બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અમદાવાદ / Home Minister Amit Shah will inaugurate development projects worth more than 500 crores in Ahmedabad

પ્રવાસ / ગૃહમંત્રી અમિત શાહ આવશે અમદાવાદ, અંદાજીત 500 કરોડથી પણ વધુના વિકાસકાર્યોને મૂકશે ખુલ્લા, જાણો સમગ્ર કાર્યક્રમ

Kishor

Last Updated: 07:30 PM, 18 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન અમિત શાહના હસ્તે AMCના અંદાજીત 500 કરોડથી પણ વધુના કાર્યોના શ્રી ગણેશ કરાશે.

  • ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે
  • લોકસભા વિસ્તારમાં યોજનાઓનું ખાતમુહૂર્ત કરશે
  • 500 કરોડથી વધુના પ્રોજેકટ ખુલ્લા મુકાશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ વિકાસ કાર્યના લોકાર્પણ, ખાતમુહૂર્ત ઉપરાંત અનેક કાર્યક્રમમાં હાજરી આપશે. AMCના અંદાજીત 500 કરોડથી પણ વધુના કાર્યો અમિત  શાહના હસ્તે ખુલ્લા મુકવામાં આવશે. ઉપરાંત અમદાવાદ ખાતે AMC અને ઔડા અંતર્ગત આવતા પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામા આવશે. વધુમાં ગાંધીનગર લોકસભા અંતર્ગત આવતા વિસ્તારની યોજનાઓનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે.

amit shah talked with the governor of west Bengal regarding the violence

17 કરોડના ખર્ચે તૈયાર થયેલા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ

જેમાં નારણપુરા બેઠક પર 1.5 કરોડના ખર્ચે તૈયાર થયેલું જીમનેશિયમ તેમજ રૂપિયા 1.5 કરોડના ખર્ચે તૈયાર થયેલી લાઇબ્રેરીને પણ ખુલ્લી મુકવામાં આવશે. એ જ રીતે ચાંદલોડિયામાં 17 કરોડના ખર્ચે તૈયાર થયેલા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવશે. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે 300 કરોડના ખર્ચે તૈયાર થયેલા 2500 આવાસનો ડ્રો કરવામાં આવશે.

જામનગરમા કરશે રાત્રી રોકાણ

વધુમા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ તા.20મે ના રોજ દ્વારકા ખાતે આયોજિત વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેનાર છે. ત્યારે આવતીકાલે રાત્રે રાત્રે 10 :30 કલાકે તેઓ જામનગર આવી પહોંચશે. અને સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કર્યા બાદ સવારે 11 : 00 કલાકે હેલિકોપ્ટર મારફતે દ્વારકા જવા માટે રવાના થશે. ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા બાદ તેઓ વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહશે ત્યારબાદ જામનગરથી તેઓ અમદાવાદ જવા રવાના થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ