બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / Gujaratis all over the world... S Jaishankar said- There is no such country where there are no Gujaratis, sometimes I doubt that somewhere that is why even I...

Vibrant Gujarat / દુનિયાભરમાં ગુજરાતી... S જયશંકરે કહ્યું- કોઈ એવો દેશ નહીં હોય જ્યાં ગુજરાતીઓ ન હોય, ક્યારેક તો શંકા જાય છે કે ક્યાંક એટલે જ તો મને પણ...

Megha

Last Updated: 01:48 PM, 7 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'ગુજરાત લાંબા સમયથી આ દેશનું આર્થિક અગ્રણી રહ્યું છે. અહીંના લોકો ઉદ્યોગસાહસિક છે, તેમની પાસે જોખમ લેવાની અને તકો શોધવાની સંપૂર્ણ ક્ષમતા છે. ' ગુજરાત ગ્લોબલ સમિટનમાં બોલ્યા એસ જયશંકર

  • દુનિયામાં એવો કોઈ દેશ નથી જ્યાં ગુજરાતી ન હોય - એસ જયશંકર
  • વિદેશ મંત્રીએ ગુજરાત ગ્લોબલ સમિટનના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપી 
  • 'ગુજરાત લાંબા સમયથી આ દેશનું આર્થિક અગ્રણી રહ્યું છે

વિદેશ મંત્રી એસ જયશંકરે ગુજરાત અને તેના લોકોના વિશાળ આર્થિક યોગદાનની પ્રશંસા કરવા સાથે , તેમની ઉદ્યોગસાહસિકતા, જોખમ લેવાની ક્ષમતા અને વિશ્વભરમાં તકો શોધવાની તત્પરતા પર પ્રકાશ પાડ્યો હતો. એસ જયશંકરે 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ઉદ્ઘાટન સમારોહમાં જણાવ્યું હતું કે ગુજરાત લાંબા સમયથી આર્થિક બાબતોમાં આ દેશમાં અગ્રેસર છે. 

દુનિયામાં એવો કોઈ દેશ નથી જ્યાં ગુજરાતી ન હોય
એસ જયશંકરે એમ પણ કહ્યું હતું કે,ગુજરાતના લોકો ઉદ્યોગસાહસિકતા, જોખમ લેવાની તેમની ક્ષમતા અથવા વિશ્વભરમાં તકો શોધવાની તેમની ઈચ્છા માટે જાણીતા છે. કેન્દ્રીય વિદેશ મંત્રીએ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપી હતી, જ્યાં તેમણે કહ્યું હતું કે, 'ગુજરાત લાંબા સમયથી આ દેશનું આર્થિક અગ્રણી રહ્યું છે. અહીંના લોકો ઉદ્યોગસાહસિક છે, તેમની પાસે જોખમ લેવાની અને તકો શોધવાની સંપૂર્ણ ક્ષમતા છે.  દુનિયામાં એવો કોઈ દેશ નથી જ્યાં ગુજરાતી ન હોય અને ક્યારેક મને શંકા થાય છે કે આ જ કારણ છે કે એમને વિદેશ મંત્રીને એ રાજ્યની સંસદમાં મોકલવાનો વિકલ્પ પસંદ કર્યો.'

ગુજરાતમાં આર્થિક ઘટનાઓનું ખૂબ જ વિશેષ મહત્વ છે
ભારતના આર્થિક વિશ્વમાં ગુજરાતના મહત્વ પર પ્રકાશ પાડતા વિદેશ મંત્રી જયશંકરે જણાવ્યું હતું કે, 'મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોરે ભારત માટે મહત્ત્વના મુદ્દાની ભૂમિકા ભજવી છે. આ સિવાય આંતરરાષ્ટ્રીય નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોરે પણ મોટી ભૂમિકા ભજવી છે. અહીં ફરીથી ભારત માટે ટેક-ઓફ પોઈન્ટ એ ભારતનો પશ્ચિમ કિનારો છે, ખાસ કરીને ગુજરાતનો કિનારો. નવી દિલ્હીમાં આયોજિત G20 સમિટમાં આર્થિક કોરિડોર પર સમજૂતી થઈ હતી. આર્થિક કોરિડોરનો છેલ્લો છેડો ભારતમાં ગુજરાત છે. ગુજરાતમાં આર્થિક ઘટનાઓનું ખૂબ જ વિશેષ મહત્વ છે. તેથી ત્યાં આવનાર કોઈપણ વ્યક્તિ માત્ર ભારતના પ્રદર્શનને જ નહીં પરંતુ ભારતની ભવિષ્યની સંભાવનાઓ પણ જોતો હોય છે.'

ઉલ્લેખનીય છે કે આ વખતે નવી દિલ્હીમાં G-20 સમિટમાં ભારત, અમેરિકા, સંયુક્ત આરબ અમીરાત, સાઉદી અરેબિયા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી અને યુરોપિયન યુનિયન દ્વારા ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. તેમાં બે અલગ-અલગ કોરિડોરનો સમાવેશ થશે. ભારતને પશ્ચિમ એશિયા/મધ્ય પૂર્વથી જોડતો કોરિડોર અને પશ્ચિમ એશિયા/મધ્ય પૂર્વને યુરોપ સાથે જોડતો ઉત્તરીય કોરિડોર.

વિદેશ મંત્રી  જયશંકરે  હાઇબ્રિડ એનર્જી પાર્ક અને ફૂડ પાર્ક વિશે વાત કરતાં 12U2 પહેલ પર પ્રકાશ ફેંક્યો હતો જેની યોજના ગુજરાતે બનાવી છે. ભારતના ઉર્જા અને ખાદ્ય ઉત્પાદન ધ્યેયોમાં રાજ્યની મહત્વની ભૂમિકા પર ભાર મૂકતા તેમણે કહ્યું કે અમે ગુજરાતમાં તેના વિકાસ માટે તક જોઈ રહ્યા છીએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ