બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Gujarat Corona Update: Ahmedabad Corona Case 17 January 2022

ટોપ ગિયર / અમદાવાદીઓના માથે મોટી ચિંતા : ત્રીજી લહેરમાં આજે અમદાવાદમાં નોંધાયા સૌથી વધુ કેસ, 17 દિવસમાં 8 ગણા

Vishnu

Last Updated: 09:13 PM, 17 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદને કોરોનાનો અજગરી ભરડો લાગી ગયો છે. આજે ત્રીજી લહેરના 4409 સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે

  • અમદાવાદમાં આઉટ ઓફ કંટ્રોલ કેસ
  • આજે રેકોર્ડ બ્રેક 4409 કોરોના કેસ

અમદાવાદ ધીરે ધીરે કોરોનાના ખપ્પરમાં હોમાતુ હોય તેવુ દેખાઈ રહ્યું છે. જો જાન્યુઆરી થયેલી ત્રીજી લહેરની શરૂઆતમાં 1 જાન્યુઆરીના રોજ અમદાવાદમાં 559 કેસ સામે આવ્યા હતા જે બાદ 3 દિવસમાં એટલે કે 4 જાન્યુઆરીના રોજ તે કેસ ડબલ થઈ 1290 સુધી પહોંચી ગયા હતા. અહીથી કોરોનાએ અમદાવાદમાં પીક પકડી હતી અને જોત જોતામાં 07 જાન્યુઆરી 2000, 12 જાન્યુઆરી 3000ને પાર તેમજ આજે સોમવારનાને 17 જાન્યુઆરી 4000ને પાર કોરોના કેસના આંકડા પહોંચી ગયા છે. 

કુલ કેસના 40 ટકા કેસ માત્ર અમદાવાદ શહેરના
કોરોના અમદાવાદમાં આ સ્પીડે આગળ વધ્યો તો એ દિવસો પણ દૂર નથી કે રાજ્યમાં હાલમાં આવતા કુલ કેસ જેટલા જ કેસ અમદાવાદમાંથી રોજે રોજ સામે આવે..અત્યાર સુધીના આંકડાઓ પર નજર કરીએ તો કુલ કેસના 40 ટકા કેસ માત્રને માત્ર અમદાવાદ શહેર અને ગ્રામ્ય થઈ બહાર આવી રહ્યા છે.રવિવારની સ્થિતિ મુજબ કોરોના સંક્રમણ અટકાવવા અ.મ્યુ.કો. દ્વારા નવા કુલ 4 માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવતા હાલમાં શહેરમાં કુલ 147 માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન અમલમાં છે.

અમદાવાદના છેલ્લા 17 દિવસના ચિંતાજનક કેસ

તારીખ કેસ તારીખ કેસ
01 જાન્યુઆરી 559 09 જાન્યુઆરી 2487
02 જાન્યુઆરી 396 10 જાન્યુઆરી 1893
03 જાન્યુઆરી 631 11 જાન્યુઆરી 2861
04 જાન્યુઆરી 1290 12 જાન્યુઆરી 3843
05 જાન્યુઆરી 1637 13 જાન્યુઆરી 3673
06 જાન્યુઆરી 1835 14 જાન્યુઆરી 3090
07 જાન્યુઆરી 2281 15 જાન્યુઆરી 2621
08 જાન્યુઆરી 2521 16 જાન્યુઆરી 3315
- - 17 જાન્યુઆરી 4409

કોરોના કેસો સાથે વેકસીનેશનમાં પણ અમદાવાદ પ્રથમ
કોરોના કેસો વધી રહ્યા છે.અમદાવાદ શહેર કરતા જીલ્લામાં વેક્સિનેસન કામગીરી મોખરે છે છતાંય રાજ્યભરમાં અમદાવાદ જિલ્લો વેકસીનેશનની કામગીરીમાં પ્રથમ ક્રમે છે. જિલ્લામાં 150 થી વધુ ગામોમાં 100 ટકા વેક્સિનેસનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જ્યારે જિલ્લામાં પ્રથમ ડોઝ 111  અને બીજા ડોઝનું  115 ટકા  વેકસીનેસન કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.15 થી 18 વર્ષનું જિલ્લામાં 78.8 ટકા થયું વેકસીનેશન, જિલ્લામાં 18 થી 45 વર્ષની વયનું પ્રથમ ડોઝનું 111 ટકા જયારે  બીજા ડોઝનું 112 ટકા વેકસીનેશન પૂર્ણ તો પ્રિકોશન ડોઝનું 19989 ટાર્ગેટ સામે 11059નું વેકસીનેશન થતાં સમગ્ર ગુજરાતમાં રસીકરણમાં અવ્વલ નંબરે છે.

ગુજરાતમાં 12,753 કેસ સામે આવતા ફફડાટ
ગુજરાતમાં કેસ એકી શ્વાસે એક જ ધારા રોજે રોજ લોકોના શ્વાસ અધ્ધર કરી રહ્યા છે.  છેલ્લા 24 કલાકમાં  12753  કેસ કોરોના પોઝિટિવ આવતા તંત્ર વધુ સાબદું થઈ ગયું છે. આજે સૌથી વધુ અમદાવાદ શહેરમાં  4340 કેસ તો ગ્રામ્યમાં 69 કેસ સામે આવ્યા છે જ્યારે સુરત શહેરમાં  2955 કેસ તો રાજકોટ શહેરમાં 461 કેસ, વડોદરા શહેરમાં 1207 કેસ સામે આવ્યા છે. ગાંધીનગર શહેરમાં 212 કેસ, ભાવનગર શહેરમાંસ  202 કેસ સામે બહાર અવાતા ફરી ચિંતાનું મોજું ફરી વળ્યું છે. તો 5 લોકોના મોત થયા છે જ્યારે 95 દર્દીઓ વેન્ટિલેટર પર છે. 5984 દર્દીઓ સાજા થયા છે. આ સાથે રાજ્યમાં કુલ એક્ટિવ કેસ 70,374 સુધી પહોંચી ગયા છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ