બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ધર્મ / Guru Grah Margi on december 31st, these 4 zodiac signs will get benefits

જ્યોતિષ શાસ્ત્ર / દિવાળી પછી ડિસેમ્બર મહિનો આ 4 રાશિના જાતકો માટે એકદમ લકી! બે મોટા રાજયોગના કારણે ખૂલી જશે કિસ્મત

Vaidehi

Last Updated: 06:29 PM, 11 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુરુ ગ્રહ ડિસેમ્બરમાં માર્ગી થઈને ગજકેસરી અને કેન્દ્ર ત્રિકોણ રાજયોગ બનાવશે. જ્યોતિષકારો અનુસાર આ 2 મોટા રાજયોગ 4 રાશિઓ માટે અતિશુભ માનવામાં આવે છે.

  • ગુરુ ગ્રહ ડિસેમ્બરમાં માર્ગી થશે
  • ગુરુ માર્ગીને લીધે બનશે 2 મહાન રાજયોગ
  • રાજયોગનો શુભ પ્રભાવ કુલ 4 રાશિઓ પર જોવા મળશે

Guru Margi Rajyog: જ્યોતિષ ગણના અનુસાર ગુરુ ગ્રહનું વિશેષ મહત્વ છે. જ્યોતિષ શાસ્ત્રો અનુસાર ગુરુ ગ્રહ જ્ઞાન, બુદ્ધિ, ધર્મ, ધન, આધ્યાત્મિકતા, શિક્ષા અને કર્મનાં કારક માનવામાં આવે છે. તેવામાં જ્યારે પણ ક્યારેય ગુરુ ગ્રહનું રાશિ પરિવર્તન અથવા માર્ગી થાય છે તો તેની અસર લોકોનાં જીવન પર પડતી હોય છે. જ્યોતિષ ગણના અનુસાર ગુરુ મેષ રાશિમાં વક્રી અવસ્થામાં ચાલી રહ્યાં છે અને 31 ડિસેમ્બર 2023નાં રોજ માર્ગી થઈ જશે. 1 મે 2024નાં રોજ મેષ રાશિમાંથી નિકળીને વૃષભ રાશિમાં ગોચર કરશે.  તેવામાં ગુરુના માર્ગી થવાને લઈને 2 રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે.

મેષ રાશિ
જ્યોતિષ ગણના અનુસાર ગુરુ ગ્રહનાં માર્ગી થવાને લીધે ગજલક્ષ્મી રાજયોગનું નિર્માણ થશે. જે મેષ રાશિ સાથે સંબંધિત જાતકો માટે અત્યંત લાભકારી છે. તેવામાં ગુરુ ગ્રહનાં શુભ પ્રભાવથી જોબ સંબંધિત સારી ખબર મળી શકે છે. આ સાથે જ બેરોજગાર જાતકોને નવી નોકરીની તક પણ મળી શકે છે. આ સાથે જ ગુરુ ગોચર દરમિયાન ભૌતિક સુખ-સંસાધનોમાં પણ વૃદ્ધિ જોવા મળશે. પૈતૃક સંપત્તિનો લાભ મળી શકે છે.

કર્ક રાશિ
ગુરુ ગ્રહનું માર્ગી થવું કર્ક રાશિનાં જાતકો માટે શુભ માનવામાં આવે છે. ગુરુનાં માર્ગી થવાથી બનતા યોગને લીધે પ્રોફેશનલ લાઈફમાં આગળ વધવાની તક મળશે. આ દરમિયાન વેપારીઓને વિશેષ આર્થિક લાભ મળશે. વિવાહિત જાતકોનું દાંપત્યજીવન સુખી રહેશે. જ્યારે જે લોકો વિવાહમાં થઈ રહેલા વિલંબથી ચિંતિત છે તેમના માટે લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે.

સિંહ રાશિ
ગુરુ ગ્રહનાં ગોચરથી બનતા યોગથી સિંહ રાશિનાં જાતકોને વિશેષ લાભ મળશે. ગુરુ ગોચરને લીધે જાતકોને ધાર્મિક કાર્યો પ્રતિ રૂચિ વધશે. આ સાથે જ સંતાન પક્ષથી સારા સમાચાર આવી શકે છે. આ સિવાય ઘર-પરિવારમાં માંગલિક કાર્ય સંપન્ન થશે. કાર્યસ્થળ પર માન-સમ્માન પ્રાપ્ત થશે.  યાત્રા યોગથી ધનલાભ થશે. નોકરીમાં પ્રમોશન મળી શકે છે.

ધનુ રાશિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ધનુ રાશિવાળા લોકો માટે ગુરુ માર્ગી બાદ બનતા યોગથી ફાયદો થશે. આર્થિક લાભ મળી શકે છે. આ સિવાય વેપાર અને નોકરીમાં મોટો ફાયદો સંભવ છે. કેન્દ્ર ત્રિકોણ રાજયોગનાં શુભ પરિણામસ્વરૂપ 2024માં સારા દિવસો આવશે. અને આ દરમિયાન સંપત્તિનો લાભ મળશે. પ્રેમી જોડકાઓને પ્રેમ સંબંધમાં સફળતા મળશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ