બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Heavy rain over Gujarat for three more days, rain in 164 talukas of the state in last 24 hours
ADVERTISEMENT
આ સાથે 15 જુલાઇએ જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ આવતીકાલે ભાવનગર, વલસાડ, પોરબંદર, રાજકોટ, કચ્છ, ભરૂચ, સુરત, ડાંગમાં વરસાદની ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી બાજુ બુધવાર મોડી રાત્રે અમદાવાદ-ગાંધીનગર સહિત આસ-પાસના વિસ્તારોમાં મોડી રાત્રે હળવાથી મધ્ય વરસાદી ઝાંપટાઓનો દૌર યથાવત રહ્યો છે. રાહતની વાત એ છે કે ગુજરાતમાં ચાલુ સિઝનનો 65 ટકા થી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે.
#WATCH | Gujarat: Low-lying areas in Kaliawadi, Navsari inundate increasingly amid incessant rainfall in the region pic.twitter.com/tcpWD9FJvz
— ANI (@ANI) July 14, 2022
ADVERTISEMENT
આજે ફરી ત્રણ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું
ADVERTISEMENT
ભારે વરસાદની આગાહી વચ્ચે હવામાન વિભાગની આગાહી મુજબ તંત્ર દ્વારા આગામી 3 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. જુનાગઢ, અમરેલી, ગીરસોમનાથમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામા આવી છે.
અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ
ADVERTISEMENT
બીજી તરફ અમદાવાદ શહેરના વહેલી સવારથીજ ચાંદલોડિયા, ગોતા, બોપલ, આંબલી, સેટેલાઈટ, વસ્ત્રાપુર, મેમનગર, આંબાવાડી, ઘાટલોડિયા, શીલજ, સરખેજ, આશ્રમ રોડ, સાબરમતી, એરપોર્ટ, શાહીબાગ, નવરંગપુરા, ઉસ્માનપુરા, ઈસનપુર, નરોડા, બાપુનગરમાં વરસાદ પડ્યો હતો.
કેબિનેટની મીટિંગમાં વરસાદના કારણે રાજ્યમાં થયેલા નુકસાન અંગે ચર્ચા કરાશે
ADVERTISEMENT
આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં સવારે 10 કલાકે ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક મળશે જેમાં રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી પડી રહેલા વરસાદના કારણે રાજ્યમાં થયેલા નુકસાન અંગે ચર્ચા કરવામાં આવશે. તેમજ આ બેઠકમાં રાજ્યના જળાશયોની સ્થિતિ બાબતે પણ ચર્ચા કરાશે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 164 તાલુકામાં વરસાદ
ADVERTISEMENT
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 164 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ કપરાડામાં 15.8 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે સુબિરમાં 9.5 ઈંચ, પારડીમાં 11.44 ઈંચ, ધરમપુરમાં 13.6 ઈંચ, ખેરગામમાં 7.5 ઈંચ , ડભોઈમાં 7 ઈંચ, વાંસદામાં 7 ઈંચ , વાપીમાં 10.4 ઈંચ, નાંદોદમાં 7 ઈંચ, ડાંગમાં 6 ઈંચ, વઘઈમાં 5.5 ઈંચ, કરજણમાં 5.5 ઈંચ, ઉમરગામમાં 8.56 ઈંચ, ડોલવણમાં 5 ઈંચ, ગીર ગઢડામાં 4.5 ઈંચ, સૂત્રાપાડામાં 4.5 ઈંચ, વલસાડમાં 5 ઈંચ, ડેડિયાપાડામાં 4.5 ઈંચ, વિસાવદરમાં 4 ઈંચ વરસાદ નોધાયો હતો.
ભારે વરસાદને પગલે તમામ જિલ્લાઓમાં અપાયું એલર્ટ
હવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં આગામી ત્રણ દિવસથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેમાં આજે અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, નવસારી, વલસાડ, ડાંગ, સુરત અને તાપીમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. તેમજ 15 જુલાઇએ જુનાગઢ, અમરેલી, ગીરસોમનાથમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ આગામી 5 દિવસો સુધી દરિયો ન ખેડવા માછીમારોને સૂચના તંત્ર દ્વારા કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.