બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / મનોરંજન / બોલિવૂડ / Hanuman devotee 'Vanar' came to watch film Adipurush Hanumanji's picture on reserve seat, VIDEO viral

મનોરંજન / ફિલ્મ આદિપુરુષનો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોવા પહોંચ્યો હનુમાન ભક્ત 'વાનર'! રિઝર્વ સીટ પર રાખી હનુમાનજીની તસવીર, VIDEO વાયરલ

Megha

Last Updated: 11:33 AM, 16 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક વાંદરો થિયેટરમાં પંહોચ્યો છે જ્યાં ફિલ્મ 'આદિપુરુષ' બતાવવામાં આવી રહી છે.

  • ફિલ્મ 'આદિપુરુષ' આજે રિલીઝ થઈ ગઈ છે
  • ચાહકો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોવા પંહોચી ગયા છે
  • વાંદરો પણ ફિલ્મ 'આદિપુરુષ'ની મજા લેતો જોવા મળ્યો 

પ્રભાસ સ્ટારર ફિલ્મ 'આદિપુરુષ' આજે રિલીઝ થઈ ગઈ છે. પ્રભાસ, કૃતિ સેનન, સની સિંહ, દેવદત્ત અને સૈફ અલી ખાનના ચાહકો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોવા પંહોચી ગયા છે. આવી સ્થિતિમાં ઘણી જગ્યા પર ફિલ્મનો પહેલો શો પણ હાઉસફુલ રહ્યો હતો. આ સાથે જ મેકર્સના કહેવા પ્રમાણે થિયેટરોમાં હનુમાનજીની તસવીરો રાખવામાં આવી હતી, તો બીજી તરફ એક થિયેટરમાં આવી ઘટના બની, જે દરેકનું ધ્યાન ખેંચી રહી છે. હાલ તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. 

વિડિયો વાયરલ થયો 
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક વાંદરો થિયેટરમાં છે જ્યાં ફિલ્મ 'આદિપુરુષ' બતાવવામાં આવી રહી છે. વાંદરો પણ ફિલ્મની મજા લેતો જોવા મળે છે. ટ્વિટર પર વીડિયો પોસ્ટ કરતા એક વ્યક્તિએ લખ્યું, 'હનુમાનજી પોતે આદિપુરુષ ફિલ્મ જોઈ રહ્યા છે. જય શ્રી રામ.' વીડિયો પર લોકોની પ્રતિક્રિયાઓ સતત સામે આવી રહી છે. આ વીડિયો ક્યાંનો છે તેની માહિતી હજુ સામે આવી નથી. તમે વીડિયોમાં તાળીઓના ગડગડાટ સાંભળી શકો છો. આ સાથે જ લોકો જય શ્રી રામના નારા પણ લગાવતા સાંભળવા મળે છે. ફિલ્મની સાથે દર્શકોનો ઘોંઘાટ પણ ઘણો વધારે છે.

આ સાથે જ થિયેટરોની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં ભગવાન હનુમાનની તસવીરો ખુરશીઓ પર બેઠેલી જોવા મળે છે. ભગવાન હનુમાનની આ તસવીરો રિઝર્વ સર પર રાખવામાં આવી છે. ભગવાન હનુમાનની એ તસવીર સામે ફૂલોના હાર પણ અર્પણ કરવામાં આવે છે. ફેન્સ  આ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યાં છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ