બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / How to apply for Instant PAN card at free of cost

તમારા કામનું / ઘરે બેઠા ફક્ત 10 મિનિટમાં બનાવો PAN card, અહીં જાણી લો સ્ટેપ ટૂ સ્ટેપ પ્રોસેસ

Arohi

Last Updated: 04:59 PM, 5 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

How to apply for Instant PAN card: આજે પણ એવા ઘણા લોકો છે જેમની પાસે પાન કાર્ડ નથી. એવામાં અચાનક જો પાન કાર્ડની જરૂર પડે તો મુશ્કેલીઓ આવી શકે છે. પરંતુ આજે અમે તમને એક એવી રીત જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી તમે ઘરે બેઠા માત્ર 10 મિનિટમાં પાન કાર્ડ બનાવી શકો છો.

  • ધણા લોકો પાસે આજે પણ નથી પાનકાર્ડ 
  • ઘરે બેઠા માત્ર 10 મિનિટમાં બનાવો પાનકાર્ડ 
  • એ પણ બિલકુલ ફ્રીમાં 

આમ તો તમે બધા જાણો જ છો કે આજના સમયમાં કોઈ પણ ફાઈનાન્શિયલ કે બેંકિંગ સાથે જોડાયેલા કામકાજ માટે પાન કાર્ડની જરૂર સૌથી પહેલા હોય છે. એવામાં જો પાન કાર્ડ ન હોય તો ઘણી મુશ્કેલીઓ આવી શકે છે. 

પરંતુ જણાવી દઈએ કે સરકારે એક એવી વ્યવસ્થા કરી છે જેનાથી ફક્ત 9 મિનિટમાં ઘરે બેઠા આ જરૂરી ડોક્યુમેન્ટ બનાવી શકાય છે અને તે પણ બિલકુલ ફ્રીમાં. આ પ્રોસેસથી પાન કાર્ડ નંબર પણ તરત જનરેટ થઈ જશે. 

આધાર કાર્ડ પર આપવામાં આવશે પાન કાર્ડ 
ટેક્સ પેયર્સને ઈ પાન આધાર કાર્ડના આધાર પર આપવામાં આવશે. તેના માટે આધારમાં આપવામાં આવેલી દરેક જાણકારી, નામ, જન્મતિથિ, લિંગ દરેક વસ્તુ એકદમ યોગ્ય હોવું જોઈએ. ઈ પાન અને આધારની જાણકારી મેચ કરવી જોઈએ. 

કરદાતાને પોતાના આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર પણ આપવાનો રહેશે. તેના પર વન ટાઈમ પાસવર્ડ કે ઓટીપી આવશે. આ મોબાઈલ નંબર વેરિફાઈડ હોવો જોઈએ. 

કઈ રીતે કરશો ઈન્સ્ટન્ટ પાન માટે એપ્લાય? 

  • ઈ પાન કાર્ડ બનાવવા માટે સૌથી પહેલા આવક વેરા વિભાગની વેબસાઈટ www.incometaxindiaefiling.gov.in પર જાઓ. 
  • ક્વિક લિંક્સમાં સૌથી ઉપર આવી રહેલા Instant e PAN પર ક્લિક કરો. 
  • ત્યાર બાદ આપવામાં આવેલી ગાઈડ-લાઈન્સને ધ્યાનથી વાંચો. પછી એપ્લાય ઈન્સ્ટન્ટ ઈ પાન પર ક્લિક કરો. 
  • તેના બાદ યુઝરને જણાવવામાં આવશે ફોર્મ ભરતી વખતે શું ભુલો નથી કરવાની. 
  • હવે ન્યૂ ઈ પાન પેજ પર પોતાનો આધાર નંબર નોંધ્યા બાદ કન્ફર્મ ચેકબોક્સ પસંદ કરો અને આગળ વધો પર ક્લિક કરો. 
  • ઓટીપી વેલિડેશન પેજ પર "મેં શરતોને વાંચી લીધું છે અને આગળ વધવા માટે સહમત છું." પર ક્લિક કરો. 
  • હવે આધાર સાથે જોડાયેલા મોબાઈલ નંબર પર પ્રાપ્ત 6 આંકડાનો ઓટીપી નોંધો. 
  • UIDAIની સાથે આધારની જાણકારીને વેરિફાઈ કરવા માટે ચેકબોક્સની પસંદગી કરો અને કન્ટીન્યૂ પર ક્લિક કરો. 
  • વેલિડેશન આધાર ડિટેલ પેજ પર "હું ચેકબોક્સને સ્વીકાર કરૂ છું"ની પસંદગી કરો અને કન્ટીન્યૂ પર ક્લિક કરો. 
  • તેની સાથે જ તમારે આધાર સાથે લિંક મોબાઈલ નંબર પર પણ એક પુષ્ટિકરણ મેસેજ આવશે. 
  • ભવિષ્યના માટે એક્નોલજમેન્ટ ઓઈડીને નોટ કરી લો. 

કઈ રીતે ડાઉનલોડ કરશો ઈ પાન? 

  • તમારા યુઝર આઈડી અને પાસવર્ડથી e Filing portalમાં લોગ ઈન કરો. 
  • પોતાના ડેશબોર્ડ પર સર્વિસ> ઈ પાન જુઓ/ ડાઉનલોડ કરો પર ક્લિક કરો. 
  • તમે પોતાના 12 આંકડાનો આધાર નંબર નોંધો અને કન્ટીન્યૂ પર ક્લિક કરો.
  • ઓટીપી વેલિડેશન પેજ પર પોતાના આધારની સાથે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર પ્રાપ્ત 6 આંકડાનો ઓટીપી નોંધો. 
  • હવે તમે પોતાના ઈ પાનની સ્થિતિ જોઈ શકશો. 
  • જો કોઈ નવું ઈ પાન જનરેટ કરવામાં આવ્યું છે તો કોપી ડાઉનલોડ કરવા માટે ઈ પેન ડાઉનલોડ કરો. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ