બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / આરોગ્ય / Heart attack can also occur due to lack of sleep, how many hours of sleep are necessary

હેલ્થ ટિપ્સ / ઓછી નિંદર કરવાને કારણે પણ આવી શકે છે હાર્ટ અટેક, હ્રદયને સ્વસ્થ રાખવા આટલા કલાકની ઊંઘ જરૂરી

Megha

Last Updated: 04:47 PM, 9 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વ્યક્તિના શરીર માટે ઊંઘ એટલી જ જરૂરી છે જેટલો ખોરાક જરૂરી છે. ઘણા લોકો આ વાતને ભૂલી જાય છે અને રાત્રે પૂરતી ઉંધ નથી લેતા અને તેને કારણે જ અનેક બીમારીઓના શિકાર બને છે.

  • હાર્ટ અટેકથી મૃત્યુ પામતા વ્યક્તિઓની સંખ્યામાં વધારો થયો
  • શરીર માટે ઊંઘ એટલી જ જરૂરી છે જેટલો ખોરાક જરૂરી છે
  • નિંદર પૂરી નથી થતી તો એ પણ હાર્ટ અટેક આવવાનું કારણ બની શકે 

દુનિયાભરમાં દરરજો કેટલાય વ્યક્તિઓ હાર્ટ અટેકને મૃત્યુ પામતા હશે. ભારતમાં હ્રદયના દર્દીઓની સંખ્યા ઘણી વધુ છે. જો કે હાલની લાઈફસ્ટાઈલ મુજબ વૃધ્ધોમાં જ નહીં પણ યુવાઓમાં પણ આ બીમારી ફેલાતી જાય છે. ઘણી વખત એવું બને કે વ્યક્તિ ફિટ છે કે સ્વસ્થ અને તંદુરસ્ત છે પણ ખરેખરમાં એવું નથી હોતું. પાછલા થોડા સમયમાં ઘણા એવા સેલેબ્રિટીઓ વિશે સમાચાર આવ્યા છે કે હાર્ટ અટેકને કારણે એમનું મૃત્યુ થઈ ગયું છે.

હાર્ટ અટેકથી મૃત્યુ પામતા વ્યક્તિઓમાં જુવાનીય અને આધેડ ઉંમરના વ્યક્તિઓની સંખ્યામાં ઘણો વધારો થઈ રહ્યો છે. એમાં ખરાબ લાઈફસ્ટાઈલ અને ખાવાપીવાની આદત સહિત ઓછી નિંદર પણ હાર્ટ અટેક આવવાની પાછળ એક જવાબદાર કારણ છે. રાત્રે મોડા સુધી જાગવું પણ તમારા હ્રદયને ઘણું નુકશાન પંહોચાડે છે. હા સાચે, જો તમારી નિંદર પૂરી નથી થતી તો એ પણ હાર્ટ અટેક આવવાનું એક કારણ બની શકે છે. તો ચાલો આજે અમે તમને જણાવી કે વ્યક્તિએ સ્વસ્થ રહેવા માટે દરરોજ કેટલા કલાકની નિંદર લેવી ફરજિયાત છે અને ઓછી નિંદર કરવાથી કઈ રીતે તમને હ્રદય સંબધિત સમસ્યાનો સામનો કરવો પડે છે. 

એક દિવસમાં કેટલી કલાકની નિંદર જરૂરી? 
જણાવી દઈએ કે વ્યક્તિના શરીર માટે ઊંઘ એટલી જ જરૂરી છે જેટલો ખોરાક જરૂરી છે. પણ ઘણા લોકો આ વાતને ભૂલી જાય છે અને રાત્રે પૂરતી ઉંધ નથી લેતા અને તેને કારણે જ અનેક બીમારીઓની જપેટમાં આવી જાય છે. તમને જણાવી દઈએ કે જે લોકો દરઊજ રાત્રે 6 કલાકથી ઓછી નિંદર કરે છે તેઓ મોટાપો, હાઇ બીપી અને ડાયાબિટીસ જેવી સમસ્યાનો શિકાર બને છે. એવામાં જરૂરી છે કે તમે દરરોજ રાત્રે ઓછામાં ઓછી સાત થી વધુ માં વધુ 10 કલાકની નિંદર લેવી જોઈએ. દરરોજ 7-8 કલાકની ઊંઘ સ્વસ્થ રહેવા માટે ખૂબ જરૂરી છે. 

ઓછી નિંદર કરવાથી હાર્ટ અટેક આવી શકે છે
અમેરિકા હાર્ટ એસોસિયેશનની એક વેબસાઇટ પર એક વિસ્તૃત રિપોર્ટ આપવાં આવી છે જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે લોકો દરરોજ 6 કલાકથી ઓછી નિંદર લે છે એમને હાર્ટ અટેક આવવાનો ખતરો રહે છે. સાથે જ અનેક બીમારીના શિકાર બની શકે છે. નિંદર સમગ્ર શરીરને પ્રભાવિત કરે છે. આખા દિવસનો થાક ઉતારવા માટે દરરોજ રાત્રે પૂરતી નિંદર કરવી જરૂરી છે. એક શોધમાં બહાર આવ્યું છે કે જે લોકો દરરોજ રાત્રે 7-8 કલાકની નિંદર નથી લેતા એમને જે લોકો નિંદર કરે છે તેની તુલનામાં સૌથી વધુ હાર્ટ અટેક આવે છે. જો તમને ઓછું સુવાની આદત છે અને તમે દરરોજ નિંદર પૂરની નથી કરતાં તો આજથી જ આ આદતને બદલીને હાર્ટ અટેકનાં ખતરાને મહદ અંશ સુધી ટાળી શકો છો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ