભ થશે તેમજ આ રાશિના જાતકો માટે નોકરીમાં સારા દિવસોની શરૂઆત થશે. જેમાં વેપારમાં લાભ થશે અને પરિવારમાં ખુશીઓ આવશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ