બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ભારત / સ્પોર્ટસ / Cricket / hardik pandya wanted mumbai indians captaincy as terms and condition rohit sharma informed world cup report 2023

ક્રિકેટ / ગુજરાત ટાઈટન્સ છોડ્યા પહેલા જ હાર્દિક પંડ્યાએ MIને વ્યક્ત કરી દીધી હતી ઈચ્છા!, રોહિત સહમત છે કે નહીં? નવી જાણકારી જાણી ચોંકી જશો

Dinesh

Last Updated: 09:48 PM, 16 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

cricket news: રિપોર્ટ્સ મુજબ રોહિતને વર્લ્ડ કપ દરમિયાન જ જાણ કરવામાં આવી હતી કે આગામી સિઝન પહેલા તેને કેપ્ટનશિપ પરથી હટાવી દેવામાં આવશે

  • રોહિત શર્માએ કેપ્ટન તરીકેનો 10 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયો
  • મુંબઈ ઈન્ડિયન્સનો નવો કેપ્ટન હાર્દિક બન્યો
  •  2015માં હાર્દિકે રોહિતની કપ્તાની હેઠળ આઈપીએલમાં ડેબ્યૂ કર્યું 


cricket news: મુંબઈ ઈન્ડિયન્સે શુક્રવારે મોટો નિર્ણય લીધો અને ટીમની કમાન હાર્દિક પંડ્યાને સોંપી છે. રોહિત શર્માએ કેપ્ટન તરીકેનો 10 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયો છે. 2013માં હિટમેનને મુંબઈનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. હવે હાર્દિક આગામી સિઝનમાં કેપ્ટન્સીપ કરતો જોવા મળશે. આ નિર્ણયને લઈને વિવિધ પ્રકારની વાતો સામે આવી રહી છે. એક રિપોર્ટ્સ અનુસાર ગુજરાત ટાઈટન્સના પૂર્વ કેપ્ટને મુંબઈ ઈન્ડિયન્સમાં સામેલ થવા માટે ફ્રેન્ચાઈઝીના માલિક સમક્ષ ઘણી શરતો મૂકી હતી. જેમાંની એક શરત કેપ્ટનશિપની હતી. એટલું જ નહીં ફ્રેન્ચાઇઝીએ કેપ્ટન રોહિતને પણ વર્લ્ડ કપ દરમિયાન આ વિશે જાણ કરી હતી. 

હાર્દિકની કપ્તાનીમાં રોહિત રમશે
શુક્રવારે મુંબઈએ જાહેરાત કરી હતી કે, ટીમને પાંચ વખત ચેમ્પિયન બનાવનાર રોહિતની જગ્યાએ હાર્દિક આગામી સિઝનમાં કેપ્ટન બનશે. હિટમેન આગામી સિઝનમાં હાર્દિકની કપ્તાનીમાં રમતા જોવા મળશે જેની ભાગ્યે જ કોઈએ કલ્પના કરી હશે. 2015માં હાર્દિકે રોહિતની કપ્તાની હેઠળ આઈપીએલમાં ડેબ્યૂ કર્યું અને તેણે તેની કારકિર્દી બદલી નાખી છે. અહેવાલો અનુસાર કોન્ટ્રાક્ટ પર ચર્ચા કરતા પહેલા જ હાર્દિકે મુંબઈ ફ્રેન્ચાઈઝીના માલિકને જાણ કરી હતી કે જો તે પુનરાગમન કરે છે તો તેને ટીમની કેપ્ટનશીપ આપવામાં આવે.

પહેલા તેને કેપ્ટનશિપ પરથી હટાવી દેવામાં આવશે
રિપોર્ટ્સ મુજબ રોહિતને વર્લ્ડ કપ દરમિયાન જ જાણ કરવામાં આવી હતી કે આગામી સિઝન પહેલા તેને કેપ્ટનશિપ પરથી હટાવી દેવામાં આવશે. વર્લ્ડ કપ દરમિયાન હાર્દિક રોહિતની વાઈસની ભૂમિકામાં હતો. જો કે, ટીમ ઈન્ડિયાની બાંગ્લાદેશ સામેની ત્રીજી મેચમાં તે ઈજાગ્રસ્ત થયો હતો અને ત્યારબાદ તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો. IPL 2024એ કેપ્ટન તરીકે હાર્દિકનું ત્રીજું વર્ષ હશે. તેને 2022માં મેગા ઓક્શન પહેલા મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા રિલીઝ કરવામાં આવ્યો હતો. આ પછી તત્કાલીન નવી ટીમ ગુજરાત ટાઇટન્સે તેને કેપ્ટન તરીકે પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. 2022માં તેની કેપ્ટનશિપમાં તેણે ટીમને ચેમ્પિયન બનાવી હતી. ગુજરાતની ટીમ 2023 IPLમાં ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ ટાઇટલ મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સ સામે હારી ગઇ હતી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ