બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / In Dwarka PM Modi said that Okha will again shine on the map of the world

ખાતમુહૂર્ત / દ્વારકામાં PM મોદીનું સંબોધન: આહીરાણીઓનો માન્યો આભાર, કહ્યું ઓખા ફરી દુનિયાના નક્શામાં ચમકશે

Vishal Khamar

Last Updated: 03:40 PM, 25 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસ દરમ્યાન કરોડો રૂપિયાનાં વિકાસનાં કામોની ભેટ સૌરાષ્ટ્રવાસીઓને આપી છે. જેમાં ઓખા તેમજ બેટ દ્વારકાને જોડતો કેબલ બ્રિજનું લોકાર્પણ વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યું હતું.

દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદર જીલ્લાનાં રૂા. 4100 કરોડથી વધુનાં વિધિવત પ્રકલ્પોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે વડાપ્રધાને જણાવ્યું હતું કે, સંબોધન કરતા પહેલા વડાપ્રધાને દ્વારકાધીશની જય જયકાર કરતા સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. 

માતૃસ્વરૂપા એવા આહીરાણીઓનો હું માથુ નમાવીને આભાર માનું છુંઃ વડાપ્રધાન

વડાપ્રધાને સૌ પ્રથમ તો માતૃ સ્વરૂપા એવા આહીરાણીઓએ જે ઓવારણા લીધા એમનો હું શ્રદ્ધા, આદર પૂર્વક પ્રણામ કરી આભાર માનું છું. થોડા દિવસ પહેલા સોશિયલ  મીડિયામાં એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં દ્વારકામાં 37 હજાર આહીરાણીઓ એક સાથે ગરબા કરે. તો લોકો મને ગર્વથી કહેતા હતા કે દ્વારકામાં 37 હજાર આહીરાણીઓ. ત્યારે મે તેમને કહ્યું કે તમને કહ્યું કે તમને આ ગરબા દેખાયો પણ ત્યાંની એક બીજી વિશેષતા છે કે, 37 હજાર આહીર રાણી જ્યારે ગરબા કરતી હતી. ત્યારે તેમનાં શરીર પર 25 હજાર કિલો સોનું હતું.  આપ સૌ માતૃસ્વરૂપ આહીરાણીઓએ મારા ઓવારણા લીધા તેઓનું હું માથું નમાવીને આભાર માનું છું.  દેવભૂમિ દ્વારિકામાં ભગવાન કૃષ્ણ દ્વારિકાધીશનાં રૂપમાં બિરાજે છે. અહીંયા જે કંઈ પણ થાય છે તે દ્વારિકાધીશની કૃપાથી જ થાય છે. 

દ્વારકા આવતા શ્રદ્ધાળુઓને ફેરીબોટ પર આધારીત રહેવું પડતું હતુંઃ વડાપ્રધાન

વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, દ્વારકાનાં લોકો તેમજ શ્રદ્ધાળુઓને ફેરીબોટ પર આધારીત રહેવું પડતું હતું.   પહેલા દરિયો તેમજ ત્યારે બાદ રોડ મારફતે લાંબી મુસાફરી કરવી પડતી હતી. યાત્રીકોને ભારે હાલાકી પડતી હતી. તેમજ ક્યારેક દરિયાની ઉંચી લહેરોનાં કારણે ક્યારેક ક્યારેક બોટ સેવા બંધ પણ થઈ જતી હતી. જેથી શ્રદ્ધાળુઓને ભારે તકલીફ પડતી હતી. જ્યારે હું મુખ્યમંત્રી હતો. ત્યારે અહીંયાનાં સાથી જ્યારે પણ મારી પાસે આવતા હતા. ત્યારે બ્રિજની વાત જરૂર કરતા હતા. અને અમારા શિવ પબુભા તેમનો એક એજન્ડા હતો કે આ કામ મારે કરવું છે. ત્યારે આજે સૌથી વધુ ખુશ પબુભા છે. 

વધુ વાંચોઃ PM મોદીએ કર્યું સ્કૂબા ડાયવિંગ: દરિયામાં ડૂબેલી દ્વારકાના અવશેષોના કર્યા દર્શન, જુઓ તસવીરો

સુદર્શન સેતુ બન્યા બાદ ફરી એકવાર દુનિયાનાં નકશામાં મારૂ ઓખા ચમકવાનું છેઃ વડાપ્રધાન

ક્યારેક જૂની વાત યાદ આવે છે. રશિયામાં અષ્ટ્રાખાન નામનું એક રાજ્ય છે.  ગુજરાત અને અષ્ટ્રાખાન સાથે સિસ્ટર સ્ટેટનો આપણો નાતો છે.  હું જ્યારે મુખ્યત્રી હતો ત્યારે રશિયાના એસ્ટ્રાખાન રાજ્યમાં હું ગયો હતો. હું ત્યાં ગયો ત્યારે મારા માટે એક આશ્ચર્ય હતું.  ત્યાં જે સારામાં સારી બજાર હોય મોટામાં મોટો મોલ હોય તેનું નામ ઓખા ઉપર જ હોય. ત્યારે મેં પૂછ્યું કે આ ઓખા કેમ રાખવામાં આવ્યું છે.  સદીઓ પહેલા આપણા લોકો વેપાર માટે ત્યાં જતા અને અહીંયાથી જે ચીજ વસ્તુ ત્યાં જાય તેને ઉત્તમમાં ઉત્તમ ચીજ વસ્તુ માનવામાં આવતી હતી. એના કારણે આજે સદીઓ પછી પણ ઓખા નામની દુકાન હોય, ઓખા નામનો મોલ હોય તો ત્યાંનાં લોકોને લાગે કે આ ખૂબ ઉંચી ગુણવત્તાવાળી વસ્તુ અહીંયા મળે છે.   એ જે સદીઓ પહેલા આ મારા ઓખાની જે આબરૂ હતી તે સુદર્શન સેતુ બન્યા બની ફરી એકવાર દુનિયાનાં નકશામાં મારૂ ઓખા ચમકવાનું છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ