બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Health Tips coconut water reduce weight If you consume this way fat will reduce

હેલ્થ ટિપ્સ / શું નારિયેળ પાણી પીવાથી વજન ઓછું થઇ જાય છે? બસ આ રીતે કરશો સેવન તો ચરબી થઈ જશે ગાયબ

Priyakant

Last Updated: 06:27 PM, 5 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગરમીની સીઝનમાં શરીરને હાઈડ્રેટેડ રાખવા નાળિયેર પાણી પીવું એ શરીર માટે ખુબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

ઉનાળામાં નારિયેળ પાણી પીવું સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક છે. નાળિયેર પાણીમાં એક કુદરતી ઇલેક્ટ્રોલાઇટ્સ હોય છે. જેનું સેવન કરવાથી શરીરને ભરપૂર એનર્જી મળે છે. સાથે જ તે ઉનાળાની ઋતુમાં શરીરમાં પાણીની કમી થવા દેતું નથી. હાઇડ્રેટેડ રહેવા માટે તમે તેનું સેવન કરી શકો છો. નારિયેળ પાણી એનર્જી પણ પ્રદાન કરે છે. શું તમે જાણો છો કે નારિયેળ પાણી પીવાથી તમારું વજન પણ ઘટી શકે છે. હા, તેમાં ઘણા પોષક તત્વો હોય છે જે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. તો ચાલો જાણીએ કેવી રીતે નારિયેળ પાણી પીવાથી વજન ઓછું થાય છે.

નાળિયેર પાણીમાં રહેલા પોષક તત્વો

નાળિયેર પાણી ઘણા પ્રકારના પોષક તત્વોથી ભરપુર હોય છે. આમાં મિનરલ્સ અને ઇલેક્ટ્રોલાઇટ્સ જેવાં કેલ્સિયમ, મેંગેનીઝ, પોટેશિયમ, એમિનો એસિડ અને એન્ટીઑકિસડન્ટો હોય છે. આ ઉપરાંત, તે કેલરી, કાર્બોહાઇડ્રેટ્સ અને સુગરમાં ખૂબ જ ઓછી હોય છે.

શું નાળિયર પાણી પીવાથી વજન ઓછુ થાય છે?

એક રીપોર્ટનાં અનુસાર ઉનાળાની ઋતુમાં શરીરનું મેટાબોલિઝ્મ વધારે હોય છે. આવી સ્થિતિમાં આ સિઝન વજન ઘટાડવા માટે બેસ્ટ છે. જો તમારું વજન વધારે છે તો તમે નારિયેળ પાણીનું સેવન કરી શકો છો. તે ઘણી રીતે વજન ઘટાડવામાં અસરકારક સાબિત થઈ શકે છે. વાસ્તવમાં, નાળિયેર પાણીમાં કેલેરીની માત્રા ઓછી હોય છે, જે તમને શરીરમાં સુગર વધાર્યા વગર હાઇડ્રેટેડ રાખી શકે છે. તે મેટાબોલિઝ્મને પણ બુસ્ટ  આપે છે અને તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું છે તેવું અનુભવ કરાવે છે.

વજન ઓછુ કરવા માટે હાઈડ્રેટેડ રહેવું જરૂરી છે. આવામાં નારિયેળ પાણીનાં મદદથી તમે પોતાને હાઈડ્રેટેડ રાખી શકો છો. હાઈડ્રેશનથી મેટાબોલિઝ્મ બુસ્ટ થાય છે અને ભૂખ ઓછી લાગે છે. નાળીયેર પાણીમાં કેલેરીની માત્રા ઘણી ઓછી હોય છે અને સુગરી પદાર્થ જેવા કે સોડા, ફ્રુટ જ્યુસની સરખામણીમાં આ હેલ્ધી નેચરલ ડ્રીંક છે. લગભગ 240 મિલી નારિયેળ પાણીમાં માત્ર 45-60 કેલરી હોય છે. આવામાં, ખાસ કરીને વજન ઘટાડવાની યાત્રામાં વધુ કેલરીવાળા પીણાંને બદલે નાળિયેર પાણીનું સેવન કરવું જોઈએ, કારણ કે તે અન્ય પીણાંની તુલનામાં શરીરમાં કેલરીની માત્રા ઘટાડે છે અને આ રીતે તમે વજન ઘટાડવામાં સફળ થઈ શકો છો.

નારિયેળ પાણીમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, વિટામિન સી વગેરે જેવા જરૂરી પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે આ બધા જ જરૂરી છે જ સાથે તે બધા મેટાબોલિઝ્મ અને એનર્જી ઉત્પાદનને ટેકો આપે છે. આ વજનના મેનેજમેન્ટના મુખ્ય પરિબળો છે. 

નારિયેળ પાણીમાં ઇલેક્ટ્રોલાઇટ્સનો કુદરતી સ્ત્રોત છે અને તે શરીરમાં પ્રવાહીનું સંતુલન જાળવવાનું કામ કરે છે. જ્યારે શરીરમાં ઇલેક્ટ્રોલાઇટનું સંતુલન બરાબર હોય છે, ત્યારે તે કસરત કરતી વખતે હાઇડ્રેશનને સંતુલન જાળવી રાખે છે. આમાંથી તમને એનર્જી મળે છે અને તમે શારીરિક કાર્ય અને કસરત વધુ સારી રીતે કરી શકશો અને આ વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.

વધુ વાંચો : કસરત દરમ્યાન ભૂલથી પણ આ સંકેતોને ઇગ્નોર ન કરતા, નહીંતર વધી શકે છે હાર્ટ એટેકનો ખતરો

નારિયેળ પાણી પીવાથી ભૂખ ઓછી લાગે છે. કેટલાક અભ્યાસોમાં એ વાત સામે આવી છે કે નારિયેળ પાણીમાં એવા તત્વો હોય છે જે ભૂખને ઓછી કરે છે. જો તમે જમતા પહેલા નારિયેળ પાણી પીવો છો  તો તેનાથી તમને પેટ ભરેલું લાગશે અને તમે ઓછું ખાશો. શરીરમાં કેલરી ઓછી થશે. આ રીતે તમે વજન ઘટાડવામાં સફળ થઈ શકો છો.

નોંધઃ એક વાત હંમેશા યાદ રાખજો કે જો તમે વજન ઘટાડવા માટે નારિયેળ પાણીનું સેવન કરો છો, તો તેને મર્યાદિત માત્રામાં જ પીવો. એકસપર્ટની  સલાહ લીધા પછી જ તેનું સેવન કરવું અને  તે વધુ ફાયદાકારક રહેશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ