બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / Hearing in the High Court on the issue of ragging in colleges-universities

સુનાવણી / 'યુનિવર્સિટી-કોલેજોમાં રેગિંગ મુદ્દે ગુજરાત સરકારે શું પગલાં લીધા?' વિગતવાર જવાબ રજૂ કરવા હાઇકોર્ટનો આદેશ

Dinesh

Last Updated: 03:22 PM, 6 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોલેજો-યુનિવર્સિટીમાં રેગિંગ મુદ્દે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં હાઇકોર્ટે સરકાર પાસે સ્પષ્ટતા માગી છે, 3 મેના રોજ વિગતવાર જવાબ રજૂ કરવા આદેશ કરાયો છે

  • કોલેજો-યુનિવર્સિટીમાં રેગિંગ મુદ્દે સુનાવણી
  • ગુજરાત હાઇકોર્ટે માગી સ્પષ્ટતા
  • રેગિંગ મુદ્દે સરકારે શું પગલાં લીધા?: HC

રાજ્યની કોલેજોમાં રેગિંગની ઘટનાઓ વારંવાર જોવા મળતી હોય છે. શૈક્ષણિક સંસ્થાઓમાં રેગિંગની ઘટનાને લઈને હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટે તારણ નીકાળ્યું કે, રેગિંગની ફરિયાદો પર સરકાર પગલાં લેવામાં નિષ્ફળ રહી તેમજ સરકારને પ્રશ્ન કર્યો હતો કે, રેગિંગ મુદ્દે સરકારે શું પગલાં લીધા?

કોલેજો-યુનિવર્સિટીમાં રેગિંગ મુદ્દે હાઇકોર્ટમાં સુનાવણી
ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો અરજી પર સુનાવણી ધરવામાં આવી હતી. હાઈકોર્ટે રેગિંગ મુદ્દે સરકારે શું પગલાં લીધા? તેનો જવાબ માગ્યો હતો. હાઇકોર્ટે સરકાર પાસે સ્પષ્ટતા માગી હતી જે મુદ્દે સરકારે જવાબ રજૂ કર્યું હતું. સરકારે કહ્યું કે, રેગિંગના કારણે અનેક યુવાન-યુવતીઓએ જીવ ગુમાવ્યો છે. સરકારને 3 મેના રોજ વિગતવાર જવાબ રજૂ કરવા હાઈકોર્ટે આદેશ કર્યો છે.

અગાઉ 16 માર્ચે પણ સુનાવણી હાથ ધરાઈ હતી 
16 માર્ચે સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સરકારને કેટલાક સવાલો પૂછ્યા હતા કે, રેગિંગની ઘટનાઓમાં સરકારની ભૂમિકા શું હોય છે? આવી ઘટનામાં ફરિયાદો કોને કરવાની? આવી ઘટનાઓને અંકુશિત કોણ કરે છે? કોર્ટે એવી ટકોર કરી હતી કે, રેગિંગના કારણે રાજ્યના અનેક યુવાન-યુવતીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે પરતું સરકારે તેના પર કોઇ નિયમો ઘડ્યા કેમ નથી? આ ઉપરાંત ગુજરાત હાઈકોર્ટે રેગિંગની ફરિયાદો પર લીધેલા પગલાંની સરકાર પાસે સ્પષ્ટતા માંગી હતી.

સિનિયરોના ત્રાસથી 2 યુવકોએ કર્યો હતો આપઘાત
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યની કોલેજોમાં રેગિંગની ઘટનાઓ બની રહી છે. થોડા સમય પહેલા સિનિયરોના રેગિંગના ત્રાસથી મેડિકલમાં અભ્યાસ કરતા બે યુવાનોએ  આપઘાત કરી લીધો હતો. અમદાવાદ સિવિલ હોસ્પિટલના રેસિડન્ટ ડોક્ટર પાસે સિનિયર ડોક્ટરો ઘરના કામ કરાવતા હતા તેમજ પરીક્ષા હોવા છતાં નાઇટ શિફ્ટ આપવા દબાણ કરતા હોવાથી વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો હતો. આવો જ બનાવ સુરતમાં પણ બન્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ