બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Gujarat High Court also in tension over third wave issue! Big instructions to the system, praise to AMC

નિર્દેશ / ત્રીજી લહેર મુદ્દે ગુજરાત હાઈકોર્ટ પણ ટેન્શનમાં ! તંત્રને આપ્યા મોટા નિર્દેશ, AMCને વખાણી

Mehul

Last Updated: 04:25 PM, 29 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના અને ઓમિક્રોનનાં કેસથી હાઈકોર્ટે ચિંતાનો સૂર.ડબલથી વધુ કેસ સંક્રમણનાં સામે આવતા હાઈકોર્ટે હોસ્પિટલનાં વહીવટીય વિભાગને કર્યો સુ-સજ્જ. કહ્યું, 'જો જો પહેલા જેવુ નાં થાય.

  • ગુજરાત હાઈકોર્ટે સિવિલ હોસ્પિટલ તંત્રને સાબદું કર્યું 
  • ત્રીજી લહેરની સંભાવના વચ્ચે શરુ કરી દો તૈયારીઓ 
  • રસીકરણ માટે મહાપાલિકાના પ્રયાસોની કરી પ્રસંશા 

ગુજરાતમાં વધતા કોરોના અને ઓમિક્રોનનાં કેસથી ગુજરાત હાઈકોર્ટે ચિંતાનો સૂર વ્યક્ત કર્યો છે. દિવસભરમાં ડબલથી વધુ કેસ સંક્રમણનાં સામે આવતા ગુજરાત હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરતા હોસ્પિટલનાં વહીવટીય વિભાગને સુ-સજ્જ રહેવા નિર્દેશ કર્યો છે.ગુજરાત હાઈકોર્ટે નિર્દેશ કરતા જણાવ્યું છે કે,પહેલા જેવી સ્થિતિ ન થાય તેનુ ધ્યાન રાખવુ. સાથોસાથ અમદાવાદ મહાનગર પાલિકાના રસીકરણ અભિયાનને વખાણતા AMCની કામગીરીની પણ નોંધ લીધી. કોરોના વિરોધી રસીકરણ  માટે જનતાને પ્રોત્સાહિત કરતા AMCની કામગીરીના કોર્ટે વખાણ કર્યા હતા.અને સાવચેતીના ભાગરૂપે તંત્રની તૈયારીઓ યોગ્ય ગણાવી હતી. યાદ રહે કે, બીજી લહેર વેળા કોરોનાની સ્થિતિ મૂદ્દે ગુજરાત હાઈકોર્ટે  સુઓમોટો અરજી દાખલ કરી હતી

હાઈકોર્ટનો નિર્દેશ સાથે જ સિવિલ તંત્ર સજ્જ 

ગુજરાત હાઈકોર્ટેના નિર્દેશ સાથે  જ સિવિલ હોસ્પીટલનું તંત્ર 'એક્ટીવ' થઇ ગયું છે. અને જરૂરી તૈયારીઓ આદરી દીધી છે. દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની સંભાવનાઓ વચ્ચે અમદાવાદનું સિવિલ તંત્ર સજ્જ થઈ ગયું છે. અમદાવાદ સિવિલમાં 1200 બેડ રિઝર્વ રાખવામાં આવ્યા છે. કોરોના માટે 3 હજાર બેડની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ઉપરાંત ઓક્સિજન ટેન્ક અને દવાનો જથ્થો વધારવામાં આવ્યો છે.  સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉક્ટર રાકેશ જશીએ જણાવ્યું કે નાગરિકોએ ધ્યાન રાખવું જોઈએ. ઓમિક્રોન ત્રણ ગણો ઝડપથી વધી રહ્યો છે.. જેથી મેળાવડા અને બિન જરૂરી બહાર જવાનું ટાળવું જોઈએ. સાથે જ જણાવ્યું કે લોકડાઉન કોઈ નિરાકરણ નથી. લોકોએ ખુદ સાવચેતી રાખવાની જરૂર છે.

અમદાવાદમાં સંક્રમણ વધ્યું 

અમદાવાદમાં માં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના વધુ 182 કેસ નોંધાયા છે. 12 દિવસમાં જ કોરોનાના કેસમાં લગભગ 25 ગણો વધારો થયો છે. 12 દિવસ પહેલાં એટલે કે 18 ડિસેમ્બરે માત્ર 14 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત 206 દિવસના ગાળા પછી આટલી મોટી સંખ્યામાં કેસ આવ્યા છે. અગાઉ 4 જૂને 176 કેસ નોંધાયા હતા. આમ સોમવારે અમદાવાદમાં 178 કેસની સરખામણીએ મંગળવારે  વઘુ 4 કેસ નોઘાતા આંક 182 પર પહોંચ્યો છે. મંગળવારે નોંધાયા કેસમાં સૌથી વધુ બોડકદેવ, મણિનગર, થલતેજ અને ચાંદલોડિયાના છે.
 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ