બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

VTV / સ્પોર્ટસ / ICC World Cup 2019 India Pakistan Match

WC 2019 / આજે ભારત-પાકિસ્તાનઃ દાવ પર છે બે દેશની દોઢ અબજ ‘આશા’

vtvAdmin

Last Updated: 09:08 AM, 16 June 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

16 જૂનના એટલે કે કાલે ભારત-પાકિસ્તાન વ્ચચે વર્લ્ડકપ 2019માં મેચ રમાશે, ત્યારે જાણીએ કેટલીક રસપ્રદ વાતો

વર્લ્ડકપમાં પાક. બોલરનું ભારત સામે કંગાળ પ્રદર્શન:

ICC વર્લ્ડકપમાં આવતી કાલે ભારત-પાકિસ્તાનની ટીમ સાતમી વાર ટકરાશે. વર્લ્ડકપની મેચોમાં પાકિસ્તાનની ટીમ ભારત સામે એક પણ વાર જીતી શકી નથી, કારણ કે પાકિસ્તાની બોલર્સ ભારત સામે એટલું સારું પ્રદર્શન નથી કરી શકતા જેટલું તેઓ અન્ય ટીમ સામે કરતા હોય છે. વર્લ્ડકપમાં ભારત સામે પાક. બોલર્સના સરેરાશ અને ઇકોનોમી રેટની હાલત ખરાબ થઈ જાય છે. એનાથી તદ્દન ઊલટું ભારતીય બોલર્સ પાકિસ્તાન સામે વધુ સારું પ્રદર્શન કરે છે.

બોલિંગઃ મોહંમદ આમિર ભારત સામે ટાઇ ટાઇ ફિશ...

પાકિસ્તાનના બધા મુખ્ય બોલર્સની સરેરાશ ભારત સામે તેમની કરિયરની સરેરાશથી પણ ખરાબ છે. મોહંમદ આમિરની કરિયર સરેરાશ 29.91 છે, પરંતુ ભારત સામે તેની સરેરાશ 42.7 છે એટલે કે આમિર ભારત સામે રમે છે ત્યારે 42 રન આપીને એક વિકેટ ઝડપી શકે છે. આમિરનો ઓવરઓલ ઇકોનોમી રેટ 4.78 છે તે ભારત સામેની મેચમાં 4.98 થઈ જાય છે.

બેટિંગઃ માત્ર હફીઝ-શોએબની એવરેજ જ સારી

પાકિસ્તાનના બેટ્સમેનોમાં મોહંમદ હફીઝ અને શોએબ મલિકા જ એવા છે, જેમની ભારત સામેની એવરેજ તેમની કરિયરની એવરેજ કરતાં વધુ છે. હફીઝ ભારત સામે 11 મેચ રમ્યો છે, જેમાં તેણે 48.6 ની સરેરાશથી 486 રન બનાવ્યા છે. તેની કરિયર એવરેજ 33.19 ની છે. શોએબ મલિકની કરિયર એવરેજ 34.91 છે, જ્યારે તેણે ટીમ ઇન્ડિયા સામે રમેલી 41 મેચમાં 48.16ની સરેરાશથી 1782 રન બનાવ્યા છે. 

એશિયા કપ બાદ પ્રથમ ટક્કર:

2008 બાદથી ભારત-પાકિસ્તાન ફક્ત ICC અને એશિયા ક્રિકેટ કાઉન્સિલ (ACC)ની ટૂર્નામેન્ટમાં જ ટકરાય છે. આ બંને વચ્ચે છેલ્લો મુકાબલો ગત વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબરના એશિયાકપમાં થયો હતો. એ સમયે ભારતે બંને મેચમાં પાકિસ્તાનને માત આપી હતી. 
બેટ્સમેનોનો ઇંતેજાર કરી રહી છે ‘પાટા પીચ’ ઓલ્ડ ટ્રેફોર્ડ સ્ટેડિયમની સેન્ટર વિકેટમાં ઘાસનું એક તણખલું પણ નજરે પડતું નથી. આ જ પીચ પર આવતી કાલે ભારત-પાક.ની ટીમ ટકરાવાની છે. વર્તમાન વિશ્વકપમાં આ સ્ટેડિયમ પર પહેલી મેચ રમાશે. આ પીચ એકદમ નવી છે, જોકે વરસાદના કારણે કવરથી ઢંકાયેલી પીચમાં થોડો ભેજ હશે, જેના કારણે ફાસ્ટ બોલર્સને થોડી મદદ મળી શકે, પરંતુ જો કોઈ બેટ્સમેન પીચ પર ટકી ગયો તો તેને રન બનાવવામાં કોઈ મુશ્કેલી નહીં પડે.


 
10 સેકન્ડની જાહેરાતના બાકી સ્લોટનો ભાવ 35 લાખ રૂપિયા!

પ્રસારણકર્તા ચેનલે લગભગ 10 સેકન્ડની જાહેરાતના મોટા ભાગ સ્લોટ વેચી નાખ્યા છે, પરંતુ જે સ્લોટ બચ્યા છે તેની કિંમત 35 લાખ રૂપિયા બતાવવામાં આવી રહી છે. સામાન્ય રીતે ભારતની મેચમાં દસ સેકન્ડની જાહેરાતના સ્લોટની કિંમત દસથી બાર લાખ રૂપિયા હોય છે.   જે સ્લોટ બચ્યા છે તેને પ્રસારણકર્તા ચેનલ પ્રીમિયમ રેટથી વેચી રહી છે. લગભગ 85 % સ્લોટ રૂટિન પ્રક્રિયા હેઠળ બુક થઈ ચૂક્યા છે. બાકીના 15 % સ્લોટ પ્રીમિયમ રેટથી, એમાં પણ હવે ત્રણથી 4 % જ સ્લોટ બચ્યા છે, જેના ભાવ રૂપિયા 35 લાખના આંકને આંબી ગયો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. જે મેચમાં ભારત નથી રમતું, તેના સ્લોટ છથી સાડા છ લાખ રૂપિયામાં વેચાઈ રહ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ