બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Home Minister Amit Shah visited Hometown mansa

ગાંધીનગર / ગૃહ મંત્રી અમિત શાહે વતન માણસામાં કુળદેવી બહુચરમાંના દર્શન કર્યા, દિવસભર કરોડોના કામના ખાતમુર્હુત અને લોકાર્પણ કર્યા

Vishnu

Last Updated: 11:15 PM, 27 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 2 દિવસ ગુજરાત પ્રવાસ પર હતા. આજે છેલ્લા દિવસે અનેક કાર્યક્રમોમાં હાજરી આપી હતી.

  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરમાં
  • અમિત શાહે પરિવાર સાથે માણસામાં બહુચર માતાજીના કર્યા દર્શન

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસથી ગુજરાત પ્રવાસે હતા. ત્યારે આજે પ્રવાસના છેલ્લા દિવસે તેમણે ગાંધીનગરના વતન માણસામાં કુળદેવી બહુચરમાતાના દર્શન કર્યા હતા. પરિવાર સાથે અમિત શાહે માં બહુચરની પૂજા અર્ચના કરી હતી.

ગાંધીનગરના હાર્દ સમા સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેકટ અતર્ગત એક નવું નજરાણું ઉમેરાયું
ગાંધીનગર શહેરમાં વિધાનસભા થી મહાત્મા મંદિર વચ્ચેના હાર્દ સમા સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેકટ અતર્ગત રૂ. ૩૪.૭૫ કરોડના ખર્ચે તૈયાર થયેલા ગાંધીનગર શહેરમાં ગ-૪ જંકશન પર અંડરપાસ નું આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં લોકાર્પણ કર્યું હતું. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેકટ અતર્ગત ચ-૪ થી ગ-૪ વચ્ચેના રસ્તાને રાજમાર્ગીય તરીકે વિકાસ કરવામાં આવ્યો છે.આ રસ્તા ઉપર ઘ-૪ તેમજ ગ-૪ સેન્ટ્રલ વિસ્ટા ની એકસુત્રતા જંકશન ના કારણે જળવાતી નહતી તેમજ ઘ-૪ જંકશન ઉપર છ રસ્તા ખુલતા હોવાથી ટ્રાફિક ની અડચણ પણ ઘણીજ રહેતી હતી. આથી સેન્ટ્રલ વિસ્ટા ના મંજુર થયેલ નકશા અનુસાર સેન્ટ્રલ વિસ્ટા ડેવેલોપમેન્ટ કરવા માટે ગ-૪ તેમજ ઘ-૪ ઉપર ગ તેમજ ઘ રોડ ઉપર અન્ડરપાસ બનાવવાની કામગીરી ગાંધીનગર સ્માર્ટ સિટી ડેવેલોપમેન્ટ લી. દ્વારા કરવામાં આવી રહી છે જે અંતર્ગત ઘ -૪ જંકશન પર અન્ડરપાસનું નિર્માણ કાર્ય ગયા વર્ષે પૂર્ણ કરીને નાગરિકોની સેવામાં ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને ગ-૪ અન્ડરપાસ આજે ખુલ્લો મૂકાયો છે.

750 બેડની આદર્શ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ભૂમિપૂજન 
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તથા ગાંધીનગરના સાંસદ  અમિત શાહે આજે ગાંધીનગર જિલ્લાના કલોલમાં કામદાર વીમા યોજના અંતર્ગત સંચાલિત 150 બેડની આધુનિક હોસ્પિટલનો શિલાન્યાસ તથા ઉમિયા માતા કડવા પાટીદાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત 750 બેડની આદર્શ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ભૂમિપૂજન કર્યું હતું. અમિત શાહે આ પ્રસંગે કહ્યું હતું કે, આગામી બે વર્ષમાં કલોલ અને આસપાસના વિસ્તારના નાગરિકો માટે આરોગ્યની આધુનિક સેવાઓ ઘર આંગણે ઉપલબ્ધ થશે. આદર્શ મલ્ટીસ્પેશાલિટી હોસ્પિટલની સાથે સાથે તેમણે મેડિકલ કોલેજનું આયોજન પણ કરવા વ્યવસ્થાપકોને અનુરોધ કર્યો હતો. આવનારા સમયમાં કલોલને મેડિકલ કોલેજ મળશે તો સમગ્ર ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓને મેડિકલ સાયન્સના અભ્યાસની સાથોસાથ દર્દીઓની સેવાનો લાભ પણ મળશે.

કામદાર વીમા યોજના હેઠળ નિર્માણ પામનારી 150 બેડની સંપૂર્ણ આધુનિક હોસ્પિટલથી કલોલ, કડી અને છત્રાલ તથા આસપાસના વિસ્તારોમાં કામ કરતા શ્રમિક અને કામદાર ભાઈઓને ઘર આંગણે સારી મેડિકલ સેવાઓનો લાભ મળશે. એટલું જ નહીં કલોલ શહેર અને તાલુકાના સૌ નાગરિકોને પણ આ હોસ્પિટલની સેવાઓનો લાભ મળશે. તેમણે આગામી 24મી જાન્યુઆરી પહેલાં આ હોસ્પિટલનું ઉદઘાટન પણ થઈ જશે એવો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. કલોલમાં નિર્માણ પામનારી 750 બેડની આદર્શ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં 35% જેટલા ગરીબ દર્દીઓને નિશુલ્ક સારવાર આપવાનો સંકલ્પ ટ્રસ્ટે કર્યો છે. 

લેકાવાડા ખાતે ૧૦૦ એકરમાં બનેલા જીટીયુના નવા કેમ્પસનું ભૂમિપૂજન

રાજ્યની સૌથી મોટી ટેક્નોલોજીકલ યુનિવર્સિટી અને ટેક્નિકલ શિક્ષણમાં દેશ- વિદેશમાં અગ્રગણ્ય યુનિવર્સિટીમાં નામના મેળવનાર ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીને (જીટીયુ) રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર નજીક લેકાવાડા ખાતે ૧૦૦ એકર જમીન નવા બિલ્ડીંગના બાંધકામ માટે ફાળવવામાં આવી છે.  કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીમ અમિત શાહે આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં જીટીયુના નવા કેમ્પસનું ભૂમિપૂજન કર્યું હતું. અમિત શાહે જણાવ્યુ કે, જીટીયુના નવા કેમ્પસના નિર્માણથી દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટેક્નોલોજી ક્ષેત્રે દેશને અગ્રેસર બનાવવાના “ગ્લોબલ મિશન”નું સપનું સાકાર થશે. છેલ્લા ૧૫ વર્ષમાં જીટીયુએ મેળવેલી સિદ્ધિઓની પ્રસંશા કરી હતી અને ભારત વર્ષ ૨૦૪૭માં જ્યારે આઝાદીના ૧૦૦ વર્ષ પૂરા કરે ત્યારે સર્વ ક્ષેત્રે આગળ હોય તે માટે ‘ભારત સર્વપ્રથમ’નો સંકલ્પ લેવડાવ્યો હતો. 
 

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ