બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / health billions of people in world are consuming too much salt who report

સાવધાન / દુનિયામાં 99% લોકો ખાઈ રહ્યા છે વધારે પડતું મીઠું, WHOના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો, રોજ આટલું જ ખાવું હિતાવહ

Manisha Jogi

Last Updated: 05:24 PM, 26 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મીઠાનું મર્યાદિત માત્રામાં સેવન કરવું જોઈએ. મીઠાનું વધુ પ્રમાણમાં સેવન કરવું તે જીવલેણ સાબિત થઈ શકે છે અને ગંભીર બીમારીઓ થવાનું જોખમ રહે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના રિપોર્ટમાં અનેક ચોંકાવનારી બાબતો સામે આવી છે.

  • મીઠા વગર ભોજનનો સ્વાદ અધૂરો લાગે છે
  • મીઠાનું વધુ સેવન કરવું તે જીવલેણ સાબિત થઈ શકે છે
  • અને ગંભીર બીમારીઓ થવાનું જોખમ રહે છે

મીઠા વગર ભોજનનો સ્વાદ અધૂરો લાગે છે. મીઠાનું મર્યાદિત માત્રામાં સેવન કરવું જોઈએ. મીઠાનું વધુ પ્રમાણમાં સેવન કરવું તે જીવલેણ સાબિત થઈ શકે છે અને ગંભીર બીમારીઓ થવાનું જોખમ રહે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના રિપોર્ટમાં અનેક ચોંકાવનારી બાબતો સામે આવી છે. ભોજનમાં વધુ પ્રમાણમાં મીઠું ના નાખવું જોઈએ, નહીંતર આરોગ્યને ગંભીર નુકસાન થઈ શકે છે. 

WHO રિપોર્ટ અનુસાર, સમગ્ર વિશ્વમાં વયસ્ક વ્યક્તિઓ દરરોજ બે ચમચી (10.78 ગ્રામ) મીઠાનું સેવન કરે છે. બે ચમચી મીઠામાં 4310 મિલિગ્રામ સોડિયમ રહેલું હોય છે, જે દૈનિક જરૂરિયાત કરતાં બમણું હોવાનું માનવામાં આવે છે. જે આરોગ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે. વધુ પ્રમાણમાં મીઠાનું સેવન કરવાથી અનેક જીવલેણ બિમારીનું થવાનું જોખમ રહે છે. WHO અનુસાર, તમામ પુખ્ત વયના લોકોએ દરરોજ 2000 મિલિગ્રામ સોડિયમનું સેવન કરવું જોઈએ. એટલે કે, દરેક વ્યક્તિએ દરરોજ 5 ગ્રામ કરતાં ઓછું મીઠું (લગભગ 1 ચમચી) ખાવું જોઈએ. 

વધુ પ્રમાણમાં મીઠુ ખાવાથી મોત 
દર વર્ષે લગભગ 18.9 લાખ લોકોનું મૃત્યુ વધુ પ્રમાણમાં મીઠાનું સેવન કરવાથી થાય છે. વધુ પડતા સોડિયમના કારણે કરોડો લોકો અનેક ગંભીર બિમારીઓનો શિકાર બને છે. સોડિયમની વધુ માત્રાને કારણે શરીરને નુકસાન થાય છે

આ રોગોનું જોખમ વધે છે
WHO અનુસાર, વધુ પ્રમાણમાં મીઠાનું સેવન કરવાથી ગંભીર બિમારીઓ થઈ શકે છે. વધુ પ્રમાણમાં મીઠાનું સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશર, કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝ, ગેસ્ટ્રિક કેન્સર, મેદસ્વીતા, કિડની રોગ, ઓસ્ટીયોપોરોસીસ સહિત અનેક ગંભીર રોગોનું જોખમ વધે છે. 

 (Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ