બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અમદાવાદ / High Court allows Pragnesh Patel, father of the accused in the ISKCON Bridge accident case, to enter Ahmedabad

અમદાવાદ / ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલને હાઈકોર્ટે આપી મોટી રાહત, અમદાવાદમાં એન્ટ્રી મંજૂર

Dinesh

Last Updated: 06:48 PM, 25 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ISKCON bridge accident case: ઈસ્કોન બ્રિજ અકસ્માતના આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલને ગુજરાત હાઈકોર્ટે રાહત આપી છે. ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ એમ.આર.મેંગડેએ પ્રજ્ઞેશ પટેલની અમદાવાદમાં પ્રવેશ કરવાની અરજી મંજૂર કરી છે

  • પ્રજ્ઞેશ પટેલને ગુજરાત હાઈકોર્ટમાંથી રાહત
  • હાઈકોર્ટે પ્રજ્ઞેશ પટેલની અરજી મંજૂર કરી
  • અમદાવાદમાં પ્રવેશવાની અરજી મંજૂર
  • હવે પ્રજ્ઞેશ પટેલ અમદાવાદમાં કરી શકશે પ્રવેશ

ISKCON bridge accident case: અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર જેગુઆર કારથી 9 જેટલાં લોકોને મોતને ઘાટ ઉતારનારા તથ્ય પટેલનાં પિતા પ્રજ્ઞેશ પટેલની અમદાવાદમાં પ્રવેશવાની અરજી ગુજરાત હાઈકોર્ટે મંજૂર કરી છે.  અમદાવાદ શહેરમાં પ્રવેશવા દેવાની માંગ સાથે અરજી કરાઈ હતી. જે અરજી જસ્ટીસ એમ આર મેંગડે ગ્રાહ્ય રાખી છે. 

કોર્ટે શહેરમાં પ્રવેશવાની મંજૂરી આપી 
પ્રજ્ઞેશ પટેલએ અરજીમાં પોતાની પત્ની બીમાર હોવાનો ઉલ્લેખ કર્યો હતો. સાથો સાથ પોતાના વ્યવસાય અમદાવાદ શહેર સાથે સંકળાયેલો હોવાથી અનેક અગવડતાઓ પડતી હોવાનો પણ અરજીમાં ઉલ્લેખ કર્યો હતો. આ તમામ બાબતોને ગ્રાહ્ય રાખી કોર્ટે અમદાવાદ શહેરમાં પ્રવેશવાની મંજૂરી પણ આપી છે.

ISKCON Bridge accident case After 3 months and 11 days Prajnesh Patel father of the accused got bail

અગાઉ શરતી જામીન આપવામાં આવ્યા હતા
અત્રે જણાવીએ કે, ગુજરાત હાઈકોર્ટ દ્વારા અગાઉ પ્રજ્ઞેશ પટેલને શરતી જામીન આપવામાં આવ્યાં હતા. તપાસ પૂરી થઈ ગઈ હોવાથી અને કેન્સરની સારવાર ચાલી રહી હોવાની કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી. જેને લઈ 3 મહિના 11 દિવસ બાદ આરોપી તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલને શરતી જામીન મળ્યા હતા

વાંચવા જેવું: ગુજરાતનાં 17 પોલીસ જવાનોને પ્રેસિડેન્ટ મેડલ તથા વિશિષ્ટ સેવા મેડલ એનાયત: જુઓ આખું લિસ્ટ 

પ્રજ્ઞેશ પટેલ કોણ છે
એકસાથે 9 લોકોનો જીવ લેનાર તથ્ય પટેલ ગોતાના કુખ્યાત પ્રજ્ઞેશ પટેલ દીકરો હોવાનું સામે આવ્યું હતું. એવું પણ જાણવા મળ્યું હતું કે, અકસ્માત સર્જાયા બાદ પ્રજ્ઞેશ પટેલે ઘટનાસ્થળે પહોંચીને પોલીસ સાથે દાદાગીરી કરી હતી અને તથ્યને છોડાવીને રાત્રે જ લઇ ગયો હતો. આપને જણાવી દઈએ કે, પ્રજ્ઞેશ પટેલ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. નવેમ્બર 2020માં તેની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ