બ્રેકિંગ ન્યુઝ
VTV / ટેક અને ઓટો / honda new premium edition activa launch price feature specification know more
MayurN
Last Updated: 12:52 PM, 18 August 2022
ADVERTISEMENT
એક્ટિવાના પ્રીમિયમ એડિશનનું ટીઝર રિલીઝ કર્યા બાદ હોન્ડાએ તેને લોન્ચ કરી દીધું છે. નવા વેરિએન્ટની એક્સ શોરૂમ કિંમત 75,400 રૂપિયા રાખવામાં આવી છે. તેની કિંમત DLX વેરિઅન્ટ કરતા ₹1,000 અને STD વેરિઅન્ટ કરતા ₹3,000 વધુ છે. નિર્માતાની સત્તાવાર વેબસાઇટ દ્વારા એક્ટિવા પ્રીમિયમ વેરિઅન્ટની કિંમત જાહેર કરવામાં આવી છે. એક્ટિવા 6જી માટે આ નવી ટોપ-એન્ડ ટ્રિમ છે.
ત્રણ કલરમાં જોવા મળશે
પ્રીમિયમ એડિશન માત્ર કોસ્મેટિક અપગ્રેડ સાથે આવે છે. તેમાં ગોલ્ડન વ્હીલ્સ, લોગો પર ગોલ્ડન કોટ અને ફ્રન્ટ ક્રોમ ગાર્નિશ પણ હવે ગોલ્ડન કલરમાં છે. બાકીનું બોડી ફ્લોર બોર્ડ અને સીટ કવર હવે બ્રાઉન રંગમાં આપવામાં આવે છે. કોસ્મેટિક અપગ્રેડ સ્કૂટરને અપ-માર્કેટ લુક આપે છે. હોન્ડા ત્રણ નવી કલર સ્કીમમાં નવા વેરિયન્ટ વેચશે. તેમાં મેટ માર્શલ ગ્રીન મેટાલિક, મેટ સાંગરિયા રેડ મેટાલિક અને પર્લ સાયરન બ્લૂ હશે. ખરીદનાર ગમે તે રંગ પસંદ કરે, ગોલ્ડન એક્સેન્ટ ત્રણેય રંગોમાં ઉપલબ્ધ રહેશે.
ADVERTISEMENT
સ્પેસિફિકેશન અને ફીચર્સ
સ્પેસિફિકેશન અને ફીચર્સમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તે એનાલોગ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, એલઇડી હેડલેમ્પ્સ અને એક્સટીરિયર ફ્યુઅલ ફિલર કેપ્સ સાથે આવે છે. આ સ્કૂટરમાં 109.51 સીસી, ફેન-કૂલ્ડ, સિંગલ-સિલિન્ડર એન્જિન મળે છે, જે 8,000rpm પર 7.68bhpનો મહત્તમ પાવર અને 5,500rpm પર 8.84Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન ફ્યુઅલ ઇન્જેક્શન અને ઇએસપી ટેક્નોલોજી સાથે જોડાયેલું છે, જે સાઇલન્ટ સ્ટાર્ટ કરવામાં મદદ કરે છે.
હાર્ડવેરમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો
આ તમામ ફીચર્સ મળશે નવી એક્ટિવામાં, હાર્ડવેરની બાબતમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. એક્ટિવા પ્રીમિયમ વેરિઅન્ટમાં ટ્યૂબલેસ ટાયર્સ, સ્ટીલ રિમ્સ અને 130 એમએમ ડ્રમ બ્રેક્સ પણ આપવામાં આવી છે. સસ્પેન્શન ડ્યુટી આગળ ટેલિસ્કોપિક યુનિટ્સ અને પાછળના ભાગમાં 3-સ્ટેપ એડજસ્ટેબલ સ્પ્રિંગ-લોડેડ હાઇડ્રોલિક શોક એબ્ઝોર્બર દ્વારા કરવામાં આવે છે. હોન્ડા એક્ટિવા માટે અંડર બોન ફ્રેમનો ઉપયોગ કરી રહી છે. સ્કૂટરમાં 5.3 લીટરની ફ્યુઅલ ટેન્ક અને વજન 106 કિલો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.