બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / મનોરંજન / સ્પોર્ટસ / Gujarati cricketer Pathan's new innings starts, now he will do clean bold with acting, trailer release of first movie Cobra

ક્રિકેટર બન્યો એક્ટર / ગુજરાતી ક્રિકેટર પઠાણની નવી ઇનિંગ શરૂ, હવે એક્ટિંગથી કરશે ક્લીન બોલ્ડ, પહેલી ફિલ્મ કોબ્રાનું Teaser રીલીઝ

Megha

Last Updated: 10:20 AM, 25 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખાસ વાત એ છે કે આ ફિલ્મથી એક્ટિંગની દુનિયામાં એન્ટ્રી લેતા ઈરફાન પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવી રહ્યા છે.

  • સાઉથની ફિલ્મ કોબરાથી એક્ટિંગની દુનિયામાં એન્ટ્રી કરશે ઈરફાન પઠાણ
  • 31 ઓગસ્ટે થશે આ ફિલ્મ રિલીઝ

પૂર્વ ભારતીય ક્રિકેટર ઈરફાન પઠાણ સાઉથની ફિલ્મ કોબરાથી એક્ટિંગની દુનિયામાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. આ ફિલ્મનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. તમિલ સિનેમાના સુપરસ્ટાર ચિયાન વિક્રમની આ ફિલ્મનું ટીઝર એકદમ જોરદાર છે અને લોકોને ઘણું પસંદ આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે ચિયાન આ ફિલ્મમાં સાતથી વધુ પાત્રો નિભાવતા નજર આવશે, આ ઉપરાંત આ ફિલ્મનું સંગીત એ આર રહેમાને આપ્યું છે. ચિયાન વિક્રમની આ ફિલ્મ 31 ઓગસ્ટે રિલીઝ થવા જઈ રહી છે. ખાસ વાત એ છે કે આ ફિલ્મથી એક્ટિંગની દુનિયામાં એન્ટ્રી લેતા ઈરફાન પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવી રહ્યા છે. 

જોરદાર કમબેક કરી શકે
અલગ ફિલ્મો કરીને લોકો વચ્ચે પોતાની ઓળખ ઊભી કરનાર ચિયાન વિક્રમે આ પહેલા સેતુ, આઈ, અપરિચિત અને પીથગમન જેવી હટકે ફિલ્મો કરી ચૂક્યો છે. આવી સ્થિતિમાં તેને આ ફિલ્મથી પણ લોકોને ઘણી આશા છે. તમને જણાવી દઈએ કે 31 ઓગસ્ટે આ ફિલ્મ તમિલ અને તેલુગુ ભાષાઓમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ સાથે ચિયાન વિક્રમ બોક્સ ઓફિસ પર જોરદાર કમબેક કરી શકે છે. છેલ્લા ઘણા સમયથી તેની કોઈપણ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારો બિઝનેસ કરી શકી નથી.

યશલાનના રોલમાં ઇરફાન 
ઈરફાન પઠાણની આ ફિલ્મની તૈયારી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. આ ફિલ્મમાં તે ફ્રેન્ચ ઇન્ટરપોલ ઓફિસર યશલાન યિમલાઝનું પાત્ર ભજવી રહ્યો છે. વર્ષ 2020 માં ઈરફાનના જન્મદિવસ પર, અજય ગન્નામુથુએ તેનો પહેલો લુક શેર કર્યો અને તેના કિરદાર વિશે જણાવ્યું હતું. આ ફોટોમાં ઈરફાન હાથમાં બંદૂક સાથે જોવા મળ્યો હતો. કોરોના મહામારીના કારણે આ ફિલ્મનું શૂટિંગ અટક્યું પણ હતું પરંતુ હવે તે બે વર્ષ પછી 31 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે.

અભિનયની દુનિયામાં એન્ટ્રી
ઈરફાન પઠાણે આ ફિલ્મના શૂટિંગ દરમિયાનની પોતાની ઘણી તસવીરો પણ શેર કરી હતી. ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ ઈરફાન પઠાણે હિન્દી કોમેન્ટ્રી કરી ઓળખ બનાવી અને આઈપીએલ સિવાય તે ઈન્ટરનેશનલ મેચો દરમિયાન પણ હિન્દીમાં કોમેન્ટ્રી કરી છે. હવે તે અભિનયની દુનિયામાં પણ એન્ટ્રી કરી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ