બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / વિશ્વ / In G20, Joe Biden also spoke with PM Modi on the nijjar issue of Khalistan, claims the report

India Canada News / G20માં જો બાયડને પણ PM મોદી સાથે ખાલિસ્તાની નિજજર મુદ્દે કરી હતી વાત, રિપોર્ટમાં દાવો

Priyakant

Last Updated: 09:47 AM, 22 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

India Canada News: ખાનગી મીડિયા અહેવાલ મુજબ બિડેન સિવાય અન્ય નેતાઓએ પણ આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી હતી

  • G20 સમિટમાં અમેરિકી રાષ્ટ્રપતિએ PM મોદી સાથે કેનેડા મુદ્દે કરી હતી ચર્ચા  
  • ખાનગી મીડિયાના અહેવાલમાં કરવામાં આવ્યો દાવો, અમેરિકા તરફથી કોઈ પ્રતિક્રિયા નહિ 
  • બિડેન સિવાય અન્ય નેતાઓએ પણ આ મુદ્દે PM મોદી સાથે કરી હતી વાત: રિપોર્ટ

India Canada News : કેનેડા અને ભારત વિવાદ વચ્ચે દરરોજ નવી અપડેટ સામે આવી રહી છે. આ દરમિયાન હવે સામે આવ્યું છે કે, તાજેતરમાં જ દિલ્હીમાં યોજાયેલ G20 સમિટમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કેનેડામાં માર્યા ગયેલા ખાલિસ્તાની હરદીપ સિંહ નિજ્જરનો મુદ્દો ઉઠાવ્યો હતો. એક ખાનગી મીડિયા અહેવાલ મુજબ બિડેન સિવાય અન્ય નેતાઓએ પણ આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી હતી. 

એક ખાનગી મીડિયાના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ગુપ્ત માહિતી શેર કરવા માટે રચાયેલા 'ફાઈવ આઈઝ' ગ્રુપના ઘણા સભ્યોએ પણ કેનેડામાં માર્યા ગયેલા ખાલિસ્તાની હરદીપ સિંહ નિજ્જર મુદ્દે વાત કરી હતી. કેનેડા ઉપરાંત 'ફાઇવ આઇઝ' ગ્રુપમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને યુકેનો સમાવેશ થાય છે. જોકે નોંધનીય છે કે, ખનગી મીડિયાના આ અહેવાલ પર હજુ સુધી અમેરિકા તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના નિવેદન બાદ વિવાદ 
હકીકતમાં તાજેતરમાં કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ આરોપ લગાવ્યો છે કે, કેનેડામાં માર્યા ગયેલા ખાલિસ્તાની હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોઈ શકે છે. માહિતી એ પણ સામે આવી છે કે, G20 કોન્ફરન્સ દરમિયાન ટ્રુડોએ પીએમ મોદી સાથે આ મુદ્દે વાત કરી હતી. ખાનગી મીડિયાના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ટ્રુડોના કહેવા પર અન્ય દેશોના વડાઓએ PM મોદી સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો.

અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે શું કહ્યું ? 
આ તરફ અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે 21 સપ્ટેમ્બરે કહ્યું હતું કે, અમેરિકા આ ​​મુદ્દાને લઈને ભારત અને કેનેડાના સંપર્કમાં છે અને અમેરિકા આ ​​મામલે ભારતને કોઈ 'વિશેષ છૂટ' આપી રહ્યું નથી. તેમણે કહ્યું કે, અમેરિકા કેનેડા દ્વારા લગાવવામાં આવેલા આરોપોની તપાસનું સમર્થન કરે છે.

ભારતે કેનેડાના આરોપો નકાર્યા 
આ તરફ ભારતે કેનેડાના આરોપોને નકારી કાઢ્યા છે. દરમિયાન આ મુદ્દાને લઈને કેનેડા અને ભારત વચ્ચે રાજદ્વારી તણાવ વધી રહ્યો છે. ભારતે કેનેડાના વિઝા અનિશ્ચિત સમય માટે સ્થગિત કર્યા છે અને કેનેડાને ભારતમાં મોકલવામાં આવેલા તેના રાજદ્વારીઓની સંખ્યા ઘટાડવા માટે પણ કહ્યું છે. આ સમગ્ર ઘટનાક્રમે પશ્ચિમી દેશોને મૂંઝવણમાં મુકી દીધા છે કારણ કે કેનેડા લાંબા સમયથી તેમનું સાથી છે, જ્યારે આ દેશો ચીનના વર્ચસ્વનો સામનો કરવા માટે ભારતને સાથે સંબધ વધારી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ