બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Gujarat floods: Rain in 182 talukas in last 12 hours, maximum 5.6 inches in Mahuva, see where and how much

હરખની હેલી / ગુજરાત જળબંબોળ: છેલ્લા 12 કલાકમાં 182 તાલુકામાં વરસાદ, મહુવામાં સૌથી વધુ 5.6 ઈંચ, જુઓ ક્યાં કેટલો ખાબક્યો

Vishal Khamar

Last Updated: 08:27 PM, 29 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર થતા ખેડૂત ખુશખુશાલ થઈ જવા પામ્યો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ મહુવામાં 5.6 ઈંચ નોંધાયો હતો. તો બીજી તરફ મહાનગર પાલિકા તેમજ નગરપાલિકાનો પ્રિ- મોન્સુન પ્લાન ધોવાઈ ગયો છે.

  • રાજ્યમાં 182 તાલુકામાં વરસાદ
  • છેલ્લા 12 કલાકમાં 182 તાલુકામાં વરસાદ
  • સૌથી વધુ મહુવામાં 5.6 ઈંચ વરસાદ

રાજ્યમાં 182 તાલુકામાં મેઘરાજા મનમુકીને વરસ્યા છે. છેલ્લા 12 કલાકમાં 182 તાલુકામાં વરસાદ પડ્યો હતો. સૌથી વધુ મહુવામાં 5.6 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે સુત્રાપાડામાં 5.5, વ્યારામાં 5.4 ઈંચ, જુનાગઢમાં 5.3, જુનાગઢ શહેરમાં 5.3 ઈંચ, તાપીનાં વલોડમાં 5 ઈંચ, ડોલવડ 5 ઈંચ, તિલકવાડા 4.2, બારડોલીમાં 4.2 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે કુંકરમુંડામાં 4.2, ઉનામાં 4 ઈંચ,  પાદરા 3.8 ઇંચ, વેરાવળ 3.8 ઇંચ, તલાલા,3.5 ઇંચ, નાદોંદ 3.5, ડભોઇ 3.5, કોડીનાર 3.5, ઉમરાડા 3.1,  બોડેલી મહેમદાવાદ તારાપુરમાં 3.3 ઇંચ વરસાદ, બાબરા બોરસદ વડોદરા 3.3 ઇંચ વરસાદ નોંધાયો, ડાંગના સુબિરમાં 3.4 ઇંચ સોનગઢમા 3.4 ઇંચ, વાસંદા બાયડ અને નિઝર ગરૂડેશ્વર 2.6 ઇંચ વરસાદ, હાલોલ, ગણદેવી બાલાસિનોર, 2.5 વરસાદ નોંધાયો. ગીર ગઢડા, ધનસુરા, સુજીત્રા 2.2 વરસાદ નોંધાયો. ચિખલી,ઉપલેટા અને મળીયાહાઠીના ,જેતપુરપાવી,ગઢડા2.2 વરસાદ નોંધાયો. વઘઇ, આણંદ કરજણ પેટલાદ, 2.1 વરસાદ નોંધાયો. ગળતેશ્વર, મહુધા, માલપુર, અંજાર 2, ઇંચ વરસાદ નોધાયો. ભાવનગર 1.7 ઇંચ વરસાદ નોંધાયો.

નિકોલ વિસ્તાર બેટમાં ફેરવાયો 
નવા નિકોલ વિસ્તાર બેટમાં ફેરવાયા હોય તેવા દશ્યો મળ્યા જોવા. નિકોલ વિસ્તારના ભવાની ચોકથી સંગાથ ચોક સુધી બેટ જેવી સ્થતિ જોવા મળી છે જેમાં આખો રોડ પાણીમાં ગરકાવ થતો દેખાઈ રહ્યો છે. ભારે વરસાદને લીધે બેટમાં ફેરવાયેલા વિસ્તારમાં  25 જેટલી સોસાયટી બહાર પાણી ભરાઈ ગયું છે. અડધા ઇંચનાં વરસાદમાં જ આવી સ્થિતિ થઈ છે ત્યારે પ્રશ્ન ઊભો થાય છે કે જૂના અમદાવાદમાં પાણીની નિકાલ વ્યવસ્થા કેમ નહીં?

ચોમાસુ સીઝનના પ્રારંભને લઈને ગુજરાતમાં સારા એવા મેઘમંડાણ થયા છે. હવામાન વિભાગની આગાહીને લઈને અનેક વિસ્તારોમાં અવિરત અનરાધાર મેઘમહેર થઈ રહી છે. જેને લઇને નીંચાણવાળા વિસ્તારો જળબંબાકાર થયા છે. તેવામાં હવામાન વિભાગ દ્વારા વધુ એક વખત વરસાદને લઈને આગાહી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે આગામી બે દિવસમાં ગુજરાતના અનેક શહેરોમાં ભારેથી ભારે વરસાદ નોંધાય તેવા અણસાર વ્યક્ત કરવામાં આવ્યા છે. બીજી બાજુ અમદાવાદ, સુરત, રાજકોટ સહિતના શહેરોમાં  તંત્ર એલર્ટ બન્યું છે.

29 અને 30 જૂને રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી 
હવામાન વિભાગના વૈજ્ઞાનિકના જણાવ્યા અનુસાર રાજ્યમાં ચાર દિવસ વરસાદી વાતાવરણ જોવા મળી રહેશે. જેમાં આગામી બે દિવસ એટલે કે 48 કલાક અત્યંત ભારે વરસાદ ત્રાટકે તેવા સંજોગો વર્તાઈ રહ્યા છે. જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. સાથે સાથે 29 અને 30 જૂનના રોજ રાજ્યના બીજા પણ અન્ય વિસ્તારોમાં અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે. ત્યારબાદ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 1 જાન્યુઆરીથી વરસાદની ગતિ ધીમી પડશે અને વરસાદી ટ્રફ અને સર્ક્યુલેશનને લીધે ભારે વરસાદ પડી શકે તેમ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ