ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / Huge Hike In Petrol-Diesel Price Today, Know The Price Of Your City

Petrol Diesel Price / આજે ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયો ભારે વધારો, 31 દિવસમાં લગભગ 8 રૂપિયા સુધી વધ્યા છે ભાવ

Published By: Bhushita

Last Updated: 07:56 AM, 26 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકારી તેલ કંપનીઓએ શનિવારે ફરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો વધારો કર્યો છે. બંનેના ભાવમાં 35 પૈસાનો વધારો કરાયો છે.

ADVERTISEMENT

  • તેલ કંપનીઓએ શનિવારે ફરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધાર્યા
  • પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં કર્યો 35 પૈસાનો વધારો
  • 31 દિવસમાં લગભગ 8 રૂપિયા સુધી વધ્યા છે ભાવ 

 
હાલમાં દુનિયાભરમાં ઈંધણની માંગ વધી રહી છે ત્યારે સરકારી તેલ કંપનીઓએ ઈંધણના ભાવમાં વધારો કર્યો છે. શનિવારે એટલે કે આજે એકસાથે 35 પૈસાનો વધારો પેટ્રોલ અને ડીઝલમાં જોવા મળી શકે છે. શનિવારે દિલ્હીમાં પેટ્રોલ 98.11 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 88. 65 રૂપિયા પ્રતિ લિટર થયું છે. 

31 દિવસમાં 7.79 રૂપિયા મોઘું થયું છે પેટ્રોલ
જાણવા મળ્યું છે કે જ્યારે કોઈ મહત્વની ચૂંટણી હોય તો પેટ્રોલ અને ડીઝલના ભાવ વધતા નથી. વિધાનસભાની ચૂંટણીની પ્રક્રિયા ચાલવાના કારણે માર્ચ અને એપ્રિલમાં પેટ્રોલની કિંમતોમાં કોઈ વધારો થયો ન હતો. આ પછી છેલ્લા 31 દિવસમાં 7.79 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે.  

31 દિવસમાં 7.87 રૂપિયા મોંઘું થયું ડીઝલ
5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી માટેની સૂચના 26 ફેબ્રુઆરીએ જાહેર કરાઈ હતી. આ પહેલા સરકારી તેલ કંપનીઓએ થેલ્લી વાર 27 ફેબ્રુઆરીએ 17 પૈસાનો વધારો ડીઝલના ભાવમાં કર્યો હતો. આ પછી 2 મહિનાથી વધારે સમય સુધી કોઈ વધારો કરાયો નથી. પરંતુ 4મે પછી અત્યાર સુધીમાં 31 દિવસમાં થોડો થોડો કરીને 7.87 રૂપિયાનો વધારો કરી દેવાયો છે. 


કયા શહેરમાં કેટલા ભાવ? 
 
દિલ્લી
પેટ્રોલ- 98.11 રૂ/ લિટર
ડીઝલ -88.65રૂ/ લિટર
 
મુંબઇ
પેટ્રોલ- 104.22 રૂ/ લિટર
ડીઝલ- 96.16 રૂ/ લિટર
 
ચેન્નઇ
પેટ્રોલ- 99.18 રૂ/ લિટર
ડીઝલ- 93.22 રૂ/ લિટર
 
કોલકત્તા
પેટ્રોલ- 97.99 રૂ/ લિટર
ડીઝલ- 91.49 રૂ/ લિટર
 
ભોપાલ
પેટ્રોલ- 106.35 રૂ/ લિટર
ડીઝલ- - 97.37 રૂ/ લિટર
 
રાંચી
પેટ્રોલ- 93.82 રૂ/ લિટર
ડીઝલ- 93.57 રૂ/ લિટર
 
બેંગાલુરુ
પેટ્રોલ- 101.39 રૂ/ લિટર
ડીઝલ- 93.98 રૂ/ લિટર
 
પટના
પેટ્રોલ- 100.13 રૂ/ લિટર
ડીઝલ- 94.00 રૂ/ લિટર
 
ચંદીગઢ
પેટ્રોલ- 94.35 રૂ/ લિટર
ડીઝલ- 88.29 રૂ/ લિટર
 
લખનઉ
પેટ્રોલ- 95.29 રૂ/ લિટર
ડીઝલ- 89.06 રૂ/ લિટર

દર રોજ સવારે 6 વાગે બદલાય છે કિંમતો

ઉલ્લેખનીય છે કે દરરોજ સવારે 6 વાગે પેટ્રોલ અને ડીઝલની કિંમતો બદલાય છે. સવારે 6 વાગે નવા ભાવ લાગૂ થઈ જાય છે. પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ તેના ભાવ બે ગણા થઈ જાય છે. વિદેશી મુદ્રા દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડના ભાવ શુ છે. આ આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે.  આ માપદંડોના આધાર પર પેટ્રોલ રેટ અને ડીઝલના રેટ નક્કી કરવાનું કામ તેલ કંપનીઓ કરે છે. ડીલર પેટ્રોલ પંપ ચલાવનારા લોકો છે. તે પોતાને રિટેલ કિંમતો પર ઉપભોક્તાઓને અંતમાં ટેક્સ અને પોતાના માર્જિનને જોડ્યા બાદ પેટ્રોલ વેચે છે. પેટ્રોલ - ડીઝલમાં આ કોસ્ટ પણ જોડાઈ જાય છે.

જાણો તમારા શહેરમાં કેટલો છે ભાવ

પેટ્રોલ-ડિઝલની કિંમત તમે  SMS દ્વારા જાણી શકો છો. ઇંડિયન ઓઇલની વેબસાઇના અનુસાર તમે RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર મોકલવાનો રહેશે. બીપીસીએલ ગ્રાહકો RSP લખીને 9223112222 પર મેસેજ મોકલી શકે છે. એચપીસીએલ ગ્રાહકો HPPrice લખીને 9222201122 પર મેસેજ કરીને ભાવ જાણી શકે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Huge Hike Petrol-Diesel Price ઈંઘણ કિંમત કેલ કંપનીઓ ડીઝલ પેટ્રોલ ભાવ વધારો petrol diesel price

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ