બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / રાજકોટ / Husband lost his life in front of his wife due to stray cattle, cattle registration will be made mandatory in this district of Gu

જાહેરનામું / રખડતાં ઢોરેને લીધે પત્નીની નજર સામે જ પતિએ જીવ ગુમાવ્યો, ગુજરાતના આ જિલ્લામાં પશુઓનું રજિસ્ટ્રેશન કરાશે ફરજિયાત

Vishal Khamar

Last Updated: 09:13 PM, 17 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગર પાલિકા દ્વારા રખડતા ઢોરોને લઈને જાહેરનામું બહાર પાડ્યું છે. ગોંડલમાં બાઈક દંપતિ જઈ રહ્યું હતું ત્યારે અચાનક આખલો આડે ઉતરતા બાઈક સવાર વ્યક્તિનું મૃત્યું નિપજ્યું હતું.

  • ગોંડલમાં રખડતા પશુએ યુવકનો લીધો જીવ
  • ગાંધીનગરમાં રખડતા પશુને લઈને જાહેરનામુ
  • 60 દિવસમાં પશુમાલિકોએ રજીસ્ટ્રેશન કરાવવુ પડશે

ગાંધીનગરમાં તમામ પશુઓના રજીસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવશે. ગાંધીનગરમાં રખડતા પશુઓને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં 60 દિવસમાં પશુ માલિકોએ રજીસ્ટ્રેશન કરાવવું પડશે. ત્યારે શહેરમાં તમામ પશુઓને RFID ટેગ લગાવવામાં આવશે. તેમજ પશુના મૃત્યું અને વેચાણ કિસ્સામાં પશુ માલિકોએ મનપાને જાણ કરવી પડશે. 

યુવાનનું મોત નીપજતા પરિવાર શોક મગ્ન બન્યો

ગોંડલ તાલુકાના વાછરા ગામે રહેતા અને ખાખરાનો ગૃહ ઉદ્યોગ ચલાવી ઘર ગુજરાત ચલાવતા દંપતી ગુરૂવાર સાંજે ગોંડલ થી વાછરા ગામ જઈ રહ્યા હતા. ત્યારે ઘોઘાવદર ચોકમાં બાઈક આડે આખલો ઉતરતા સર્જાયેલ અકસ્માતમાં દંપતી ઘવાતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં હેમરેજના કારણે યુવાનનું મોત નીપજતા પરિવાર શોક મગ્ન બન્યો હતો. 
બનાવના પગલે પરિવારજનો શોકમગ્ન
પ્રાપ્ત વિગતો મુજબ વાછરા ગામે રહેતા સંજયભાઈ જયંતીલાલ રાવલ ઉ.વ. 47 અને તેમના પત્ની નેહાબેન ગુરુવારે સાંજે પોતાના બાઈક પર ગોંડલ થી વાછરા ઘરે જઈ રહ્યા હતા ત્યારે ઘોઘાવદર ચોકમાં અચાનક જ આખલો આડે આવતા અકસ્માત સર્જાયો હતો જેમાં દંપત્તિ ગંભીર રીતે ઘવાતા અત્રેની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સંજયભાઈનું બ્રેન હેમરેજના કારણે મોત નીપજતા તેમના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવના પગલે પરિવાર શોક મગ્ન બન્યો હતો. સંજયભાઈ બે ભાઈ અને એક બહેનના પરિવારમાં મોટા હતા અને અકસ્માતમાં તેમની અચાનક વિદાયથી દીકરા દીકરીએ પિતાની છત્ર છાયા ગુમાવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ