બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / How did the Kisan Samman Nidhi go wrong?

મહામંથન / કિસાન સમ્માન નિધિનો ખોટી રીતે લાભ લેનારા કોણ? સરકારે 1600 કરોડની વસૂલાત માટે ઘડી છે કોઈ રણનીતિ?

Dinesh

Last Updated: 10:41 PM, 26 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં 53.48 લાખ ખેડૂતોને યોજનાનો લાભ મળી રહ્યો છે અને ચકાસણી કરતા 4.52 લાખ ખેડૂતોએ ખોટી રીતે લાભ લીધાનું સામે આવ્યું છે

  • કિસાન સમ્માન નિધિનો ખોટી રીતે લાભ લેનારા કોણ?
  • નામ કમી થયા બાદ પણ સહાયલેવામાં આવી રહી છે 
  • 4.52 લાખ ખેડૂતોએ ખોટી રીતે લાભ લીધાનું સામે આવ્યું 


ગુજરાતની વાત કરીએ તો ગુર્જરનગરીની છાપ છે કે તે હંમેશા આપવામાં માને છે. ગુજરાત કે ગુજરાતી જેટલા ઉદાર હૈયા કદાચ ભાગ્યે જ કયાંય જોવા મળે. ત્યારે સવાલ એ થાય કે આપનારા ગુજરાતમાં ખોટી રીતે કોઈનો હક છીનવી લેનારા કયાંથી આવ્યા. વાત પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધીની જ છે કે જેમાં ગુજરાતમાંથી જ 4.52 લાખ લોકો એવા નિકળ્યા કે જે આ યોજનાનો લાભ મેળવવાને પાત્ર નથી. રાજ્યના કૃષિમંત્રી અત્યારે તો બચાવની મુદ્રામાં છે અને એવુ કહે છે કે કેન્દ્ર તરફથી ડેટા આવ્યા છે અને ચોક્કસ કાર્યવાહી કરીશું. પણ જે લોકોએ ખોટી રીતે લાભ મેળવ્યો તે લાખોની સંખ્યામાં છે, તો શું આ ગંભીર બાબત નથી. સરકાર પાસેથી 1600 કરોડ રૂપિયા કોઈ ખોટી રીતે લઈ ગયું તે કેટલો મોટો અપરાધ ગણવો પડે. 

ખોટી રીતે લાભ મેળવ્યો
પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધી યોજનાનો ખેડૂતો ખોટી રીતે લાભ લેતા હતા તેમજ જે યોગ્યતા નહતા ધરાવતા તેમણે પણ લાભ લીધો છે. ગુજરાતમાં પણ અનેક ખેડૂતો ખોટી રીતે લાભ લેતા મળી આવ્યા છે અને જયારે ચકાસણી કરવામાં આવી ત્યારે ખોટા લાભાર્થી સામે આવ્યા છે. લેન્ડ સીડિંગ અને E-KYCની ચકાસણીમાં અનેક મુદ્દા સામે આવ્યા અને કેન્દ્ર સરકાર દર ચાર મહિને ખેડૂતોના ખાતામાં 2 હજાર રૂપિયા જમા કરી રહી છે. ગુજરાતમાં 53.48 લાખ ખેડૂતોને યોજનાનો લાભ મળી રહ્યો છે અને ચકાસણી કરતા 4.52 લાખ ખેડૂતોએ ખોટી રીતે લાભ લીધાનું સામે આવ્યું છે. 

કિસાન સમ્માન નિધિમાં કેવી ગેરરીતિ થઈ?
મૃત્યુ પામ્યા હોય તેવા ખેડૂતોના નામે લાભ લેવામાં આવ્યો છે.  7/12માંથી નામ નિકળી ગયું હોય તેવા ખેડૂતોના નામે પણ લાભ લેવાયો છે અને જમીન વેચી દીધા બાદ પણ સહાય લેતા લાભાર્થી સામે આવ્યા છે તેમજ આવકવેરો ભરતા હોય તેવા લોકો પણ લાભ લેતા હતા.

PM કિસાન સમ્માન નિધિ યોજના શું છે?
ખેડૂતોની આવક વધારવાના ભાગરૂપે કેન્દ્ર સરકારે યોજના શરૂ કરી છે તેમજ ખેડૂત કુટુંબને પ્રતિ વર્ષ 6 હજારની સહાય મળવાપાત્ર રહેશે અને ત્રણ સમાન હપ્તામાં દર ચાર મહિનાના અંતરે ચુકવવામાં આવશે. વ્યક્તિગત કે સંયુક્ત ખેડાણ લાયક જમીન ધરાવતા હોય તેવા લોકોને સહાય મળશે. સંસ્થાકીય જમીન ધરાવતા હોય તેવા કોઈ જમીનધારકને લાભ નહીં મળે.

આપનારા ગુજરાતમાં લેનારાઓથી નુકસાન
ગુજરાતમાં સરકારી ચોપડે 53.48 લાખ ખેડૂતો નોંધાયા છે જ્યારે 53.48 લાખ ખેડૂતો કિસાન સમ્માન નિધિનો લાભ લેવા માટે પાત્ર હતા અને ચકાસણી કરતા 4.52 લાખ ખેડૂતો લાભાર્થી બનવા પાત્ર ન જણાયા છે અને 4.52 લાખ ખેડૂતોએ આશરે 1 હજાર 600 કરોડની સહાય મેળવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ