બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / In Dwarka one of the dhajas of the temple was broken

BIG BREAKING / VIDEO: દ્વારકામાં મંદિરની એક ધજા થઈ ખંડિત, ઈતિહાસમાં પહેલીવાર તૂટી આ પરંપરા

Malay

Last Updated: 01:22 PM, 14 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dwarka News: દ્વારકાથી મોટા સમાચાર સામે આવ્યા છે. તેજ પવન અને વરસાદના કારણે દ્વારકાધીશ જગત મંદિર પરની ધજા ખંડિત થઈ છે.

  • દ્વારકા જિલ્લામાં બિપોરજોય વાવાઝોડાની ભારે અસર
  • દ્વારકાધીશ મંદિરે એક પણ ધજા ન ચડાવાઈ
  • ઈતિહાસમાં પ્રથમવાર સતત બીજા દિવસે ધજા ન ચડાવાઈ

અરબી સમુદ્રમાં અતિપ્રચંડ બનેલું વાવાઝોડું બિપોરજોયના કારણે દ્વારકાનો દરિયો ગાંડોતૂર થયો છે. દ્વારકારના દરિયામાં 15 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. દ્વારકામાં વહેલી સવારથી જ ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ભારે પવનના કારણે દ્વારકાધીશના જગત મંદિર પરની 52 ગજની ધજા ખંડિત થઈ ગઈ છે. તેજ પવન અને વરસાદના કારણે 2 દિવસથી હાલ કોઈ નવી ધજા મંદિરના શિખર પર ચડી નથી, ત્યારે હાલ શિખર પર લેહરાતી ધજા ખંડિત થઇ છે. પૌરાણિક માન્યતા મુજબ ધજા ખંડિત થાય તે કોઈ મહત્વનું સૂચન હોઈ શકે છે.

આજે સતત બીજા દિવસે નહીં ચડાવાય ધજા
તો બીજી બાજુ ઈતિહાસમાં સતત બીજા દિવસે પણ દ્વારકાધીશના મંદિરે ધજા ચડાવવામાં આવશે નહી. ભારે પવન અને વરસાદના કારણે ગઈકાલે ધજા ચડાવવામાં આવી નહોતી. જ્યારે આજે પણ મંદિરે કોઈ ધજા ચડાવવામાં આવશે નહીં. બિપોરજોય વાવાઝોડાના કારણે દ્વારકા જિલ્લામાં ઇતિહાસ બદલતી ઘટનાઓ સામે આવી રહી છે. દ્વારકાધીશમાં પટરાણી રૂક્ષ્મણી માતાજીના મંદિરની ધજા તૂટ્યા બાદ ગઈકાલે દ્વારકાધીશ મંદિરે કોઈ ધજા ચડાવવામાં આવી નહોતી. મંદિરના તંત્ર દ્વારા આજે પણ ધજા ન ચડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દ્વારકામાં બે દિવસથી બનતી ઘટનાએ ભક્તોમાં ઉત્કઠાં વધારી છે. દ્વારકાધીશ મંદિરે 52 ગજની ધજા દિવસમાં 5 વખત ચડતી હોય છે. પરંતુ વાવાજોડાની અસરને લઇ સતત બે દિવસ ધજા નહીં ચડે.

બે દિવસ અગાઉ ચડાવવામાં આવી હતી એક સાથે બે ધજા 
દેવભૂમિ દ્વારકા ખાતે આવેલા દ્વારકાધીશ મંદિરે બે દિવસ અગાઉ બે ધજા એક સાથે ચડાવામાં આવી હતી. સવારે ભારે પવનના કારણે ધજા ચડાવાઇ નહોતી. જેથી બપોરે એક સાથે બે ધજા ફરકાવામાં આવી છે. બે ધજા સાથે ચડાવવાથી દ્વારકા પરથી સંકટ ટળી જશે એવી લોક માન્યતા છે. જેથી ગઈકાલે મંદિરે એકસાથે બે ધજા ચડાવવામાં આવી હતી. આપને જણાવી દઈએ કે, તૌકતે વાવાઝોડા વખતે પણ દ્વારકાધીશ મંદિરે બે ધજા એક સાથે ચડાવવામાં આવી હતી. બે ધજા સાથે ચડવાથી દ્વારકા પરનું સંકટ ટળી જતું હોવાની લોક માન્યતા છે.

અબોટી બ્રાહ્મણો દ્વારા ચડાવવામાં આવે છે દિવસની 5 ધજા
દ્વારકા જગતમંદિર મંદિરના શિખર પર વર્ષોથી અબોટી બ્રાહ્મણો દ્વારા દરરોજ પાંચ ધજા ચડાવવામાં આવે છે. ઠંડી હોય, ગરમી હોય કે ભારે વરસાદ હોય અબોટી બ્રાહ્મણો આ કાર્યને સેવા ગણીને દિવસની પાંચ ધજા ચઢાવવાનું ક્યારેય ચૂકતા નથી. તેમનો આ ક્રમ ક્યારેય તૂટ્યો નથી. તેઓ ગમે તેવી આફતમાં પણ ધજા ચઢાવવાનું ચૂકતા નથી. તેઓ જાતે ચઢીને મંદિર પર ધજા ફરકાવે છે. આ અબોટી બ્રાહ્મણોની વર્ષોની પરંપરા છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ