બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / ગુજરાત / અમદાવાદ / Gujarat health department coronavirus update 18 november 2020 Gujarat

ચિંતા / દિવાળીના તહેવારોના સૌથી વધુ કોરોનાના કેસ આજે નોંધાયા, આ જિલ્લાઓમાં કેસનો રાફડો ફાટ્યો

Kavan

Last Updated: 07:07 PM, 18 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશ દિવાળીના તહેવારોની ઉજવણી કરી રહ્યો છે ત્યારે કોરોના વાયરસના નવા કેસ પણ સામે આવી રહ્યા છે અને ખાસ કરીને મહાનગરોમાં સંક્રમણે ચિંતા વધારી છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1274 કેસ સામે આવ્યા છે.

  • તહેવારોની મોસમમાં રાજ્યમાં કોરોના બન્યો બેફામ
  • ગત 24 કલાકમાં 1274 નવા કેસ, 1281 દર્દીઓ થયાં સાજા
  • રાજ્યમાં કોવિડ બેડ ઓછાં પડે તેવી સ્થિતિ  

ઉલ્લેખનીય છે કે, શિયાળાની શરૂઆત અને તહેવારોની મોસમ જામી છે ત્યારે કોરોના વાયરસથી બચવા માટે ખાસ કાળજી રાખવા માટે ચેતવણી આપવામાં આવી છે. જો કે, આ તમામ પ્રકારની ચેતવણી અવગણીને ગુજરાતીઓ ટહેલવા નીકળી પડ્યા છે.પરંતુ આ તમામ બાબતો વચ્ચે ગુજરાતમાં થોડાક દિવસોથી કોરોના વાયરસ ફરીથી માથું ઊંચકી રહ્યો છે. દિવાળીના તહેવારોની મોસમ જામી છે ત્યારે મહાનગરોમાં લોકો કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કરતા દેખાયા હતા ત્યારે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં સંક્રમણનું પ્રમાણ વધી રહ્યું છે.  

કોરોના અપડેટ : 

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 1274 કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાયા છે.  મહત્વનું છે કે રાજ્યમાં રિકવરી રેટ  91.50 ટકા થયો છે. તો ગુજરાતમાં કોરોના વાયરસના ટેસ્ટ વધારવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે રાજ્યમાં આજે કુલ 54,256 નવા ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેને લઇને કુલ ટેસ્ટનો આંકડો 6,978,249 પર પહોંચ્યો છે. 

કોરોના વાયરસના નવા કેસની સામે આજે 1281 દર્દીઓ સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 1,75,362 પર પહોંચ્યો છે. આજે 8 દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક 3823 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલમાં 12457 એક્ટિવ કેસ છે, આ કેસ પૈકીના 83 દર્દીઓ સરકારી ચોપડે વેન્ટિલેટર પર છે જ્યારે 12374 દર્દીઓ સ્ટેબલ છે. 

પ્રેમચંદનગર સોસાયટીમાં 40 કેસ 

કોરોનાનો ત્રીજો તબક્કો શરુ થયો છે, દિવાળીની મજા જનતાની જ સજા બની છે. દિવાળીના તહેવારોમાં અમદાવાદમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. પશ્ચિમ અમદાવાદમાં કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેમાં બોડકદેવમાં આવેલી પ્રેમચંદનગર સોસાયટીમાં 40 કેસ નોંધાયા છે. પ્રેમચંદનગરમાં કેસ વધતા સોસાયટી ક્વોરન્ટાઇન કરવામાં આવી છે. વસ્ત્રાપુર જેવા પોશ વિસ્તારની અનેક સોસાયટીઓમાં કેસનો વધારો જોવા મળી રહ્યો છે. તેવામાં હવે જનતાએ સાવચેતી રાખીને શક્ય હોય તો ઘરમાં રહેવા મોનાબેન દેસાઈએ જનતાને અપીલ કરી છે.

AMCએ જાહેર કરાયેલી કોવિડ-19 હોસ્પિટલમાં બેડ ખુટી પડ્યા: ડૉ.ભરત ગઢવી

હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સના પ્રમુખ ડૉ.ભરત ગઢવીએ નિવેદન આપ્યું હતું. ડૉ.ભરત ગઢવીએ કહ્યું કે, ખાનગી હોસ્પિટલમાં 90થી 95 ટકા બેડ ભરાયા છે. AMCએ જાહેર કરાયેલી કોવિડ-19 હોસ્પિટલમાં બેડ ખુટી પડ્યા છે. અમદાવાદ શહેરની 72 હોસ્પિટલ કોવિડ માટે રિઝર્વ કરાઇ છે. 2256 બેડમાંથી 2085 બેડમાં દર્દીઓ દાખલ કરાયા છે. ખાનગી હોસ્પિટલ હવે માત્ર 171 બેડ જ ખાલી પડી છે. આઇસોલેશનમાં 786 દર્દી, તેમાં માત્ર 89 જગ્યા ખાલી છે. HDUમાં 794 દર્દી, તેમાં ખાલી બેડ માત્ર 94 છે. વેન્ટિલેટર વગરના ICU પર 346 દર્દીઓ સારવાર પર, માત્ર 20 બેડ ખાલી છે. વેન્ટિલેટર વિથ ICU પર 156 દર્દીઓ સારવાર પર, ખાલી માત્ર 16 છે.

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના વિવિધ જિલ્લામાં નોંધાયેલા કેસની વિગત

18/11/2020 પોઝિટિવ કેસ
અમદાવાદ 220
સુરત 224
વડોદરા 142
ગાંધીનગર 59
ભાવનગર 14
બનાસકાંઠા 64
આણંદ 14
રાજકોટ 161
અરવલ્લી 6
મહેસાણા 45
પંચમહાલ 18
બોટાદ 5
મહીસાગર 25
ખેડા 26
પાટણ 42
જામનગર 33
ભરૂચ 11
સાબરકાંઠા 11
ગીર સોમનાથ 9
દાહોદ 35
છોટા ઉદેપુર 5
કચ્છ 12
નર્મદા 13
દેવભૂમિ દ્વારકા 4
વલસાડ 1
નવસારી 2
જૂનાગઢ 20
પોરબંદર 1
સુરેન્દ્રનગર 15
મોરબી 14
તાપી 7
ડાંગ 0
અમરેલી 23
અન્ય રાજ્ય 0
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ