બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / આરોગ્ય / how to keep diabetic under control

હેલ્થ / શું તમને પણ ડાયાબિટીસ છે? તો ડેઇલી રૂટિન ફોલો કરો, ચોક્કસ જોવા મળશે આ ફાયદો

Khyati

Last Updated: 05:50 PM, 26 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજની ફાસ્ટ લાઇફમાં લોકો ફાસ્ટફૂડ તરફ વધુ વળ્યા છે તેવામાં ડાયાબિટીસના દર્દીઓ દ્વારા જો ડેઇલી રૂટિનમાં ફેરફાર કરવામાં આવે તો મળી શકે છે ફાયદો

  • ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવા શું કરવુ
  • કેવી હોવી જોઇએ તમારી લાઇફસ્ટાઇલ
  • શું રાખવી જોઇએ ખાસ કાળજી 

 
ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવું સરળ નથી. જો તમે તમારી દિનચર્યામાં અમુક આદતોનો સમાવેશ કરો છો. જેથી તમે શુગર લેવલને કંટ્રોલ કરી શકો. દરેક ડાયાબિટીસના દર્દીની માત્રા અને આહાર અલગ-અલગ હોય છે, પરંતુ કેટલીક ટિપ્સ કે આદતો દરેક વ્યક્તિ અનુસરી શકે છે. ત્યારે આવો આજે જાણીએ જો તમને ડાયાબિટીસ હોય તો તમારે કેવુ રૂટિનનું પાલન કરવું જોઇએ. 

જો તમને ડાયાબિટીસ હોય તો આ દિનચર્યા અનુસરો

બ્લડ સુગર લેવલ પર નજર રાખો

જો તમને ડાયાબિટીસ હોય તો દરરોજ બ્લડ સુગર લેવલને ટ્રૅક કરવું જરૂરી છે. આ આદતને તમારી દિનચર્યામાં સામેલ કરો. તમારે દરરોજ સવારે ભોજન પહેલાં સુગર ચેક કરવું જોઇએ. આનાથી તમે જાણી શકશો કે કઈ પ્રવૃત્તિ તમારા શરીર પર કેવી અસર કરે છે.

સમયસર દવા લો

ડાયાબિટીસના દર્દીઓએ તેમની દવા સમયસર લેવી જોઈએ. ઘણા લોકો દવા ઇન્સ્યુલિનની કાળજી લેતા નથી, જેના કારણે તેમના બ્લડ સુગર લેવલમાં વધઘટ થાય છે, લોકોમાં એવી ગેરસમજ છે કે દવા લેવાથી વજન વધી શકે છે, પરંતુ એવું નથી. દવાઓની સાથે સ્વસ્થ દિનચર્યાને અનુસરવાથી તમને તમારા શુગર લેવલને નિયંત્રણમાં રાખવામાં મદદ મળશે.

દરરોજ 30 મિનિટ કસરત કરો

તમે શારીરિક પ્રવૃત્તિ દ્વારા બ્લડ સુગરને નિયંત્રિત કરી શકો છો. જ્યારે તમે એક્ટિવ હોવ છો ત્યારે કોષો સુગર લેવલ ઘટાડે છે. શરીરમાં ઇન્સ્યુલિનના સ્તરને યોગ્ય રીતે કાર્ય કરવા માટે કસરત કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

સૂતા પહેલા છેલ્લી વખત શુગર લેવલ તપાસો

સૂતા પહેલા તમારે છેલ્લી વખત સુગર લેવલ તપાસવું જોઈએ. આ દરમિયાન, શુગર લેવલ તપાસીને, તમને ખ્યાલ આવી જશે કે શું તમે દિવસભર સુગર લેવલને યોગ્ય રીતે નિયંત્રિત કરવાની પદ્ધતિઓનું પાલન કર્યું છે કે નહીં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ