બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / If you want to keep blood sugar under control, do this before going to bed

સ્વાસ્થ્ય / ડાયાબિટીઝના દર્દીઓ માટે ખાસ! બ્લડ શુગર કંટ્રોલમાં રાખવું હોય તો સૂતાં પહેલા જરૂર કરો આ કામ

Pooja Khunti

Last Updated: 04:19 PM, 21 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડાયાબિટીસનાં દર્દીઓએ તેમના ખાનપાન અને દિનચર્યાનું વિશેષ ધ્યાન રાખવાનું હોય છે. તેમણે રાત્રે રિલેક્સ થઈને ઊંઘવું જોઈએ. જેનાથી સવારે બ્લડ શુગર નિયંત્રણમાં રહે.

  • ડાયાબિટીસના દર્દીઓ માટે ઊંઘ ખૂબ જ મહત્વપૂર્ણ છે
  • સૂવાના 3-4 કલાક પહેલા કેફીન ધરાવતી વસ્તુઓથી દૂર રહો
  • રાત્રે સૂતા પહેલા સારી રીતે બ્રશ કરવું જરૂરી છે

ડાયાબિટીસનાં દર્દીઓએ તેમના ખાનપાન અને દિનચર્યાનું વિશેષ ધ્યાન રાખવાનું હોય છે. તેમણે રાત્રે રિલેક્સ થઈને ઊંઘવું જોઈએ. જેનાથી સવારે બ્લડ શુગર નિયંત્રણમાં રહે. બ્લડ પ્રેશર નિયંત્રણમાં ન હોય તો તણાવ વધી જાય છે. એટલું જ નહીં, રાત્રે યોગ્ય ઊંઘ ન લેવાથી ઇન્સ્યુલિનની સંવેદનશીલતા વધે છે. એટલા માટે જરૂરી છે કે દિવસની જેમ રાત્રીની દિનચર્યાનું પણ ધ્યાન રાખવામાં આવે. 

ડાયાબિટીસના દર્દીઓ માટે ઊંઘ ખૂબ જ મહત્વપૂર્ણ છે
ડાયાબિટીસના દર્દીઓ માટે શારીરિક પ્રવૃત્તિ અને સ્વસ્થ આહારની સાથે-સાથે પૂરતી ઊંઘ લેવી પણ જરૂરી છે. કોઈપણ પુખ્ત વ્યક્તિએ ઓછામાં ઓછા સાતથી આઠ કલાકની ઊંઘ લેવી જરૂરી છે. તેથી રાત્રે આ દિનચર્યાનું પાલન કરીને તમારી ઊંઘ પૂર્ણ થાય તેની ખાતરી કરો. જેથી બીજા દિવસે બ્લડ શુગર લેવલ મેનેજ રહે.

કેફીનથી દૂર રહો
સૂવાના 3-4 કલાક પહેલા કેફીન ધરાવતી વસ્તુઓથી દૂર રહો. સૂતા પહેલા ચા, કોફી, સોડા, ચોકલેટને સંપૂર્ણપણે ટાળો. આ વસ્તુઓ ઊંઘમાં સૌથી વધુ ખલેલ પહોંચાડે છે. 

ચાલવા જાઓ
સૂતા પહેલા કરવામાં આવતી હળવી શારીરિક પ્રવૃત્તિ શરીરમાં ઇન્સ્યુલિન વાપરે છે. શારીરિક પ્રવૃત્તિ કરવાથી તણાવનું સ્તર ઘટે છે અને ઊંઘમાં સુધારો થાય છે. રાત્રિભોજન પછી થોડું ચાલવાથી શુગર લેવલ આખી રાત સ્થિર રહે છે. જો કે, ચાલવું અને શારીરિક પ્રવૃત્તિનો અર્થ વધુ પડતી કસરત નથી કારણ કે વધુ પડતી કસરત તમારા મગજને રાત્રે સક્રિય કરશે અને તમે ઊંઘી શકશો નહીં. 

મોડી રાત્રે ખાવાનું ટાળો
ડાયાબિટીસના દર્દીઓને ઓછી માત્રામાં ખાવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ મોડી રાત્રિના નાસ્તા કે જેમાં ચરબી, કેલરી અને કાર્બોહાઇડ્રેટ્સ વધુ હોય તે ન ખાવા જોઈએ. રાત્રે આવા ખોરાક ખાવાથી પણ વજન વધે છે. સવારે બ્લડ શુગર લેવલ વધી જાય છે અને પછી દવાઓની અસર પણ ઓછી થઈ જાય છે. 

ગેજેટ્સથી દૂર રહો
જો તમે સવારે ઉઠતાની સાથે જ તમારા બ્લડ શુગર લેવલને નિયંત્રણમાં રાખવા માંગતા હોય તો રાત્રે પૂરતી ઊંઘ લેવી જરૂરી છે. લેપટોપ અને મોબાઈલ ઘણીવાર ઊંઘમાં ખલેલ પહોંચાડે છે. આ વસ્તુઓથી અંતર રાખીને જ સૂઈ જાઓ.

વાંચવા જેવું: સ્મોકીંગની જેમ આ મોબાઈલ પણ કેન્સર કરાવશે! તમને પણ હોય આવી ટેવ તો આજે જ છોડો

બ્લડ શુગર લેવલ તપાસો
સૂતા પહેલા બ્લડ શુગર લેવલ ચેક કરવું એ સારી આદત છે અને તે બ્લડ શુગર લેવલને જાળવી રાખવામાં મદદ કરે છે. ખોરાક ખાધા પછી લગભગ બે કલાક સુધી બ્લડ શુગર લેવલ વધી શકે છે. પરંતુ જો આ રેન્જની નીચે હોય તો બ્લડ શુગર લેવલને વધુ ઘટતું અટકાવવા માટે કેટલાક હેલ્ધી સ્નેક્સ ખાઓ. જેથી રાત્રે કોઈ સમસ્યા ન થાય અને તમને સંપૂર્ણ ઊંઘ આવે.

બ્રશ કરવું મહત્વપૂર્ણ છે
ડાયાબિટીસના દર્દીઓને પેઢા અને દાંત સંબંધિત રોગોનું જોખમ રહે છે. તેથી તેમણે રાત્રે સૂતા પહેલા સારી રીતે બ્રશ કરવું જરૂરી છે. જેથી મોઢામાં કેવિટી ન રહે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ