બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / How will Chandrayaan-3 interact with Earth after going to the Moon? How will it approach the earth?

Chandrayaan3 / 3 લાખ 84 હજાર કિલોમીટર દૂર ચંદ્ર પર ગયા પછી ચંદ્રયાન-3 પૃથ્વી સાથે કેવી રીતે સંપર્ક કરશે?

Pravin Joshi

Last Updated: 08:57 PM, 14 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રોપલ્શન મોડ્યુલમાં એસ-બેન્ડ ટ્રાન્સપોન્ડર છે, જે ઈન્ડિયન ડીપ સ્પેસ નેટવર્ક (IDSN) સાથે સીધા સંપર્કમાં રહેશે. એટલે કે લેન્ડર-રોવરથી મળેલો મેસેજ ભારત પહોંચશે.

  • 'ચંદ્રયાન-3'એ આજે બપોરે 2.35 કલાકે ચંદ્ર તરફ ઉડાન ભરી
  • ચંદ્રયાન-3માં સ્વદેશી પ્રોપલ્શન મોડ્યુલ મોકલવામાં આવ્યું
  • એસ-બેન્ડ ટ્રાન્સપોન્ડર દ્વારા IDSN સાથે સીધા સંપર્કમાં રહેશે
  • IDSN એ ISROના ટેલિમેટ્રી, ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્કનો એક ભાગ

હરિકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર પરથી મિશન ચંદ્રયાન-3નું પ્રક્ષેપણ સફળ રહ્યું છે. ઇસરોએ કહ્યું કે એલવીએમ-એમ4 ચંદ્રયાન-3ને પૃથ્વીની કક્ષામાં લઇને સફળતાપૂર્વક પ્રવેશ કર્યો છે. ત્યારબાદ ચંદ્રયાન-3એ લોન્ચ રોકેટથી અલગ થઇને ચંદ્રમા સુધી પોતાની યાત્રા શરૂ કરી દીધી. ચંદ્રયાન-3ને ચંદ્રમાની સપાટી પર ઉતરવામાં અંદાજે 50 દિવસનો સમય લાગશે. ઇસરોના જણાવ્યા પ્રમાણે 23 અથવા 24 ઓગસ્ટ સુધીમાં ચંદ્રની સપાટી પર લેન્ડ કરી શકે છે. આ વખતે ચંદ્રયાન-3માં ઓર્બિટર મોકલવામાં આવી રહ્યું નથી. આ વખતે સ્વદેશી પ્રોપલ્શન મોડ્યુલ મોકલવામાં આવી રહ્યું છે. તે લેન્ડર અને રોવરને ચંદ્રની ભ્રમણકક્ષામાં લઈ જશે. આ પછી તે 100 કિમીની ગોળાકાર ભ્રમણકક્ષામાં ચંદ્રની આસપાસ પરિભ્રમણ કરવાનું ચાલુ રાખશે. તેને ઓર્બિટર કહેવામાં આવતું નથી કારણ કે તે ચંદ્રનો અભ્યાસ કરશે નહીં.

Topic | VTV Gujarati

મેસેજ મોકલવાની પ્રક્રિયા કંઈક આ પ્રકારની હશે

પ્રોપલ્શન મોડ્યુલમાં એસ-બેન્ડ ટ્રાન્સપોન્ડર છે, જે ઈન્ડિયન ડીપ સ્પેસ નેટવર્ક (IDSN) સાથે સીધા સંપર્કમાં રહેશે. એટલે કે લેન્ડર-રોવરથી મળેલો મેસેજ ભારત પહોંચશે. મેસેજ મોકલવાની પ્રક્રિયા કંઈક આ પ્રકારની હશે. રોવર લેન્ડરને જે પણ જોશે તેના વિશે સંદેશ મોકલશે. ચંદ્રયાન-3ને લોન્ચ કર્યા પછી લગભગ 17 મિનિટ સુધી મોનિટર કરે છે. તેનો માર્ગ જોશે. લેન્ડર તે સંદેશ સીધો IDSN અથવા પ્રોપલ્શન મોડ્યુલને મોકલશે. પ્રોપલ્શન મોડ્યુલમાં એસ-બેન્ડ ટ્રાન્સપોન્ડર દ્વારા કર્ણાટકના રામનગર જિલ્લામાં સ્થિત બ્યાલાલુ ભારતીય ડીપ સ્પેસ નેટવર્કનો સંપર્ક કરશે. IDSN પાસે ચાર મોટા એન્ટેના છે. 32 મીટર ડીપ સ્પેસ ટ્રેકિંગ એન્ટેના, 18 મીટર ડીપ સ્પેસ ટ્રેકિંગ એન્ટેના અને 11 મીટર ટર્મિનલ ટ્રેકિંગ એન્ટેના છે તેમના દ્વારા સંદેશ પ્રાપ્ત થશે.

આવતાં વર્ષે ચંદ્રયાન -3 મોકલવાની તૈયારીઓ શરૂ, ચંદ્રયાન -2નું ઓર્બિટર આવશે  કામ! | ISRO New Project Chandrayaan-3 Second bid to land on Moon by  November 2020

દેશના 21 ગ્રાઉન્ડ સ્ટેશનો પર સંપર્ક અને સંકલન

DSN એ ISROના ટેલિમેટ્રી, ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્ક (ISTRAC)નો એક ભાગ છે. જ્યાં એસ-બેન્ડ અને એક્સ-બેન્ડ ટ્રાન્સપોન્ડરોથી મેસેજ મળે છે. ISRO નેવિગેશન સેન્ટર પણ આ IDSN માં જ છે. જે IRNSS શ્રેણીની સેટેલાઇટ સિસ્ટમમાંથી સંદેશા મેળવે છે. અહીં એક ઉચ્ચ સ્થિરતાની અણુ ઘડિયાળ પણ છે. તેના દ્વારા જ દેશના 21 ગ્રાઉન્ડ સ્ટેશનો પર સંપર્ક અને સંકલન થાય છે.

Topic | VTV Gujarati

પ્રોપલ્શન મોડ્યુલનું અંદાજિત જીવન 3 થી 6 મહિના

IDSN ISROના તમામ ઉપગ્રહો, ચંદ્રયાન-1, મંગલયાન, ચંદ્રયાન-2, નેવિગેશન ઉપગ્રહો, કાર્ટોગ્રાફી ઉપગ્રહો સાથે વાતચીત કરે છે. પ્રોપલ્શન મોડ્યુલનું અંદાજિત જીવન 3 થી 6 મહિના છે. તે લાંબા સમય સુધી કામ કરી શકે છે. ત્યાં સુધી આ મોડ્યુલ માત્ર IDSN દ્વારા પૃથ્વીનો સંપર્ક કરતું રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ