બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Health department checking in Surat, Bhavnagar, Vadodara, Jalebi samples sent for testing

ચેકિંગ / એકતરફ દશેરાનો ચટાકો મોંઘો પડશે, તો બીજી બાજુ તમે ફાફડા-જલેબી આરોગી જશો પછી રિપોર્ટ આવશે!

Malay

Last Updated: 03:41 PM, 23 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યના અનેક શહેરોમાં આરોગ્ય વિભાગની ટીમો દ્વારા મીઠાઈની દુકાનોમાંથી નમૂના લઈને તપાસ માટે મોકલવામાં આવી રહ્યા છે. ત્યારે હાલ સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે, દશેરાના આગલા દિવસે ચેકિંગ હાથ ધરવાનો મતલબ શું?

  • જલેબી-ફાફડાના વેપારીઓને ત્યાં આરોગ્ય વિભાગનું ચેકિંગ
  • જલેબી સહિતની મીઠાઈના સેમ્પલ તપાસ માટે મોકલાયા
  • સુરત, ભાવનગર, વડોદરામાં આરોગ્ય વિભાગનું ચેકિંગ 

નવલાં નોરતાંની સમાપન રાત્રી અને દશેરાની વહેલી સવાર આ કોમ્બિનેશનને હવે ખેલૈયાઓ કે મોટેરાઓ પ્રી-દશેરા સેલિબ્રેશનરૂપે ઉજવી રહ્યા છે. આ નવો ટ્રેન્ડ ધીમે-ધીમે હવે લોકોની આદત બની ગયો છે. આવતીકાલે દશેરાની જાહેર રજા છે. તેથી બાળકોને શાળાએ લેવા-મુકવા જવાના ટેન્શનમાંથી મુક્ત થઈને નાના-મોટા સૌ મોડી રાત સુધી જાગી લેવાનું અને ત્યારબાદ ફાફડા-જલેબીની જ્યાફત માણી લેવાની તૈયારી કરી ચૂક્યા છે. આથી ગરબા રમ્યા બાદ આજે નાસ્તાની જ્યાફત માણવા અધધ ઓર્ડર બુક થઈ ચૂક્યા છે. જોકે, મોટાભાગની સોસાયટીઓમાં આજનું મેનુ ફાફડા-જલેબી ફિક્સ છે. એવામાં દશેરાના આગલા દિવસે રાજ્યભરમાં આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. દશેરાના તહેવારને ધ્યાનમાં મીઠાઈની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

આગલા દિવસે ચેકિંગ હાથ ધરવાનો મતલબ શું?
રાજ્યના અનેક શહેરોમાં આરોગ્ય વિભાગની ટીમો દ્વારા મીઠાઈની દુકાનોમાંથી નમૂના લઈને તપાસ માટે મોકલવામાં આવી રહ્યા છે. ત્યારે હાલ સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે,  દશેરાના આગલા દિવસે ચેકિંગ હાથ ધરવાનો મતલબ શું? કારણ કે આરોગ્ય વિભાગ દ્વારા ફાફડા જલેબીના સેમ્પલ લઈને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવી રહ્યા છે. જેનો રિપોર્ટ દશેરાનો તહેવાર પૂરો થયા બાદ આવશે. એટલે કે લોકો ફાફડા જલેબી આરોગી જશે બાદમાં રિપોર્ટ આવશે. તો આવી સ્થિતિમાં લોકોનું સ્વાસ્થ્ય કેવી રીતે જળવાશે. 

ભાવનગરની દુકાનોમાં ચેકિંગ
દશેરાના આગલા દિવસે ભાવનગર મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ એકશનમાં આવ્યું છે. દશેરાના તહેવારને ધ્યાનમાં રાખી મીઠાઈની દુકાનોમાં ચેકિંગ હાથ ધરાયું છે. મીઠાઈની દુકાનોમાં મનપાના આરોગ્ય વિભાગે નમૂના લીધા છે. આરોગ્ય વિભાગની ટીમે જલેબી સહિતની મીઠાઈના સેમ્પલ તપાસ માટે મોકલાયા છે. 


વડોદરાની દુકાનોમાંથી લેવાયા સેમ્પલ
દશેરા તહેવારને લઇ વડોદરામાં આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. નિઝામપુરામાં આવેલી મયુર ફાફડા નામની દુકાનમાંથી આરોગ્ય વિભાગ દ્વારા ફાફડા જલેબીના સેમ્પલ લેવાયા છે. આ સેમ્પલ કોર્પોરેશનની હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવશે. દશેરાનો તહેવાર પૂરો થયા બાદ નમૂનાનો રિપોર્ટ આવશે. લોકોનું સ્વાસ્થ્ય કેવી રીતે જળવાશે તેને લઈ સવાલો ઉઠ્યા છે. 

સુરતના 8 ઝોનમાં અલગ-અલગ ટીમો દ્વારા ચેકિંગ 
દશેરાના પગલે સુરતમાં જલેબી ફાફડાના વેપારીઓને ત્યાં આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યું છે. સુરતમાં ફરસાણ વેપારીઓની દુકાનોમાં આરોગ્ય વિભાગની ટીમોએ દરોડા પાડ્યા છે. સુરતના 8 ઝોનમાં અલગ-અલગ ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ફાફડા, જલેબી, તેલ અને ચટણીઓ સહિતના સેમ્પલ લેવામાં આવ્યા છે. આવતીકાલ માટે મોટા પ્રમાણમાં વેપારીઓએ ફરસાણનો સ્ટોક જમાં કર્યો છે. મિલાવટ અને વારંવારના ઉપયોગમાં લેવાયેલા તેલને લઇ ચેકિંગ હાથ ધરાયું છે. 

અમદાવાદમાં બોલાઈ રહ્યો છે આ ભાવ
દશેરાએ રાજ્યભરમાં હજારો કિલો જલેબી-ફાફડાનું વેચાણ થશે. એકલા અમદાવાદમાં જ આશરે 15 હજાર કિલો જલેબી-ફાફડાના વેચાણનો અંદાજ છે. અમદાવાદમાં ફાફડાના પ્રતિકિલો રૂ.500થી 950 સુધીના ભાવ બોલાઈ રહ્યા છે.  જ્યારે જલેબી પ્રતિકિલો રૂ.650થી 1200 સુધીના ભાવે વેચાઈ રહી છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ