બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:28 PM, 9 January 2024
ADVERTISEMENT
શેરબજારને જોખમી વ્યવસાય ગણવામાં આવે છે. શેરબજારના ઘણા શેર એવા હોય છે કે જેમાં રોકાણ કરવાથી તમારી કિસ્મત બદલાઈ શકે છે. એવા ઘણા ઉદાહરણ છે. જેમાંથી ઘણા લોન્ગ ટર્મ પ્લાન તમને માલામાલ કરી દે છે તો કેટલાક શોર્ટ ટર્મવાળા શેર તમારી કિસ્મત બદલી નાખે છે. આવો જ એક મલ્ટીબેગર શેર છે. સોફ્ટવેયર ડેવલપમેન્ટ, ડિફેન્સ, ઈલેક્ટ્રિક વ્હીકલ્સ સેક્ટર સાથે જોડાયેલી કંપની નાઈબ લિમિટેડ (Nibe Limited)નો શેરે છે. જેમાં એક લાખ રૂપિયા લગાનાર લોકોની રકમ 5 વર્ષમાં 1 કરોડ રૂપિયાથી વધારે થઈ ગઈ છે.

ADVERTISEMENT
5 રૂપિયાની કિંમત પહોંચી 758 પર
Nibe Limitedના શેરોમાં રોકાણ કરનાર રોકાણકારો 5 વર્ષમાં જ માલામાલ થઈ ગયા છે. આ શેરના પરફોર્મેસ પર નજર કરવામાં આવે તો 2019થી લઈને 2024ની શરૂઆત સુધીના સમયમાં 12648 ટકા રિટર્ન મળ્યું છે. 2019માં કંપનીના એક શેરની કિંમત 5.95 રૂપિયા હતા. જ્યારે 8 જાન્યુઆરી 2024ના આ શેરની કિંમત 758.50 રૂપિયા પર બંધ થઈ હતી.
ADVERTISEMENT
1 લાખ રૂપિયાને બનાવ્યા એક કરોડથી વધારે
રોકાણકારોને મલ્ટીબેગર સ્ટોક સ્ટોકમાં ખુબ જ ફાયદો થયો છે. નાઈબ લિમિટેડના શેરને મળેલા રિટર્ન અનુસાર જુલાઈ 2019માં જે લોકોએ 1 લાખ રૂપિયાનું રોકાણ આ શેરમાં કર્યું હોય અને જેને અત્યાર સુધી આ શેરને સાચવી રાખ્યા હોય તેની આ એક લાખની કિંમત 1 કરોડ રૂપિયામાં બદલાઈ ગઈ છે. રોકાણકારોને 9600 ટકા વધુ રિટર્ન સાબિત થયું છે.
ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યો સ્ટોક
ડિફેન્સ અને ઈલેક્ટ્રિક વ્હીકલ સેક્ટરમાં કામ કરનારા આ કંપનીનું માર્કેટ કેપિટલાઈજેશન 948.67 કરોડ રૂપિયા છે. આ શેર સોમવારે કારોબારી દરમિયાન ઓલ ટાઈમ હાઈ રહ્યો હતો. સવારે 9.15 વાગ્યે શેર બજાર ઓપરન થવા પર આ શેર 750 રૂપિયા પર ખુલ્યો હતો અને થોડા જ સમય બાદ આ શેર પર અપર સર્કિટ લાગી ગઈ. કારોબારના અંતમાં 5 ટકા એટલે કે 36.10 રૂપિયાની તેજી સાથે 758.50 રૂપિયા પર લાઈફટાઈમ હાઈ લેવલ પર ક્લોઝ થયો હતો.
ADVERTISEMENT
રોકાણકારોને 5 વર્ષમાં 12000 ટકાથી વધારે રિટર્ન મળ્યું છે. છેલ્લા એક વર્ષની વાત કરવામાં આવે તો છેલ્લા એક વર્ષમાં 65 ટકાનું રિટર્ન મળ્યું છે. છેલ્લા 6 મહિનાની વાત કરવામાં આવે તો 118 ટકા રિટર્ન મળ્યું છે. છેલ્લા એક મહિનામાં 10 ટકાનો ઉછાળો આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.