બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / Assembly election 2023 / ગુજરાત / I accept defeat...: Veteran Congress leader from Saurashtra gives shocking reason for defeat

નિવેદન / હું હાર સ્વીકારું છું...: સૌરાષ્ટ્રના દિગ્ગજ કોંગ્રેસ નેતાએ પરાજય માટે આપ્યું ચોંકાવનારું કારણ

Megha

Last Updated: 10:34 AM, 8 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિધાનસભાની ચૂંટણીના 182 બેઠકોના વલણ સામે આવ્યા છે. જેમાં ભાજપ 146, કોંગ્રેસ 26, AAP 6 અને 4 બેઠકો પર અન્ય આગળ ચાલી રહ્યું છે એવામાં કોંગ્રેસ ઉમેદવાર લલીત વસોયાએ હાર સ્વીકારી છે.

  • વિધાનસભાની ચૂંટણીના 182 બેઠકોના વલણ સામે આવ્યા છે
  • ભાજપ 146, કોંગ્રેસ 26, AAP 6 અને 4 બેઠકો પર અન્ય
  • કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાનું નિવેદન સામે આવ્યું 

ગુજરાતમાં સતત સાતમી વખત ભાજપ સરકાર બનાવવા તરફ આગળ વધી રહ્યું છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં હાલ ભાજપ આગળ ચાલી રહ્યું છે. જણાવી દઈએ કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના 182 બેઠકોના વલણ સામે આવ્યા છે.  જેમાં ભાજપ 146, કોંગ્રેસ 26, AAP 6 અને 4 બેઠકો પર અન્ય આગળ ચાલી રહ્યું છે. 

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના પરિણામની ગણતરી થઇ રહી છે સૌરાષ્ટ્રની ધોરાજી બેઠક પર કોંગ્રેસની હાર થઈ છે અને ભાજપના ઉમેદવાર મહેન્દ્ર પાડલીયાની જીત થઈ ગઈ છે. આ બધા વચ્ચે લલીત વસોયાએ એક નિવેદન આપ્યું છે. 

આ હારને હું 100 ટકા સ્વીકારું છું - લલિત વસોયા
182 બેઠકોના વલણ પર જ્યાં ભાજપ જંગી જીત હાંસલ કરશે એવું દેખાઈ રહ્યું છે એ જોઇને કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા કહ્યું કે, 'આપ કોંગ્રેસને ડેમેજ કરી રહી છે, જો કોંગ્રેસ અને આપના મતનો સરવાળો કરી તો ભાજપથી વધારે થાય છે. આપ ભાજપની જ બી ટીમ છે અને એ કારણે જ મતનું વિભાજન થયું. આપનની એન્ટ્રીને કારણે કારણે જ સૌરાષ્ટ્રમાં કોંગ્રેસની હાર થઈ રહી છે અને આ હારને હું 100 ટકા સ્વીકારું છું.'

ગુજરાતમાં તારીખ 1 અને 5 ડિસેમ્બરના રોજ 15મી વિધાનસભાની બે તબક્કામાં ચૂંટણી યોજાઇ. જેનું મતદાન આજે પૂર્ણ થઇ ગયું છે. જેનું પરિણામ આજે ગુરુવારને 8 ડિસેમ્બરના રોજ આવશે. ત્યારે આ ચૂંટણીમાં વિધાનસભાની 182 બેઠકો માટે કુલ 1621 ઉમેદવારો મેદાનમાં હતા. જેમાં પહેલા તબક્કાની 89 બેઠકો માટે 788 ઉમેદવારો અને બીજા તબક્કાની 93 બેઠકો માટે 833 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાયો હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બંને તબક્કામાં કુલ 64.30 ટકા મતદાન નોંધાયું છે. જે ગત ચૂંટણી કરતા 4 ટકા ઓછું છે. ગુજરાતમાં 2017માં બંને તબક્કામાં કુલ 68 ટકા મતદાન નોંધાયું હતું. ગઇકાલે બુધવારે પ્રેસ કોન્ફરન્સમાં મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં 03 મતગણતરી કેન્દ્રો પર, સુરતમાં 02 મતગણતરી કેન્દ્ર પર અને આણંદમાં પણ 02 મતગણતરી કેન્દ્રો છે. એ સિવાય તમામ જિલ્લાઓમાં એક-એક મતગણતરી કેન્દ્ર ઉપર એકીસાથે મત ગણતરી શરૂ કરાશે.

રાજ્યભરમાં કુલ 37 કેન્દ્રો પર મતગણતરી હાથ ધરાશે
કુલ 182 બેઠકો પરના 1621 ઉમેદવારોના ભાવીનો આજે ફેંસલો થવાનો છે. રાજ્યમાં મતગણતરીની કામગીરી સવારે 8 વાગ્યાથી શરૂ થઇ જશે. રાજ્યભરમાં કુલ 37 કેન્દ્રો પર મતગણતરી કરવામાં આવશે.મત ગણતરી માટે ચૂંટણી સ્ટાફની નિમણૂંક કરાઈ છે. દરેક ટેબલ પર માઈક્રો ઓબઝર્વર હાજરી રહેશે. પોસ્ટલ બેલેટ બાદ ઈવીએમની ગણતરી હાથ ધરાશે. કાઉન્ટિંગ દરમિયાન ત્રિ-સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. સ્ટ્રોંગ રૂમ બહાર CAPF ની ટીમ તૈનાત કરાઈ છે

બંને તબક્કામાં કુલ 64.30 ટકા મતદાન નોંધાયું હતું
ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીમાં વિધાનસભાની 182 પૈકી 89 બેઠકો પર સાંજના પાંચ વાગ્યા સુધીમાં પૂર્ણ થઇ જતા 788 ઉમેદવારોનું ભાવી EVMમાં સીલ થયું હતું. પ્રથમ તબક્કાની આ ચૂંટણીમાં તમામ 89 બેઠકો પર સરેરાશ 63.14 ટકા મતદાન થયું હતું. દક્ષિણ ગુજરાતની સરખામણીમાં સૌરાષ્ટ્રમાં ઓછું મતદાન થયું હતું. સૌથી વધુ 78.24 ટકા મતદાન નર્મદા જિલ્લામાં નોંધાયું હતું. બીજા નંબરે તાપી જિલ્લામાં 76.91 ટકા મતદાન નોંધાયું હતું. સૌરાષ્ટ્રમાં મોરબીમાં સૌથી વધુ 69.65 ટકા મતદાન નોંધાયું જ્યારે સૌથી ઓછું મતદાન બોટાદમાં 57.58 ટકા મતદાન નોંધાયું હતું. બીજા તબક્કામાં 65.31 ટકા મતદાન નોંધાયું હતું. સૌથી વધુ બનાસકાંઠામાં 71.40% સૌથી ઓછું અમદાવાદમાં 58.32% મતદાન નોંધાયું હતું.

રાજ્યના તમામ મતગણતરી મથકોએ આવશ્યક તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે સમગ્ર કાઉન્ટિંગ પ્રોસેસ માટે 182 કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ, 182 ચૂંટણી અધિકારી અને 494 મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે. મતગણતરી માટે વધારાના 78 મદદનીશ ચૂંટણી અધિકારી હશે. આ ઉપરાંત 71 વધારાના મદદનીશ ચૂંટણી અધિકારીઓને ઇલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમ માટે જવાબદારી સોંપવામાં આવી છે. તમામ કાઉન્ટિંગ સ્ટાફની નિમણૂક થઈ ગઈ છે. સેકન્ડ રેન્ડમાઇઝેશન પણ પૂર્ણ થઈ ગઈ છે અને મતગણતરી પહેલા સવારે 5:00 વાગે થર્ડ રેન્ડમાઇઝેશન પ્રક્રિયા કરાશે. મતદાન કેન્દ્રના દરેક ટેબલ પર એક માઈક્રો-ઑબ્ઝર્વર, કાઉન્ટીંગ સુપરવાઈઝર અને કાઉન્ટીંગ આસિસ્ટન્ટને ફરજ સોંપવામાં આવી છે. આ ઉપરાંત કાઉન્ટીંગ હૉલમાં બે માઈક્રો-ઑબ્ઝર્વર મૂકવામાં આવશે. મતગણતરીની સમગ્ર પ્રક્રિયાની વિડિયોગ્રાફી કરવામાં આવશે.

મતગણતરી મથકો પર ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્યતા પ્રાપ્ત અધિકારીઓ, નિરિક્ષકો, ફરજરત કર્મચારીઓ-અધિકારીઓ, ઉમેદવારો તથા કાઉન્ટીંગ એજન્ટ્સ અને દરેક ઉમેદવારના  કાઉન્ટિંગ એજન્ટ્સ પણ પ્રવેશ કરી શકશે. રિટર્નિંગ ઑફિસર/આસિસ્ટન્ટ રિટર્નિંગ ઑફિસર, ઉમેદવાર-કાઉન્ટીંગ એજન્ટ્સ તથા ભારતના ચૂંટણી પંચ દ્વારા નિમણૂંક પામેલા ઑબ્ઝર્વર્સની હાજરીમાં સ્ટ્રોંગરૂમમાંથી EVM બહાર કાઢી કાઉન્ટીંગ હૉલમાં ગોઠવવામાં આવશે. સવારે 8:00 વાગે સૌપ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી કરાશે અને 8:30 વાગ્યાથી પોસ્ટલ બેલેટની સાથે સાથે EVMના મતોની ગણતરી પણ શરુ કરાશે. 

મતગણતરીની તૈયારીઓની સમીક્ષા કરાઇ
તમામ કાઉન્ટિંગ સેન્ટર પર ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ મતગણતરીની તૈયારીઓની સમીક્ષા કરી તેને આખરી ઓપ આપતાં જણાવ્યું કે, રાજ્યના 33 જિલ્લામાં 37 મતગણતરી મથકોએ તમામ આવશ્યક તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. મત ગણતરી કેન્દ્રના કેમ્પસની બહાર સ્થાનિક પોલીસનો પહેરો હશે. મતગણતરી લોકેશન પર એસઆરપીએફ અને મતગણતરી કેન્દ્રના દરવાજાની બહાર સીએપીએફનો ચુસ્ત બંદોબસ્ત હશે. ફરજ પરના અધિકારીઓ અને ખાસ મંજૂરી પ્રાપ્ત રાજકિય પ્રતિનિધિઓ સિવાય વ્યક્તિ કે વાહનને આ સંકુલમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં.  રાજ્યના તમામ કાઉન્ટીંગ સેન્ટર્સને કોમ્પ્યુટર, ઈન્ટરનેટ, ટેલિફોન અને ફેક્સ જેવી અત્યાધુનિક સંચારસુવિધાથી સજ્જ કરવામાં આવ્યા છે. મોબાઈલ ટેલિફોન, આઈ-પેડ કે લેપટૉપ જેવા ઈલેક્ટ્રોનિક ઉપકરણો મતગણતરી કેન્દ્રમાં લઈ જઈ શકાશે નહીં. કમિશનના ઑબ્ઝર્વર્સ, રિટર્નિંગ ઑફિસર, આસિસ્ટન્ટ રિટર્નિંગ ઑફિસર અને કાઉન્ટીંગ સુપરવાઈઝર્સ પર આ પ્રતિબંધ લાગુ પડશે નહીં. દરેક મતગણતરી કેન્દ્રમાં મિડિયા સેન્ટર ઉભુ કરવામાં આવ્યું છે. મિડિયા સેન્ટર સિવાય મતગણતરી કેન્દ્રના સંકુલમાં ક્યાંય પણ મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકાશે નહીં.

બંને તબક્કામાં કુલ 70 રાજકીય પક્ષો ચૂંટણી મેદાને હતા
વધુમાં આ બંન્ને તબક્કામાં 29 જેટલાં રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા હતા જ્યારે 10 રાજકીય પક્ષોએ માત્ર પ્રથમ તબક્કામાં અને 31 રાજકીય પક્ષોએ માત્ર બીજા તબક્કામાં ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી હતી. આમ, બંને તબક્કામાં કુલ 70 રાજકીય પક્ષો ચૂંટણી મેદાનમાં હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ