બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / આરોગ્ય / if your child is facing early ageing hair problems then include these healthy foods in his diet routine

તંદુરસ્ત ખોરાક / આજકાલ બાળકોના વાળમાં વધી રહી છે આ સમસ્યા, છૂટકારો મેળવવા ડાયટમાં સામેલ કરો આ વસ્તુઓ

Premal

Last Updated: 07:48 PM, 31 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખરાબ લાઈફસ્ટાઈલ અને દૂષિત વાતાવરણનો ખરાબ પ્રભાવ આજકાલ વડીલો નહીં પરંતુ બાળકો પર પણ પડી રહ્યો છે. જેનાથી તેમનું આરોગ્ય નહીં, પરંતુ સ્કીન અને વાળની સમસ્યાનો પણ સામનો કરવો પડી રહ્યો છે. આજકાલ બાળકોને પણ વાળ ખરવા, વાળ ડ્રાય થવા અને સમય પહેલા વાળ સફેદ થવા જેવી સમસ્યાનો શિકાર થવુ પડે છે.

  • ખરાબ લાઈફસ્ટાઈલનો પ્રભાવ બાળકો પર પણ પડે છે
  • વાળ ખરવા, વાળ ડ્રાય થવા જેવી સમસ્યાનો સામનો કરે છે બાળકો
  • બાળકોના આહારમાં આ વસ્તુઓનો કરો ઉપયોગ, થશે સમસ્યા દૂર

આમ તો ઘણા લોકોને ગ્રે વાળ કરવાનો પણ શોખ હોય છે. પરંતુ વાળનો કાળો રંગ મોટાભાગના લોકોને પસંદ આવે છે. વાળ સફેદ થવા પાછળ સ્ટ્રેસ, જેનેટિક્સ અથવા પોષક તત્વોમાં કમી જેવા કારણો જવાબદાર હોઈ શકે છે.  પોષક તત્વોની કમીને આહાર દ્વારા પૂર્ણ કરી શકાય છે.  

ઈંડા

બાળકોના આરોગ્ય માટે આ એક બેસ્ટ ફૂડ માનવામાં આવે છે. જેમાં રહેલુ પ્રોટીન આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ લાભકારી હોય છે. જો તમે અને તમારું બાળક નૉનવેજ ખાવાના  શોખીન છો તો અઠવાડિયામાં ઓછામાં ઓછા તેને ત્રણ વખ ઈંડા ખાવા માટે આપો. જેનાથી વાળ સફેદ થવાની સમસ્યા દૂર થશે અને વાળ હેલ્થી પણ થશે. 

ડ્રાયફૂટ્સ

ડ્રાયફૂટ્સમાં રહેલ ઓમેગા-3 ફેટી એસિડ વાળને સારા રાખવામાં મદદગાર સાબિત થાય છે. એટલું જ નહીં, કેટલાંક ડ્રાયફૂટ્સમાં કોપર પણ પુષ્કળ માત્રામાં જોવા મળે છે અને આ શરીરમાં મેલાનિનનું પ્રોડક્શન પણ વધારે છે. જો તમે ઈચ્છો તો બાળકના ડાયટમાં બદામ અને અખરોટનો સમાવેશ કરી શકો છો. કારણકે જોવામાં આલવે તો તેમાં મેલાનિનને વધારવાની ક્ષમતા વધુ હોય છે. 

લીલા પાંદડાવાળા શાકભાજી

લીલા પાંદડાવાળા શાકભાજીમાં વિટામિન ઈ અને સી પુષ્કળ માત્રામાં હોય છે. આ શાકભાજીનું સેવન કરવાથી સ્કિન અને વાળની જગ્યા પર પણ બ્લડ સર્ક્યુલેશન સારું રહે છે. ખરેખર, સ્કેલ્પમાં બ્લડ સર્ક્યુલેશન ના થવાથી વાળ ખરવા અને સમય પહેલા વાળ સફેદ થવાનું શરૂ થઇ જાય છે. એવામાં બાળકોને લીલા પાંદડાવાળા શાકભાજીનું સેવન કરાવવુ અત્યંત જરૂરી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ