બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અમદાવાદ / High Court issues contempt notice to Chief Secretary Pankaj Kumar and Dinesh Dasa regarding posting in GPSC recruitment

હક્કદાર / GPSC ભરતીમાં પોસ્ટિંગ મુદ્દે ચીફ સેક્રેટરી પંકજકુમાર અને દિનેશ દાસાને હાઇકોર્ટેની નોટિસ, જાણો શું છે સમગ્ર મામલો

Vishnu

Last Updated: 06:21 PM, 9 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહિલા ઉમેદવારને છૂટછાટનો હક હોવા છતાંય GPSC દ્વારા ભરતી ન અપાઈ - હાઇકોર્ટ

  • ચીફ સેક્રેટરી પંકજકુમારને હાઇકોર્ટની નોટિસ
  • તત્કાલિન GPSC ચેરમેન દિનેશ દાસાને હાઇકોર્ટેની નોટિસ
  • કોર્ટ ઓફ કંટેમ્પટ પર હાઇકોર્ટએ ફટકારી નોટિસ

2014માં GPSC ભરતી મુદ્દે કૉર્ટ હુક્મ ન માનતા હાઇકોર્ટે નારાજગી દર્શાવી છે. 2014માં થયેલ પરિક્ષામાં ઉમેદવારને DySPમાં કરવામાં ન આવતા તેણે આસિ.ટેક્સ ઇન્સ્પેકટરની પોસ્ટ આપી દેવામાં આવી હતી. જેની સામે અન્ય ઉમેદવાર હકદાર ન હોવા છતાં  DySP તરીકે પસંદગી કરાઇ હતી. મહિલા ઉમેદવારને છૂટછાટનો હક હોવા છતાંય GPSC દ્વારા ભરતી ન અપાતા કોર્ટમાં અરજી થઈ હતી. અને જે બાદ કોર્ટે નિયમ મુજબ હક્કદાર ઉમેદવારને DySPની પોસ્ટ આપવા હુકમ કર્યો હતો પણ 2021ના હુકમનું હજુ સુધી પાલન ન થતાં આખરે કોર્ટે ચીફ સેક્રેટરી પંકજકુમાર અને હાઇકોર્ટે તત્કાલિન GPSC ચેરમેન દિનેશ દાસાને કોર્ટ ઓફ કંટેમ્પટ પર હાઇકોર્ટએ નોટિસ ફટકારી છે. ઓર્ડર છતાંય DySPની ભરતી ન થતા કોર્ટે નારાજગી વ્યકત કરી છે અને 1 મહિનામાં મહિલા ઉમેદવારને DySPનું પોસ્ટિંગ આપવા હાઇકોર્ટે આદેશ કર્યો છે.

શું છે સમગ્ર મામલો?
2014માં GPSCની વર્ગ 1ની ભરતીમાં ક્લાસ 1 અધિકારી માટે રેશમાબેન સોલંકી નામના ઉમેદવાર સિલેકટ થયા હતા. તેમણે આસિસ્ટન્ટ સ્ટેટ ટેક્સ કમિનશરની પોસ્ટ માટે સિલેકટ કરી દેવામાં આવ્યા હતા. પણ રેશ્માબેનની પહેલી પસંદ ડેપ્યુટી સુપરીટેન્ડન્ટ ઓફ પોલીસ માટે હતી. પણ આ બેનને ખોટી રીતે અન્યાય કરી  રેશમાબેને કોઈ પણ પ્રકારનું રિલેકટ્રેશન ન લીધું હોવા છતાં રિલેકટ્રેશન લીધું હોવાનું દર્શાવી તેમણે પહેલી પસંદગી આપવામાં આવી ન હતી. ગુજરાત હાઈકોર્ટના તમન્ના બેચના જજમેન્ટ પ્રમાણે જો રિલેકટ્રેશન લીધું ન હોય અને સ્ત્રી ઉમેદવાર હોય તો જ્યારે જે રિસર્વ કેટેગરીમાં હોય તો પણ તે ઑપન કેટ્ગરીમાં કોમ્પિટ કરી શકે છે. તેમાં કોઈ હોરિઝોન્ટલ રિસર્વેશન હોતું નથી આ નિયમ પ્રમાણે તેણે પહેલી પસંદગી કરવાની હક્કદાર હતી. 

18 ઓગસ્ટ 2021નાં કોર્ટે 2 સપ્તાહમાં રેશ્માબેનને DySPનું પોસ્ટિંગ આપી દેવાનો ઓર્ડર કર્યો હતો
ગુજરાત હાઈકોર્ટે 2021ના હુકમથી જીપીએસસીને એવી સૂચના આપી હતી કે 2 અઠવાડિયાની અંદર રેશ્માબેનને DySPનું પોસ્ટિંગ આપી દેવામાં આવે. એ પણ જે સમય બરબાદ થયો હતો તેની સિનિયોરિટી ગણીને. પણ 18 ઓગસ્ટ 2021 રોજ ઉપરોક્ત હુકમની બજવણી અરજદારથી થઈ હોવા છતાં તત્કાલીન સ્ટેટ ચીફ સેક્રેટરી કે જીપીએસસીના ચેરમેન દ્વારા આ હુકમ પર કોઈ જ પગલાં લીધા ન હતા. 

કોર્ટના ઓર્ડરની અવગણના બદલ કોર્ટ ઓફ કંટેમ્પટની નોટિસ ફટકારી 
ત્યારે હવે કોર્ટના હુકમના તિરસ્કાર બદલ હાઈકોર્ટમાં પીટીશન કરવામાં આવી હતી જેમાં ચીફ સેક્રેટરી પંકજકુમાર,  તત્કાલિન GPSC ચેરમેન દિનેશ દાસા પક્ષકાર તરીકે જોડાયા હતા. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે કોર્ટના ઓર્ડરની અમલવારી થઈ નથી જેથી જવાબદાર બન્ને અધિકારી પર કોર્ટ ઓફ કંટેમ્પટ એટલે કે કોર્ટના ઓર્ડરનો તિરસ્કારની નોટિસ ઈશ્યૂ કરવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ