બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:24 AM, 9 July 2023
ADVERTISEMENT
બચત ખાતામાં નાણાંકીય વ્યવહારની કોઈ મર્યાદા હોતી નથી, પરંતુ નાણાંકીય વર્ષમાં એક નિશ્ચિત રકમ કરતા વધુ રકમ જમા થાય તો આવકવેરા વિભાગને તેની જાણકારી મળી જાય છે. ખાતાધારકે IT ડિપાર્ટમેન્ટને તેની જાણકારી આપવાની રહે છે. ઉપરાંત સેવિંગ એકાઉન્ટ પર જે પણ વ્યાજ મળે તે ટેક્સેબલ હોય છે.
આજના સમયમાં ગરીબથી લઈને અમીર વ્યક્તિ પાસે બેન્ક એકાઉન્ટ હોવું જરૂરી છે. પગારથી લઈને મજૂરી તથા અન્ય સરકારી યોજનાઓના પૈસા ડાયરેક્ટ એકાઉન્ટમાં જમા થાય છે. બેન્કમાં ખાતુ ખોલાવવા માટે સેવિંગ, કરન્ટ અને સેલરી એકાઉન્ટ જેવા અનેક વિકલ્પ ઉપલબ્ધ હોય છે. ભારતમાં મોટાભાગના લોકો સેવિંગ એકાઉન્ટ ધરાવે છે.
ADVERTISEMENT
ભારતમાં સૌથી વધુ નાણાંકીય વ્યવહાર સેવિંગ એકાઉન્ટમાંથી કરવામાં આવે છે. શું તમને ખબર છે કે, સેવિંગ એકાઉન્ટમાં કેટલા પૈસા હોવા જોઈએ? બચત ખાતામાં પૈસા જમા કરવાની કોઈ લિમિટ હોતી નથી, પરંતુ સેવિંગ એકાઉન્ટમાં જમા થતા પૈસા ઈન્કમટેક્સની ગણતરી હેઠળ આવે છે, તેથી તેની જાણકારી આપવાની રહે છે.
CBDT અનુસાર કોઈપણ બેન્ક એકાઉન્ટમાં નાણાંકીય વર્ષમાં 10 લાખ રૂપિયાથી વધુ રકમની જાણકારી આપવી જરૂરી છે. જે FD, મ્યુચ્યુઅલ ફંડ, બોન્ડ અને શેરના રોકાણ પર પણ લાગુ પડે છે.
ADVERTISEMENT
સેવિંગ એકાઉન્ટ પર જે પણ વ્યાજ મળે છે, તેના પર ટેક્સ ચૂકવવાનો રહે છે. જે માટે કેટલાક નિયમો બનાવવામાં આવે છે. ઈન્કમટેક્સ એક્ટ સેક્શન 80TTA અનુસાર સામાન્ય લોકોએ બચત ખાતામાં 10 હજાર સુધી કોઈ ટેક્સ ચૂકવવાનો રહેતો નથી. વ્યાજની રકમ 10 હજાર કરતા વધુ હોય તો ટેક્સ ચૂકવવાનો રહે છે. વરિષ્ઠ નાગરિકે 50 હજાર સુધીના વ્યાજ પર કોઈ ટેક્સ ચૂકવવાનો રહેતો નથી.
બચત ખાતા પર જે વ્યાજ મળે છે, તેને અન્ય સ્ત્રોતમાંથી થતી આવક તરીકે ગણવામાં આવે છે. ત્યારપછી કુલ આવક પર ટેક્સ બ્રેકેટ અનુસાર ટેક્સ ચૂકવવાનો રહે ચે.
ADVERTISEMENT
ભારતની દિગ્ગજ સરકારી અને પ્રાઈવેટ બેન્કના બચત ખાતા પર 2.70 ટકાથી 4 ટકા સુધીનું વ્યાજ આપવામાં આવે છે. 10 કરોડ રૂપિયા સુધીનું બેલેન્સ ધરાવતા સેવિંગ એકાઉન્ટ પર 2.70 ટકા વ્યાજ મળે છે અને 10 કરોડ રૂપિયાથી વધુ રકમ પર 3 ટકા વ્યાજ આપવામાં આવે છે. અનેક સ્મોલ ફાઈનાન્સ બેન્ક કેટલીક ટર્મ્સ એન્ડ કંડિશન્સ પર 7 ટકા સુધીનું વ્યાજ આપે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.