બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / આરોગ્ય / If you see these symptoms along with frequent stomach pain or urination, then you have kidney stones

Health Tips / વારંવાર પેટમાં દુખાવો કે પેશાબ આવવા સહીત આ લક્ષણો દેખાય તો સમજી જવું કીડનીમાં થઇ ગઈ છે પથરી

Megha

Last Updated: 06:10 PM, 24 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કિડની સ્ટોન એ મીઠું અને ખનિજોથી બનેલો પથ્થર છે. શરૂઆતમાં આ કીડની સ્ટોન કે પથરી નાના દાણા જેવું હોઈ શકે છે

  • આજકાલની લાઈફસ્ટાઈલને કારણે પથરી સામાન્ય બિમારી બની છે
  • કિડની સ્ટોન એ મીઠું અને ખનિજોથી બનેલો પથ્થર છે

કિડની આપણા શરીરનું સૌથી મહત્વપૂર્ણ અંગ છે. કીડનીનું કામ છે શરીરમાં બનતા લોહીને ફિલ્ટર કરવાનું. કિડની લોહીમાંથી જરૂર ન પડતા રસાયણો જેવા કે સોડિયમ, કેલ્શિયમ અને અન્ય ખનિજો સૂક્ષ્મ કણોના રૂપમાં યુરેટર દ્વારા મૂત્રાશય સુધી પંહોચાડે છે. જે પેશાબ દ્વારા શરીરમાંથી બહાર ચાલ્યું જાય છે. જો આ પ્રક્રિયામાં કોઈ અડચણ આવે તો વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આવી અડચણો માંથી એક છે કિડનીમાં પથરી, જે આજકાલની લાઈફસ્ટાઈલને કારણે સામાન્ય બિમારી બની છે.

જાણો પથરી શું છે?
કિડની સ્ટોન એ મીઠું અને ખનિજોથી બનેલો પથ્થર છે. શરૂઆતમાં આ કીડની સ્ટોન કે પથરી નાના દાણા જેવું હોઈ શકે છે પરંતુ જો સમય રહેતા ધ્યાન ન આપો તો પછીથી તે મોટી સમસ્યા બની શકે છે. કિડની સ્ટોનની સમસ્યા વ્યક્તિના મૂત્રાશય પર ઘણી અસર કરે છે. જો કોઈ વખત વ્યક્તિની પથરી કિડનીમાંથી નીકળીને મૂત્રમાર્ગમાં ફસાઈ જાય તો તેને ખૂબ જ તીવ્ર દુખાવો સહન કરવો પડી શકે છે જે તમારા માટે ઘણો ખતરનાક સાબિત થઈ શકે છે. કિડનીમાં સ્ટોનની શરૂઆતમાં જો તેને ઓળખી લેવામાં આવે તો આવી સમસ્યાથી બચી શકાય છે. પથરીની શરૂઆતમાં શરીરમાં કયા લક્ષણો જોવા મળે ચાલો જણાવીએ... 

પથરીના લક્ષણો
કમર કે પેટમાં અચાનક તીવ્ર દુખાવો થવો એ કિડની સ્ટોનનું એક લક્ષણ છે.
જો તમને પેશાબ કરવામાં કોઈ સમસ્યા આવે છે તો એ કિડની સ્ટોનનો સંકેત હોઈ શકે છે. 
કિડની સ્ટોનનું સૌથી મોટું લક્ષણ પેશાબમાં લોહી આવું હોઈ શકે છે. જો ક્યારેય પેશાબમાં લોહી આવે તો તરત જ ડોક્ટર પાસે તપાસ કરાવવી જોઈએ.
વારંવાર ઉલ્ટી થવી પણ પથરી તરફ ઈશારો કરે છે.
જો તમને તાવ સાથે શરદી અને ધ્રુજારી આવે તો એ પણ પથરીની નિશાની છે.
ઘણી વખત મૂત્રમાર્ગમાં પથરી અટકી જાય છે એવા સમયે ખૂબ જ ઓછુ અને વારંવાર પેશાબ આવે છે. જો તમારી સાથે આવું થઈ રહ્યું છે તો તરત જ ડોક્ટર પાસે ચેક કરાવું જોઈએ. 
હાથ-પગમાં સોજા આવવા એ પણ પથરીનું લક્ષણ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ