બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

VTV / સ્પોર્ટસ / Cricket / ICC announces team of World Cup 2023: Six Indians find place, Rohit Sharma named captain, no Travis Head

વર્લ્ડ કપ / વર્લ્ડ કપ હાર્યાના બીજા જ દિવસે ટીમ ઈન્ડીયા માટે સારા સમાચાર, પેટ કમિન્સને ઝટકો

Hiralal

Last Updated: 02:52 PM, 21 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્લ્ડ કપ હાર્યાના બીજા જ દિવસે ટીમ ઈન્ડીયા માટે સારા સમાચાર છે. આઈસીસીની 2023 વર્લ્ડ કપની પ્લેઈંગ ઈલેવન યાદીમાં 6 ભારતીય ખેલાડીઓને સ્થાન મળ્યું છે.

  • વર્લ્ડ કપ હાર્યાના બીજા જ દિવસે ટીમ ઈન્ડીયા માટે ગુડ ન્યૂઝ
  • આઈસીસીએ 2023 વર્લ્ડ કપની પ્લેઈંગ ઈલેવન જાહેર કરી
  • ભારતના 6 ખેલાડીઓને સ્થાન મળ્યું 

વર્લ્ડ કપ હાર્યાના બીજા દિવસે ટીમ ઈન્ડીયા માટે સારા સમાચાર છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી) એ 2023 ના વર્લ્ડ કપ માટે તેની શ્રેષ્ઠ પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી દીધી છે. આ ટીમમાં ભારતના 6 ખેલાડીઓને સ્થાન મળ્યું છે. જોકે આશ્ચર્યની વાત એ છે કે, આ ટીમમાં ઓસ્ટ્રેલિયાને વર્લ્ડ ચેમ્પિયન બનાવનારા કેપ્ટન પેટ કમિન્સ નથી. આઈસીસીએ રોહિત શર્માને પોતાની ટીમનો કેપ્ટન બનાવ્યો છે.

રચિન રવિન્દ્ર,  હેનરિક ક્લાસેન ડેવિડ મિલરને પણ સ્થાન ન મળ્યું 
વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરનાર રચિન રવિન્દ્ર પણ આ ટીમનો ભાગ નથી. આ ઉપરાંત પોતાની વિસ્ફોટક બેટિંગથી દુનિયાને પ્રભાવિત કરનારા હેનરિક ક્લાસેન અને ડેવિડ મિલરને પણ આઈસીસી ટીમમાં સામેલ નથી.

ભારતના આ 6 ખેલાડીઓને મળ્યું સ્થાન
પ્લેઇંગ ઇલેવનમાં સામેલ 6 ભારતીય ખેલાડીઓની વાત કરીએ તો તેમાં વિરાટ કોહલી, કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને કેપ્ટન રોહિત શર્મા સામેલ છે. ટીમમાં સામેલ વિરાટ કોહલીએ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ 765 રન બનાવ્યા હતા. આ સિવાય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ 24 વિકેટ ઝડપી હતી. આ સિવાય વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલે સમગ્ર ટૂર્નામેન્ટમાં બેટની સાથે સાથે વિકેટની પાછળ પણ શાનદાર કામ કર્યું હતું.

બેસ્ટ પ્લેઈંગ ઈલેવનમાં કોણ કોણ 

આઇસીસીની બેસ્ટ પ્લેઈંગ ઈલેવનમાં ભારતના છ, શ્રીલંકાના એક, ન્યુઝીલેન્ડના એક, સાઉથ આફ્રિકાના એક અને ઓસ્ટ્રેલિયાના બે ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા હતા. જેમાં શ્રીલંકાના દિલશાન મદુશંકા, ન્યુઝીલેન્ડના ડેરિલ મિચેલ, સાઉથ આફ્રિકાના ક્વિન્ટોન ડી કોક અને ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલ તેમજ સ્પિનર એડમ ઝમ્પાનો સમાવેશ કરાયો છે. ક્વિન્ટોન ડી કોક વર્લ્ડ કપમાં સૌથી વધારે 4 સદી ફટકારી હતી. 

આઈસીસી વર્લ્ડ કપ 2023 બેસ્ટ ઇલેવન:
ક્વિન્ટોન ડી કોક, રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ડેરિલ મિશેલ, કેએલ રાહુલ, ગ્લેન મેક્સવેલ, રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, દિલશાન મદુશંકા, એડમ ઝમ્પા, મોહમ્મદ શમી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ