બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ધર્મ / ગુજરાત / અન્ય જિલ્લા / In Junagadh the grain fields rang with the sound of Jai Girnari

મહાશિવરાત્રિ / જૂનાગઢમાં જય ગિરનારીના નાદ સાથે અન્નક્ષેત્રો ધમધમ્યા, દિગમ્બર સાધુઓએ ધૂણી ધખાવી પછી થઈ જશે અદ્રશ્ય

Vishal Khamar

Last Updated: 10:22 PM, 5 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જૂનાગઢની ભવનાથ તળેટી હર હર મહાદેવ અને જય ગીરનારીના નાદથી ગુંજી ઉઠી છે. કારણકે જૂનાગઢમાં મહાશિવરાત્રીના ભવ્ય મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે....મેળાને લઈને અન્નક્ષેત્રો ધમધમતા થયા છે. ત્યારે મહાશિવરાત્રિના મહામેળાને લઈને કેવો છે.

ગુજરાતનો ઇતિહાસ જ્યારે જ્યારે લખવામાં આવે છે. ત્યારે ત્યારે જૂનાગઢ, ગીરનાર અને ભવનાથ તળેટીમાં થતા મહાશિવરાત્રિના મેળાને અચૂક યાદ કરવામાં આવે છે. જેટલું ધાર્મિક મહત્વ ભવનાથ તળેટીનું છે તેટલું જ મહત્વ અહીં યોજાતા મહાશિવરાત્રિના મેળાનું છે. ત્યારે ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન મહાશિવરાત્રિના મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ભવનાથ તળેટીમાં અન્નક્ષેત્રો ધમધમતા થયા છે. તળેટી હરહર મહાદેવ અને જય ગીરનારીના નાદથી ગુંજી ઉઠી છે. જૂનાગઢના ભવનાથ મંદિરે ધ્વજા રોહણ બાદ વિધિવત રીતે શિવરાત્રિના મેળાની શરૂઆત કરવામાં આવી. આગામી 8 માર્ચ સુધી આ મેળો ચાલવાનો છે. ત્યારે મેળામાં પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં શિવભક્તો ભવનાથ તટેળી ખાતે ઉમટી પડ્યાં હતા. અને ભગવાન શિવને શિશ ઝુકાવી આશીર્વાદ લીધા હતા.

મેળામાં દિગમ્બર સાધુઓ ખાસ આકર્ષણનું કેન્દ્ર 
મહાશિવરાત્રીના મેળામાં છ દિવસ સુધી ધાર્મિકતાની રંગત જોવા મળતા હોય છે. જેમાં દેશભરના સાધુઓ જોડાઈ છે. મેળામાં દિગમ્બર સાધુઓ ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહે છે.જે ધૂણી ધખાવીને ભવનાથમાં શિવભક્તોને દર્શન આપે છે. ત્યારે આ વખતે શિવરાત્રિના મેળામાં દિગમ્બર સાધુઓ અવનવા રંગરૂપમાં જોવા મળ્યા. કોઈ ચહેરા પર ગોગલ્સમાં તો કોઈ ચલમ ફુંકતા જોવા મળ્યા.

વધુ વાંચોઃ પૈસાનું પાણી: ચકાચક રોડ પર ફરી પથરાશે ડામર, વડોદરા મનપાના અણઘડ કામ પર વિપક્ષ આરોપ

સાધુ, સંતો અને મહંતો વારા ફરતી આ મૃગીકુંડમાં સ્નાન કરે
જેટલું મહત્વ કુંભ મેળાનું છે, તેટલું જ મહત્વ મહાશિવરાત્રિના મેળાનું છે. મેળાના છેલ્લા દિવસે એટલે કે મહાશિવરાત્રિના દિવસે દિગમ્બર સાધુઓનું સરઘસ રવેડી સ્વરૂપે નીકળે છે. જેમાં સાધુઓ અંગ કસરતના દાવ, તલવાર બાજી જેવી અવનવા કરતબો કરે છે. એક લોકમાન્યતા મુજબ અમરાત્મા અશ્વત્થામા, પાંચ પાંડવો, રાજા ગોપીચંદ અને ભરથરી પણ સાધુવેશે આ સરઘસમાં હોય છે. આમ આ સરઘસ ફરતુ ફરતુ છેલ્લે ભવનાથ મંદિરમાં પાસે આવેલ મૃગીકુંડ પાસે આવે છે. ત્યાર બાદ સાધુ, સંતો અને મહંતો વારા ફરતી આ મૃગીકુંડમાં સ્નાન કરવા પડે છે. કહેવાય છેકે આ કુંડમાં ન્હાવા પડેલા અમુક સાધુઓ બહાર નથી આવતા અને ત્યાંથી જ અદ્રશ્ય થઈ જાય છે.આ એક માન્યતા છે. પરંતુ જ્યાં આસ્થા હોય ત્યાં પુરાવાની જરૂર નથી હોતી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ