બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અમદાવાદ / ભાવનગર / રાજકોટ / I am in AAP only, no contact with BJP: this MLA from Saurashtra clarified

સ્પષ્ટતા / હું AAPમાં જ છું, ભાજપના કોઈ સંપર્કમાં નથી: સૌરાષ્ટ્રના આ ધારાસભ્યએ કરી સ્પષ્ટતા

Vishal Khamar

Last Updated: 04:58 PM, 11 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે જીત હાંસલ કરી છે પણ 156 સીટોથી પણ વધુ સીટ ભાજપ મેળવવા માંગતું હોઈ અપક્ષ ઉમેદવારોનો સંપર્ક સાધવાનું શરૂ કર્યું છે

  • AAPના ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાની ચર્ચા
  • હું આમ આદમી પાર્ટીમાં જ છું : હેમંત ખવા
  • આગામી સમયમાં આગેવાનો સાથે મળીને નિર્ણય લઇશ: ભૂપત ભાયાણી

 ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 6 સીટો મળવા પામી છે તો બીજી તરફ આપના ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ Vtv સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આ બધી વાતોને અફવા ગણાવી હતી અને તેઓએ જણાવ્યું હતું કે હું આમ આદમી પાર્ટીમાં જ છું. તેમજ કોઈ ભાજપના નેતા સાથે હું સંપર્કમાં નથી અને હું ભાજપમાં જોડાવાનો નથી.

આગેવાન તેમજ કાર્યકરો સાથે મળીને નિર્ણય કરીશુંઃભૂપત ભાયાણી
બીજી તરફ AAP વિસાવદરના ભૂપત ભાયાણી પણ તેમના કાર્યકરો સાથે આજે ભાજપમાં જોડાવાના છે તેવી અટકળોએ જોર પકડ્યું હતું. ત્યારે બાબતે ભૂપત ભાયાણીએ મીડિયા કર્મીઓને જણાવ્યું હતું કે હું  AAP માં છું BJPમાં જોડાયો નથી પણ આગામી સમયમાં આગેવાનો સાથે મળીને નિર્ણય કરીશું.

વિધાનસભામાં કોંગ્રેસના વિપક્ષના નેતા કોણ?
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થવા પામી છે અને કોંગ્રેસની હાર થતા કોંગ્રેસ પક્ષમાં સોંપો પડી જવા પામ્યો હતો. ત્યારે ગુજરાત વિધાનસભમાં હાર બાદ વિપક્ષના નેતા તરીકે કોની નિમણૂંક કરવી તે માટે કોંગ્રેસના નેતાઓ દ્વારા કાયદાકીય સલાહ લેવાનું શરૂ કર્યું છે. સંસદમાં જેવો નિયમ ગુજરાત વિધાનસભામાં ન હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે.

અર્જુન મોઢવાડિયાએ વિપક્ષના નેતા બનવાની ના પાડી
કોંગ્રેસ પક્ષ દ્વારા બીજી તરફ વિધાનસભામાં કોને વિપક્ષના નેતા તરીકે નિમણૂંક કરવી તે નામ પર મંથન કરવામાં આવી રહ્યું છે. જેમાં શૈલેષ પરમાર, ર્ડા.તુષાર ચૌધરી, જીગ્નેશ મેવાણીનું નામ હાલ ચર્ચામાં છે. કોંગ્રેસ હાઈકમાન્ડ જીગ્નેશ મેવાણીને વિપક્ષના નેતા બનાવવાના મૂડમાં છે. જ્યારે અર્જુન મોઢવાડિયાએ વિપક્ષના નેતા બનવાની ના પાડી દીધી છે. ત્યારે કોંગ્રેસમાં હવે વિપક્ષના નેતાનાં નામ પર વિચારણા ચાલી રહી છે.

મને પૈસા નો કે સત્તાનો મોહ નથી--ચૈતર વસાવા
આ બાબતે ડેડીયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપમાં જોડાવા પર સ્પષ્ટતા કરતા કહ્યું કે હું  આપમા છું અને આપમાં જ રહીશ. મને પૈસા નો કે સત્તાનો મોહ નથી. મારા મતદારાએ મારા પર વિશ્વાસ મુક્યો છે એટલે હું જનતા સાથે રહીશ અને કેજરીવાલે મુકેલા વિશ્વાસને હું નહીં તોડું જણાવ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ