બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / સુરત / Hitech Sweet Water Pvt. Serious allegation against director of Ltd

છેતરપિંડી / હાઇટેક સ્વીટ વોટર પ્રા. લિમિટેડના ડિરેક્ટર વિરૂદ્ધ ગંભીર આક્ષેપ, ફરિયાદીએ કહ્યું 'કરોડોની લોન લઇ વિજય શાહ-કવિતા શાહ અમેરિકા રફુચક્કર'

Priyakant

Last Updated: 03:40 PM, 25 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat News : હાઇટેક સ્વીટ વોટરના ડિરેક્ટર વિજય શાહ અને કવિતા શાહ પર 100 કરોડના ઉઠામણાનો આક્ષેપ, બેંકમાંથી 100 કરોડની લોન લીધા બાદ વિજય શાહ પરિવાર સાથે અમેરિકા ભાગી ગયા ?

  • સુરતમાં હાઇટેક સ્વીટ વોટરના ડિરેક્ટર પર આરોપ
  • વિજય શાહ પર 100 કરોડના ઉઠામણાનો આરોપ
  • હજુ સુધી બેંકે પણ કાર્યવાહી ન કરી હોવાનો આક્ષેપ

Surat News : સુરતમાં 100 કરોડનું ઉઠામણું કરી છેતરપિંડી આચર્યાનો આક્ષેપ હાઇટેક સ્વીટ વોટરના ડિરેકટર વિજય શાહ સામે લગાવવામાં આવતા હડકંપ મચી ગયો છે. વિગતો મુજબ હાઇટેક સ્વીટ વોટરના ડિરેક્ટર વિજય શાહ અને કવિતા શાહ પર 100 કરોડના ઉઠામણાનો આક્ષેપ થતાં ચકચાર મચી ગઈ છે. આ તરફ હવે આરોપો લગાવનાર કશ્યપ ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડ ડિરેક્ટર હિરેન ભાવસારનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, વિજય શાહ અને તેમની પત્નીએ બેંક ઓફ બરોડામાંથી 100 કરોડની લોન લીધા બાદ વિજય શાહ પરિવાર સાથે અમેરિકા ભાગી ગયા છે. 

શું છે સમગ્ર મામલો ? 
સુરતની હાઇટેક સ્વીટ વોટરના ડિરેકટર વિજય શાહ સામે કશ્યપ ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડ ડિરેક્ટર હિરેન ભાવસારે ગંભીર આક્ષેપ લગાવ્યા છે. વિગતો મુજબ કશ્યપ ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડ ડિરેક્ટર હિરેન ભાવસારે કહ્યું કે, વિજય શાહ અને તેમની પત્નીએ બેંક ઓફ બરોડામાંથી 100 કરોડની લોન લીધા બાદ વિજય શાહ પરિવાર સાથે અમેરિકા ભાગી ગયા છે. આ સાથે કહ્યું કે, વિજય શાહ સામે એક કરતા વધુ FIR નોંધાયેલી છે. ગાંધીનગર CBIએ તપાસ પણ શરૂ કરી હોવાનો દાવો તેમણે કર્યો છે. 

અન્ય બિઝનેસમેન સાથે પણ છેતરપિંડી 
કશ્યપ ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડ ડિરેક્ટર હિરેન ભાવસારે આરોપ મૂક્યો છે કે, હાઇટેક સ્વીટ વોટરના ડિરેકટર વિજય શાહે અન્ય બિઝનેસમેન સાથે પણ છેતરપિંડી કરી છે. કશ્યપ ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડના બે કરોડ પણ વિજય શાહે ચૂકવ્યા નથી. તેમણે કહ્યું કે, અમારી કંપનીના બિહાર, પટણા સહિતના રાજ્યોમાં મોટા પ્રોજેક્ટ ચાલતા હતા,હાઈટેક કંપનીના નામથી બેંક ઓફ બરોડામાંથી 100 કરોડની લોન લીધી છે. 

વિજય શાહ સામે કાર્યવાહીની માંગ 
સુરતની હાઇટેક સ્વીટ વોટરના ડિરેકટર વિજય શાહ સામે ગંભીર આરોપો બાદ કશ્યપ ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડની માગ છે કે, વિજય શાહ સામે કાર્યવાહી કરાય. વિજય શાહ ડાઇંગ કંપનીમાં ડિરેક્ટર હતા તે સમયે લોન લઈ ડિફોલ્ટર જાહેર થયા અને હજુ સુધી બેંકે કોઈપણ કાર્યવાહી વિજય શાહ સામે કરી ન હોવાનો પણ આરોપ લગાવવામાં આવતા હડકંપ મચી ગયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ