બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ફેશન અને સૌંદર્ય / ઘીમાં આ 2 વસ્તુઓને મિક્સ કરી ઘરે જ બનાવો નેચરલ લિપ બામ, હોઠ બનશે સોફ્ટ અને ગુલાબી!

બ્યુટી ટિપ્સ / ઘીમાં આ 2 વસ્તુઓને મિક્સ કરી ઘરે જ બનાવો નેચરલ લિપ બામ, હોઠ બનશે સોફ્ટ અને ગુલાબી!

Published By: Bijal Vyas

Last Updated: 05:08 PM, 17 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Homemade Ghee Lip Balm: ઘી માત્ર આપણા સ્વાસ્થ્ય માટે જ ફાયદાકારક નથી, પરંતુ ત્વચાની સંભાળમાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. આવો જાણીએ ઘીનો ઉપયોગ કરીને નેચરલ લિપ બામ બનાવવાની રીત, જે તમે ઘરે સરળતાથી બનાવી શકો છો.

આપણા હોઠ ચહેરાની સુંદરતામાં વધારો કરે છે. જોકે, બદલાતું હવામાન, આકરો તડકો અને કેમિકલવાળા પ્રોડક્ટ્સને કારણે તે ઘણીવાર સૂકા અને ફાટી ગયેલા બની જાય છે. આવી સ્થિતિમાં, યોગ્ય કાળજી લેવી ખૂબ જ જરુરી બની જાય છે. મોટાભાગના લોકો આ માટે બજારમાં મળતા લિપ બામનો ઉપયોગ કરે છે.

જોકે, બજારમાં મળતા લિપ બામમાં ઘણીવાર એવા કેમિકલ હોય છે, જે તમારા હોઠને નુકસાન પહોંચાડી શકે છે. જો તમે કુદરતી પદ્ધતિઓનો ઉપયોગ કરીને તમારા હોઠને મુલાયમ અને સ્વસ્થ રાખવા માંગતા હોય, તો ઘરે બનાવેલું ઘી-આધારિત લિપ બામ એક બેસ્ટ ઓપ્શન છે.

ઘીનું લિપ બામ બનાવવા માટે જરુરી સામગ્રી

  • 4 મોટી ચમચી દેશી ઘી
  • 2 મોટી ચમચી નારિયેળ તેલ
  • 1 મોટી ચમચી મધ
  • અમુક ટીપા એસેંશિયલ ઓઇલ(ફૂદીનો અથવા લવન્ડર, ઓપ્શનલ)
Lips Crack

લિપ બામ બનાવવાની રીત:

  • ઘીનો ઉપયોગ કરીને લિપ બામ બનાવવા માટે, સૌપ્રથમ ઘી અને નાળિયેરના તેલને એક નાના પાત્રમાં લો અને ધીમી આંચ પર ત્યાં સુધી હળવા ગરમ કરો જ્યાં સુધી તે બંને સંપૂર્ણપણે ઓગળી ન જાય. ત્યારબાદ, આ મિશ્રણને થોડું ઠંડું થવા દો.
  • હવે, તેમાં મધ ઉમેરો અને બરાબર મિક્સ કરો. જો તમે ઈચ્છો તો, તેમાં તમારા મનપસંદ એસેન્શિયલ ઓઈલના થોડા ટીપાં પણ ઉમેરી શકો છો.
  • ત્યારબાદ, તૈયાર કરેલા મિશ્રણને એક સ્વચ્છ અને સૂકા નાના ડબ્બામાં અથવા લિપ બામની ટ્યુબમાં ભરી લો.
  • તેને થોડા કલાકો માટે રેફ્રિજરેટરમાં મૂકો. મિશ્રણ બરાબર સેટ થઈ જાય એટલે તમારું નેચરલ લિપ બામ વાપરવા માટે તૈયાર થઈ જશે.

આ પણ વાંચોઃ સફેદ વાળોથી છે પરેશાન? ઘર પર આ રીતે બનાવો કોફી હેયર ડાઈ, કેમિકલ વગર વાળ કાળા થશે

ઉપયોગ કરતી વખતે રાખો આ વાતોનું રાખો ધ્યાન

  • પહેલી વાર ઉપયોગ કરતા પહેલા હંમેશા પેચ ટેસ્ટ કરો.
  • લિપ બામને હંમેશા સ્વચ્છ અને સૂકા કન્ટેનરમાં રાખો.
  • તેને ઠંડી, સૂકી જગ્યાએ અથવા ફ્રિજમાં રાખો.
  • જોકે આ લિપ બામ કુદરતી ઘટકોમાંથી બનેલું છે અને સંપૂર્ણપણે સુરક્ષિત છે, તેમ છતાં તેના ઉપયોગ પછી જો તમને કોઈ એલર્જીક પ્રતિક્રિયા જણાય, તો તેનો ઉપયોગ બંધ કરી દો.

Disclaimer આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ghee lip balm at home soft and pink lips

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ