બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Hollywood singer Dua Lipa is vacationing in Rajasthan: Posted such a picture that people are saying - Jai Shri Krishna

મનોરંજન / રાજસ્થાનમાં વેકેશન માણી રહી છે હોલિવૂડ સિંગર દુઆ લીપા: પોસ્ટ કરી એવી તસવીર કે લોકો કહી રહ્યા છે- જય શ્રી કૃષ્ણ

Megha

Last Updated: 12:42 PM, 25 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફેમસ હોલીવુડ સિંગર દુઆ લિપા ભારત આવી છે અને હાલ રાજસ્થાનમાં નાતાલનો તહેવાર ઉજવી રહી છે. સાથે જ દુઆએ તેના ઈન્સ્ટાગ્રામ પર ઘણી તસવીરો શેર કરી છે

  • આજે દરેક લોકો ક્રિસમસ 2023ની ઉજવણી કરી રહ્યા છે
  • દરમિયાન ફેમસ હોલીવુડ સિંગર દુઆ લિપા ભારત આવી છે
  • દુઆ હાલ રાજસ્થાનમાં નાતાલનો તહેવાર ઉજવી રહી છે

આજે સમગ્ર વિશ્વમાં દરેક લોકો ક્રિસમસ 2023ની ઉજવણી કરી રહ્યા છે આ દરમિયાન ફેમસ હોલીવુડ સિંગર દુઆ લિપા ભારત આવી છે અને હાલ રાજસ્થાનમાં નાતાલનો તહેવાર ઉજવી રહી છે.  હાલમાં તે રાજસ્થાનના પ્રવાસે છે, જેની એક ઝલક તેણે ઈન્સ્ટાગ્રામ પર બતાવી છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by DUA LIPA (@dualipa)

દુઆએ પોસ્ટ દ્વારા ચાહકોને ક્રિસમસની શુભેચ્છા પાઠવી છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. દુઆએ તેના ઈન્સ્ટાગ્રામ પર ઘણી તસવીરો શેર કરી છે અને દરેક તસવીરમાં તે અલગ અંદાજમાં જોવા મળે છે. કોઈ તસવીરોમાં દુઆ તેના મિત્રો સાથે રાજસ્થાનની પ્રકૃતિ અને સુંદરતાનો આનંદ માણતી જોવા મળે છે. 

પોસ્ટ વિશે વાત કરીએ તો, પ્રથમ તસવીરમાં, દુઆ તેના પલંગ પર વાદળી શર્ટ અને પટ્ટાવાળી પેન્ટ પહેરેલી જોવા મળે છે. ફોટોનું બેકગ્રાઉન્ડ ખૂબ જ સુંદર લાગે છે જેમાં શ્રીકૃષ્ણ અને રાધાનું ચિત્ર જોવા મળી રહ્યું છે. આ જોઇને ફેન્સ ફોટો પર 'રાધે રાધે' અને 'જય શ્રી કૃષ્ણ' કોમેન્ટ કરી રહ્યા છે. 

દુઆના ફોટોસ જોઇને લાગી રહ્યું છે કે તે રાજસ્થાનના શાહી મહેલો, તેની ભવ્યતા અને સંસ્કૃતિને ખૂબ પસંદ કરી રહી છે અને ટેની ભરપૂર મજા લઈ રહી છે. નોંધનીય છે કે દુઆ અગાઉ પણ ભારત આવી હતી, જેની તસવીર તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ